Maruti Suzuki Victoris 2025 Launch : મારૂતિ સુઝુકીની વિક્ટોરિસ કાર નવા અવતારમાં લોન્ચ, ક્રેટા અને એસ્ટરને આપશે ટક્કર

Maruti Suzuki Victoris launched in India : મારૂતિ સુઝુકીની નવી વિક્ટોરિસ એસયુવી કાર 6 વેરિયન્ટમાં લોન્ચ થઇ છે. એડવાન્સ ટેક્નોલોજી અને 5 સ્ટાર સેફ્ટી રેટિંગથી સજ્જ મારૂતિ સુઝુકીની નવી કાર ક્રેટા, સેલ્ટોસ, એલિવેટ અને એસ્ટરને ટક્કર આપશે.

Written by Ajay Saroya
September 03, 2025 15:52 IST
Maruti Suzuki Victoris 2025 Launch : મારૂતિ સુઝુકીની વિક્ટોરિસ કાર નવા અવતારમાં લોન્ચ, ક્રેટા અને એસ્ટરને આપશે ટક્કર
Maruti Suzuki New SUV Launch 2025 : મારૂતિ સુઝુકી વિક્ટોરિસ 6 વેરિયન્ટમાં રજૂ કરવામાં આવી છે. (Photo: Social Media)

Maruti Suzuki Victoris Price in India: મારુતિ સુઝુકીએ પોતાની નવી મિડસાઇઝ એસયુવી વિક્ટોરિસ ભારતમાં લોન્ચ કરી છે. આ મોડેલ કંપનીના એરિના ડીલરશીપ નેટવર્કનું ફ્લેગશિપ વ્હીકલ હશે, જેને 6 મુખ્ય વેરિઅન્ટ LXI, VXI, ZXI, ZXI(O), ZXI+, और ZXI+(O)માં રજૂ કરવામાં આવશે. નવી વિક્ટોરિસ કારને 5 સ્ટાર ભારત NCAP સેફ્ટી રેટિંગ મળ્યું, જેને માત્ર 11000 રૂપિયાના ટોકન એમાઉન્ટથી બુક કરાવી શકાય છે. જો તમે નવી કાર ખરીદવાનું વિચારો છો તો તમારે મારૂતિ સુઝુકીની આ નવી મિડસાઇઝ એસયુવી કાર વિશે વિચારવું જોઇએ. લેટેસ્ટ એસયુવી કારની કિંમત, એન્જિન સ્પેસિફિકેશન થી લઇ ડિઝાઇન સુધીની દરેક મહત્વપૂર્ણ વિગતો જાણો

Maruti Suzuki Victoris 2025 : બાહ્ય ડિઝાઇન

મારૂતિ સુઝુકીની વિક્ટોરિસની ડિઝાઇન નવી અને આકર્ષક છે, જે કંપનીની આગામી ઇ વિટારા ઇલેક્ટ્રિક એસયુવી માંથી પ્રેરણા મેળવે છે. ફ્રન્ટમાં મોટી એલઇડી હેડલાઇટ્સ અને સ્લિમ ક્રોમ ગ્રિલ કવર, જાડી પ્લાસ્ટિક ક્લેડીંગ અને સિલ્વર સ્કિડ પ્લેટ મળે છે. બાજુ પર 18 ઇંચના એલોય વ્હીલ્સ, બ્લેક આઉટ પિલર્સ, સિલ્વર રૂફ રેઇલ્સ અને સ્ક્વેર બોડી ક્લેડિંગ છે. પાછળની બાજુએ સેગમેન્ટેડ એલઇડી લાઇટ બાર અને ‘વિક્ટોરિસ’ નો અક્ષર જરબદસ્ત દેખાય છે.

Maruti Suzuki Victoris 2025 : ઇન્ટિરિયર અને ફીચર્સ

વિક્ટોરિસ કારનું ઇન્ટિરિયર ગ્રાન્ડ વિટારાથી અલગ અને ટેક-ફોકસ્ડ છે. તેમાં 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે અને થ્રી-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ આપવામાં આવ્યું છે. આ એસયુવીમાં 5 લોકોની બેસવાની ક્ષમતા છે, ફીચર્સની યાદી આ પ્રમાણે છે.

  • વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો
  • 8 સ્પીકર સાઉન્ડ સિસ્ટમ (ડોલ્બી એટમોસ)
  • વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ
  • એમ્બિયન્ટ લાઇટિંગ
  • કનેક્ટેડ કાર ટેક
  • લેધરેટ upholstery
  • ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ
  • પેનોરેમિક સનરૂફ
  • વાયરલેસ ચાર્જર
  • 8 વે ઇલેક્ટ્રિકલી એડજેસ્ટેબલ ડ્રાઇવર સીટ
  • હેડ્સ-અપ ડિસ્પ્લે અને પાવર્ડ ટેઈલગેટ

Maruti Suzuki Victoris 2025 : સેફ્ટી ફીચર્સ અને ટેકનોલોજી

વિક્ટોરિસ પ્રથમ મારૂતિ સુઝુકી મોડલ છે જેમા Level 2 ADAS આવે છે. આ સિવાય તમામ વેરિએન્ટમાં 6 એરબેગ્સ, ઇબીડી સાથે એબીએસ, ટ્રેક્શન કંટ્રોલ, બ્રેક આસિસ્ટ, હિલ હોલ્ડ કંટ્રોલ અને ISOFIX ચાઇલ્ડ સીટ એન્કર મળે છે. હાયર વેરિઅન્ટમાં 360 ડિગ્રી કેમેરા અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ પણ મળે છે. એસયુવીએ 5 સ્ટાર ભારત એનસીએપી ક્રેશ સેફ્ટી રેટિંગ મેળવ્યું છે.

Maruti Suzuki Victoris 2025 : એન્જિન અને ટ્રાન્સમિશન વિકલ્પો

વિક્ટોરિસમાં ત્રણ મુખ્ય પાવરટ્રેન ઉપલબ્ધ છે, જે નીચે મુજબ છે.

103hp, 1.5-litre 4-સિલિન્ડર માઇલ્ડ હાઇબ્રિડ પેટ્રોલ116hp, 1.5-litre 3-સિલિન્ડર સ્ટ્રોંગ હાઇબ્રિડ89hp, 1.5-લિટર પેટ્રોલ-સી.એન.જી.

ગિયરબોક્સ ઓપ્શનમાં 5 સ્પીડ મેન્યુઅલ, 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટો, ઇ-સીવીટી માટે 5 સ્પીડ મેન્યુઅલ અને સીએનજી વેરિઅન્ટ સામેલ છે. પેટ્રોલ-ઓટો વેરિએન્ટમાં ઓલ વ્હીલ ડ્રાઇવ (AWD)નો ઓપ્શન પણ મળશે.

Maruti Suzuki Victoris 2025 : હરીફો અને માર્કેટ પોઝિશન

2023માં લોન્ચ થયેલી ગ્રાન્ડ વિટારા પછી વિક્ટોરિસ મારુતિ સુઝુકીની બીજી મધ્યમ કદની એસયુવી કાર છે. તેની સ્પર્ધા હ્યુન્ડાઇ ક્રેટા, કિયા સેલ્ટોસ, ટોયોટા અર્બન ક્રૂઝર હાઇડર, એમજી એસ્ટોર, હોન્ડા એલિવેટ અને ગ્રાન્ડ વિટારા જેવી લોકપ્રિય મિડસાઇઝ એસયુવી સાથે થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ