scorecardresearch

મારૂતિ સુઝુકી વેગનઆર અને અલ્ટો કારનો ગ્લોબલ ટેસ્ટ ક્રેશ ટેસ્ટમાં નબળો દેખાવ, ખરીદતા પહેલા ચેક કરો સેફ્ટીના મામલે કેટલા સ્કોર મેળવ્યા

Maruti Suzuki WagonR Alto K10 crash : ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટ તાજેતરમાં ચાર કાર ઉપર કરવામાં આવ્યો હતો, જેમાં મારુતિ સુઝુકી વેગનઆર, મારૂતિ સુઝુકી અલ્ટો કે10, સ્કોડા અને ફોક્સવેગન કારનો સમાવેશ થાય છે.

Maruti Suzuki WagonR Alto
GNCAP દ્વારા સેફ્ટિ રેટિંગ માટે મારુતિ સુઝુકી અલ્ટો K10નું પરીક્ષણ કરવામાં આવ્યું છે (વિડિયો ગ્રેબ: Twitter/@GlobalNCAP)

તાજેતરમાં ચાર કાર પર ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટ (Global NCAP Crash Test) કરવામાં આવ્યો હતો, જેમાં ભારતમાં મારુતિ સુઝુકીની બે લોકપ્રિય કાર મારુતિ અલ્ટો કે10 (New Maruti Alto K10) અને મારુતિ વેગનઆર (Maruti WagonR) સામેલ હતી. જો કે આ ક્રેશ ટેસ્ટમાં બંને કારે સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત ખરાબ દેખાવ કર્યો છે. ક્રેશ ટેસ્ટમાં ઓછા રેટિંગથી આ કારમાં મુસાફરી કેટલી સુરક્ષિત છે તે અંગે શંકા ઉપજે છે. ક્રેશ ટેસ્ટમાં સામેલ કરાયેલી અન્ય બેકારમાં સ્કોડા અને ફોક્સવેગનની કારનો સમાવેશ થાય છે.

New Maruti alto K10 Global NCAP crash test report

મારુતિ અલ્ટોકે 10 એ એડલ્ટ ઓક્યુપેન્ટ પ્રોટેક્શનમાં 34માંથી 21.67 સ્કોર મેળવ્યા છે જ્યારે ચાઇલ્ડ ઓક્યુપેન્ટ પ્રોટેક્શનમાં આ કારે 49માંથી 3.52 સ્કોર મેળવ્યા છે. અલબત્ત મારૂતિ અલ્ટોનું ગ્લોબલ એનસીએપી ક્રેશ ટેસ્ટ પહેલી વખત કરવામાં આવ્યુ હોય તેવી આ ઘટના નથી, અગાઉ જૂની અલ્ટો-800 કાર જેને ભારતમાં અત્યંત લોકપ્રિય કાર માનવામાં આવે છે તેણે પણ આ એડલ્ટ સેફ્ટી ટેસ્ટમાં ‘0’ સ્કોર મેળવ્યો હતો.

2023 અલ્ટો-K10 મોડલે એડલ્ટ પેસેન્જર સેફ્ટીમાં સંભવિત 34માંથી 21.67 સ્કોર મેળવ્યા છે, જેમાં ફ્રન્ટ ઓફસેટ ડિફોર્મેબલ બેરિયર ટેસ્ટ અને સાઇડ મૂવેબલ ડિફોર્મેબલ બેરિયર ટેસ્ટ સામેલ છે, જેમાં આ કારે અનુક્રમે 8.2 અને 12.4 સ્કોર મેળવ્યો છે.

ચાઇલ્ડ ઓક્યુપેંટ પ્રોટેક્શનનો સવાલ છે, તો અલ્ટો કે10ને સંભવિત 49માંથી માત્ર 3.52 સ્કોર મળ્યા છે. તેમાં માત્ર આરએસ (ચાઇલ્ડ રેસ્ટ્રેટ સિસ્ટમ) ઇન્સ્ટોલેશન સ્કોર સામેલ છે, કારણ કે તેને ડાયનેમિક સ્કોરની માટે ‘શૂન્ય’ સ્કોર મળ્યો છે.

મારુતિ અલ્ટો-K10નું ક્રેશ ટેસ્ટ કેવી રીતે કરવામાં આવ્યું

મારૂતિ અલ્ટો-K10 મોડલનું ક્રેશ ટેસ્ટ 3 વર્ષના બાળકના પુતળાં સાથે કરવામાં આવ્યું હતુ, જે એડલ્ટ સીટ બેલ્ટની સાથે કારની આગળની ડાબી બાજુની સીટ પર બેઠું હતું. જે ક્રેશ ટેસ્ટ દરમિયાન અત્યંત આગળની બાજુ ધકેલાઇ જતા રોકવામાં સક્ષમ ન હતું. જેમાં બાળકના માથાના ભાગે ઇજા થઇ હતી. આ દરમિયાન 18 મહિનાના બાળકના પુતળાને એડલ્ટ સીટ બેલ્ટની સાથે પાછળની સીટ પર બેસાડીને ક્રેશ ટેસ્ટ કરવામાં આવ્યું હુતં, જેમાં માથાને સુરક્ષા મળી હતી, પરંતુ છાતીના ભાગે ઓછી સુરક્ષા મળી હતી.

અલ્ટો તમામ પાંચ પ્રવાસીઓની માટે થ્રી-પોઇન્ટ સીટ બેલ્ટની સાથે આવતી નથી. ન કોઇ સ્ટાન્ડર્ડ સીઆરએસ મળે છે. તે કોઇ પણ સીટ પર સ્ટાન્ડર્ડ ISOFIX એંકરેજ પણ આપતી નથી, આ તમામ બાબતો સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી ખરાબ રેટિંગ અપાવે છે.

Maruti wagonR Global NCAP crash test report

મારૂતિ સુઝુકીના વધુ એક મોડલ મારૂતિ વેગનઆરને ગ્લોબલ એનસીએપી ક્રેશ ટેસ્ટમાં એડલ્ટ ક્રેશ રેટિંગની માટે 1 સ્ટાર અને બાળકોની સુરક્ષા મામલે ‘0’ સ્કોર આપવામાં આવ્યો છે. મારૂતિ વેગનઆર કારનું આની પહેલા 2019માં ક્રેશ ટેસ્ટ કરવામાં આવ્યુ હતુ અને તેને 2 સ્ટાર મળ્યા હતા. અલબત્ત તે વર્ષ 2023ની તુલનામાં ઓછા કડક માપદંડોને આભારી હતું, જેના કારણે ક્રેશ ટેસ્ટમાં ઓછા સ્કોર મળ્યા હતા.

Maruti Suzuki WagonR
મારૂતિ સુઝુકી વેગનઆરનો ગ્લોબલ NCAP ટેસ્ટ ક્રેશ રિપોર્ટ

મારૂતિ સુઝુકીના વેગનઆર મોડલે ક્રેશ ટેસ્ટમાં મહત્તમ 34મંથી 19.69 સ્કોર મેળવ્યા છે. જેમાં ફ્રંટ ઓફસેટ ડિફોર્મેબલ બેરિયર ટેસ્ટમાં 6.7 સ્કોર અને સાઇડ મૂવેબલ ડિફોર્મેબલ બેરિયર ટેસ્ટમાં 13 સ્કોર મેળવ્યા છે. કાર ઉપર કોઇ સાઇઝ પોલ ઇમ્પેક્ટ ટેસ્ટ કરવામાં આવ્યો નથી કારણ કે કારમાં એરબેગ હોતી નથી, માત્ર બે ફ્રંટ એરબેગ હોય છે.

વાહન અકસ્માતમાં 1.2 લાખ લોકોના મોત

વર્ષ 2020માં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (NCRB)ના આંકડા અનુસાર ભારતમાં રોડ અકસ્માત સંબંધિત દૂર્ઘટનામાં 1.2 લાખ લોકોના મોત થયા છે, આમ દેશમાં દર ચાર મિનિટે એક વ્યક્તિ રોડ એક્સિડેન્ટમાં જીવ ગુમાવે છે.

Web Title: Maruti suzuki wagonr alto k10 cars global ncap crash test report

Best of Express