Maruti Victoris vs Grand Vitara Compensation : મારૂતિ સુઝુકી વિક્ટોરિસ કાર તાજેતરમાં લોન્ચ કરવામાં આવી છે. આ એસયુવી કાર અફોર્ડેબલ બજેટ મિડ સાઇઝ સેગમેન્ટના કસ્ટમરોન ટાર્ગેટ કરે છે. વિક્ટોરિસ કાર એરીના ડિલરશિપ હેઠળ વેચવામાં આવી છે. જ્યારે આ સેગમેન્ટની ગ્રાન્ડ વિટારા નેક્સા મારફતે ઉપલબ્ધ છે. સૌથી ખાસ વાત એ છે કે, વિક્ટોરિસમાં સેફ્ટી માટે Level-2 ADAS અને 5 સ્ટાર સેફ્ટી રેટિંગ આવે છે. ચાલો જાણીયે વિક્ટોરિસ અને ગ્રાન્ડ વિટારા કિંમત, એન્જિન માઇલેજ ફીચર્સ અને સેફ્ટી ફિચર્સ મામલે બંને માંથી કઇ એસયુવી કાર વેલ્યૂ ફોર મની છે
Maruti Victoris vs Grand Vitara : કિંમત
કિંમતની વાત કરીયે તો ગ્રાન્ડ વિટારા વિવિધ વેરિયન્ટ અનુસાર હાલ 11.42 લાખ થી 20.68 લાખ રૂપિયા સુધીના બજેટમાં ઉપલબ્ધ છે. જ્યારે મારુતિ સુઝુકી વિક્ટોરિસની કિંમત હજી જાહેર કરવામાં આવી નથી. જો કે એવું મનાય છે કે, આ નવી એસયુવી કારની કિંમત લગભગ 9.75 લાખ થી શરૂ થઇ 20 લાખ રૂપિયા વચ્ચે હોઇ શકે છે. એટલે કે વધુ ફીચર્સ અને ઓછી કિંમતમાં વિક્ટોરિસ એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. ડાયમેન્શનમાં પણ બંને કાર લગભગ સમાન છે. માત્ર વિક્ટોરિસ થોડીક વધુ લાંબી અને ઉંચી છે.
Maruti Victoris vs Grand Vitara : ફીચર્સ
ફીચર્સના મામલે પણ મારૂતિ વિક્યોરિસ આગળ છે. તેમા LED ફોગ લેમ્પસ, ડ્યુઅલ ટોન ઇન્ટિરિયર, 64 કલર એન્બિયન્ટ લાઇટિંગ, મોટું 10.25 ઇંચનું ડિજિટલ ડ્રાઇવલ ડિસ્પ્લે અને 10.1 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ આવી છે, જે ડોલ્બી એટમોસ અને Infinity ના 8 સ્પીકર સાઉન્ડ સ્પીકર સાથે આવે છે. તેની સરખામણીમાં ગ્રાન્ડ વિટારામાં 9 ઇંચની સ્ક્રીન અને 6 સ્પીકર સિસ્ટમ આવે છે.
Maruti Victoris vs Grand Vitara : સેફ્ટી ફીચર્સ
સુરક્ષાના મામલે સેફ્ટી ફિચર્સની વાત કરીયે તો મારૂતિ સુઝુકી ગેમ ચેન્જર છે. તે મારૂતિ સુઝુકીની પ્રથમ કાર છે જેમા Level-2 ADAS આપવામાં આવ્યું છે. તેને 5 સ્ટાર Bharat NCAP રેટિંગ મળ્યું છે. એન્જિન વિકલ્પની વાત કરીયે તો બંને એસયુવી કારમાં 1.5L સ્ટ્રોગ હાઇબ્રિડ, માઇલ્ડ હાઇબ્રિડ અને સીએનજી વર્ઝન આપવામાં આવ્યું છે.
Maruti Victoris vs Grand Vitara : એન્જિન માઇલેજ
માઇલેજમાં પણ મારૂતિ વિક્ટોરિસ આગળ છે. આમ તો બંને કારમાં 1.5 લીટર માઇલ્ડ હાઇબ્રિડ પેટ્રોલ, 1.5 લીટર સ્ટ્રોગ હાઇબ્રિડ અને 1.5 લીટર પેટ્રોલ સીએનજી એન્જિન વિકલ્પ આવે છે. વિક્ટોરિસમાં પેટ્રોલ ઓટો કોન્ફિગ્રેશનમાં ઓલ વ્હીલ ડ્રાઇવનો વિકલ્પ પણ આવે છે.
મારૂતિ વિક્ટોરિસના સીએનજી વેરિયન્ટમાં એક ટેન્ક બોડીની નીચે ફિટ કરવામાં આવી છે, જેમા બુટ સ્પેસ સાથે કોઇ બાંધછોડ કરવામાં આવી થી. ગ્રાન્ડ વિરાટામાં સીએનજી ટેન્કના લીધે બુટ સ્પેસ ઘણી ઓછી મળે છે. મારૂતિ વિક્ટોરિસની માઇલેજ હાઇબ્રિડમાં 28.65 km/l અને CNG માં 27.02 km/kg સુધી જાય છે.