/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Car-2.jpg)
Car Launch : કાર. પ્રતિકાત્મક તસવીર. (Photo: Canva)
Car Launch in May 2025: મે 2025 ઓટોમોબાઈલ કંપનીઓ માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. આ મહિને ઘણી બધી અદ્ભુત કાર લોન્ચ થવાની છે, જેમાં એક નવું ઇલેક્ટ્રિક વ્હીકલ (EV), લોકપ્રિય હેચબેકનું અપડેટેડ વર્ઝન, એક નવું MPV અને ભારતની એકમાત્ર ડીઝલ હેચબેકનું ફેસલિફ્ટ સામેલ છે. તો ચાલો જાણીએ મે મહિનામાં લોન્ચ થનારી સૌથી વધુ ચર્ચિત કાર વિશે.
કિઆ ક્લેવિસ (Kia Clavis)
કિયા મોટર્સે પુષ્ટિ કરી છે કે, તેની નવી MPVનું નામ કિઆ ક્લેવિસ રાખવામાં આવ્યું છે , જે કિયા કેરેન્સનું નવું વર્ઝન હશે . આ કાર 8 મેના રોજ ઓનલાઈન રજૂ કરવામાં આવશે અને તેની કિંમત 2 જૂનના રોજ જાહેર કરવામાં આવશે.
ક્લેવિસનો દેખાવમાં ખૂબ જ આકર્ષક હશે. તેમાં L શેપમાં LED DRL, 3 પોડ હેડલાઇટ અને સિલ્વરક કલરની ફોક્સ બેશ પ્લેટ હશે. તાજેતરમાં રિલીઝ થયેલા ટીઝર મુજબ, તેમાં લેવલ 2 ADAS, 360-ડિગ્રી કેમેરા, 6 એરબેગ જેવા સેફ્ટી ફીચર્સ જોવા મળશે. આ ઉપરાંત, ક્લેવિસમાં પેનોરેમિક સનરૂફ, 12.3-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 10.25-ઇંચ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે આવી શકે. કારના એન્જિનની વાત કરીએ તો, તે ત્રણેય પાવરટ્રેન - પેટ્રોલ, ટર્બો પેટ્રોલ અને ડીઝલમાં ઉપલબ્ધ હોઇ શકે છે.
2025 ટાટા અલ્ટ્રોઝ (Tata Altroz Facelift)
ટાટા મોટર્સ તેની અલ્ટ્રોઝ હેચબેકનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરવા જઈ રહી છે. ટાટા અલ્ટ્રોઝ 21 મે, 2025ના રોજ લોન્ચ થઇ શકે છે. આ ફેસલિફ્ટમાં નાના કોસ્મેટિક ફેરફારો હશે જેમ કે નવા બમ્પર, નવા એલોય વ્હીલ્સ અને અમુક ફીચર્સ. કારનું ઇન્ટીરિયર પણ નવા રૂપમાં હશે, જેમા નવા સ્ટીયરિંગ વ્હીલ અને શ્રેષ્ઠત્તમ કેબિન ક્વોલિટી જોવા મળશે. એન્જિન વિશે વાત કરીએ તો, અલ્ટ્રોઝ CNG, નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ, ટર્બો પેટ્રોલ અને ડીઝલ વિકલ્પો સાથે ઉપલબ્ધ રહેશે. આ ભારતમાં એકમાત્ર હેચબેક છે જે ડીઝલ વેરિઅન્ટમાં પણ આવે છે.
એમજી વિન્ડસર ઇવી લોંગ રેન્જ (MG Windsor EV Long Range)
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, JSW MG તેની વિન્ડસર ઈવી ને મોટા બેટરી પેક સાથે અપડેટ કરવા જઈ રહી છે. આ કારનું બેઝ મોડેલ SAIC ના Wuling Cloud EV પર આધારિત છે. આ EVમાં હવે 50.6 kWh બેટરી હોવાની અપેક્ષા છે, જ્યારે અગાઉ ઉપલબ્ધ 38 kWh વેરિઅન્ટ પણ ચાલુ રહેશે. તેમાં ફ્રન્ટ-વ્હીલ ડ્રાઇવ PMS મોટર આપવામાં આવશે, જે 134 bhp પાવર અને 200 Nm ટોર્ક જનરેટ કરશે. તેની ટોપ સ્પીડ 170 કિમી/કલાક હશે અને તે માત્ર 8.6 સેકન્ડમાં શૂન્ય થી 100 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે. એમજી કંપની વિન્ડસર ઇવી લોંગ રેન્જ મે મહિનામાં લોન્ચ કરે તેવી સંભાવનાછે.
ફોક્સવેગન ગોલ્ફ જીટીઆઈ (Volkswagen Golf GTI)
જર્મન ઓટો કંપની ફોક્સવેગન (ફોક્સવેગન ગોલ્ફ GTI) ભારતમાં તેની બીજી GTI કાર લોન્ચ કરવા જઈ રહી છે, જે પોલો GTI પછી આવશે. કંપનીએ પુષ્ટિ આપી છે કે આ કાર ગોલ્ફ GTI ના નામથી લોન્ચ કરવામાં આવશે અને તેને સીધી આયાત કરવામાં આવશે. સંભવિત પણે આ કાર પણ મે મહિનામાં લોન્ચ થઇ શકે છે. આ એક સ્પોર્ટી હેચબેક હશે, જે 2-લિટર ટર્બો પેટ્રોલ એન્જિનથી સજ્જ હશે. આ એન્જિન 261 bhp પાવર અને 370 Nm ટોર્ક જનરેટ કરશે. ગોલ્ફ GTI નો હેન્ડલિંગ અનુભવ ભારતીય બજારમાં ઉપલબ્ધ અન્ય હેચબેક કાર કરતા સંપૂર્ણપણે અલગ હશે.
કાર પ્રેમીઓ માટે મે 2025નો મહિનો ખૂબ જ રોમાંચક રહેવાનો છે. નવા એન્જિન વિકલ્પો, અદ્યતન સલામતી સુવિધાઓ અને સ્ટાઇલિશ ડિઝાઇન સાથે, આ કાર ભારતીય ઓટો બજારને એક નવો વળાંક આપી શકે છે. જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે યોગ્ય હોઈ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us