Mercedes Benz GLS Facelift: મર્સિડીઝ બેન્ઝ જીએલએસ ફેસલિફ્ટ ભારતમાં લોન્ચ, ફીચર્સથી લઈને એન્જિન સહિત કિંમત સુધીની તમામ વિગતો જાણો

Mercedes Benz GLS Facelift Price In India: મર્સિડીઝ બેન્ઝ જીએલએસ ફેસલિફ્ટ 2024 આ સેગમેન્ટમાં બીએમડબ્લ્યુ X7, વોલ્વો XC90 અને લેન્ડ રોવર ડિસ્કવરીને ટક્કર આપશે સાથે સીધી સ્પર્ધા કરે છે.

Mercedes Benz GLS Facelift Price In India: મર્સિડીઝ બેન્ઝ જીએલએસ ફેસલિફ્ટ 2024 આ સેગમેન્ટમાં બીએમડબ્લ્યુ X7, વોલ્વો XC90 અને લેન્ડ રોવર ડિસ્કવરીને ટક્કર આપશે સાથે સીધી સ્પર્ધા કરે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Mercedes Benz GLS Facelift | Mercedes Benz GLS Facelift Price | Mercedes Benz GLS Facelift Design | Mercedes Benz GLS Facelift Engine | Mercedes Benz GLS Facelift Features

મર્સિડીઝ બેન્ઝ જીએલએસ ફેસલિફ્ટમાં ત્રણ અપહોલ્સ્ટ્રી થીમનો વિકલ્પ આપવામાં આવ્યા છે.

Mercedes Benz GLS Facelift launch In India: 2024ના પ્રથમ મહિનામાં મજબૂત શરૂઆત કરતા મર્સિડીઝ-બેન્ઝે તેની લોકપ્રિય SUV GLSની ફેસલિફ્ટ એડિશન લોન્ચ કરી છે, જેમાં GLS 450 મોડલને 1.32 કરોડ રૂપિયા અને GLS 450d મોડલને 1.37 કરોડ રૂપિયા (એક્સ-શોરૂમ) કિંમત આ સાથે માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. આ થ્રી લાઇન સીટર GLS મર્સિડીઝની SUV લાઇન-અપમાં ટોચ પર છે અને ગયા વર્ષે એપ્રિલમાં તેને ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કરવામાં આવી હતી.

Advertisment

મર્સિડીઝ-બેન્ઝ જીએલએસ ફેસલિફ્ટ: ડિઝાઇન અને એક્સટીરિયર

publive-image

આ ફેસલિફ્ટ એડિશનમાં સૌથી મોટી અપડેટ નવી ડિઝાઇન કરેલી ફ્રન્ટ ગ્રિલ છે. ફેસલિફ્ટમાં બેને બદલે ચાર હોરીઝોન્ટલ ક્રોમ સ્ટ્રિપ્સ, નવો ડેટાઇમ રનિંગ લેમ્પ્સ (ડીઆરએલ) સિગ્નેચર, રિયર ટેલ-લાઇટ પર એક નવી બ્લોક પેટર્ન સિગ્નેચર અને નવું ફ્રન્ટ બમ્પર આવે છે. જીએલએસ ફેસલિફ્ટ 21-ઇંચના એલોય વ્હીલ્સ સાથે આવે છે, જેને કંપની પાંચ કલર ઓપ્શનમાં ઓફર કરે છે. આ પાંચ કલર ઓપ્શનમાં - ઓબ્સિડીયન બ્લેક, હાઇ-ટેક સિલ્વર, સોડાલાઇટ બ્લુ, સેલેનાઇટ ગ્રે અને પોલર વ્હાઇટ કલર સામેલ છે.

publive-image

મર્સિડીઝ-બેન્ઝ GLS ફેસલિફ્ટ: આંતરિક અને સુવિધાઓ

publive-image

જીએલએસ ફેસલિફ્ટ ત્રણ અપહોલ્સ્ટરી થીમ સાથે ઓફર કરવામાં આવે છે, જે ગ્રાહકોને બ્લેક, બેજ અને બ્રાઉન કલરનો ઓપ્શન આપે છે, જે તમામ આર્ટિફિશયલ લેધરમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. ફેસલિફ્ટ હેપ્ટિક ફીડબેક બટનો સાથે નવા સ્ટીયરિંગ વ્હીલ સાથે આવે છે, અને તેમાં લેટેસ્ટ MBUX સિસ્ટમ પણ મળે છે જે વધુ ઉપયોગીતા અને અહીંયા સુધી કે ઑફ-રોડ સ્ક્રીન પણ પ્રદાન કરે છે.

publive-image

આ SUV 5.2 મીટર લાંબી અને 1.96 મીટર પહોળી છે અને તેમાં નવો 360-ડિગ્રી કેમેરા છે જે ચુસ્ત જગ્યાઓમાં ઉપયોગી થશે. આ લક્ઝરી SUV એડજસ્ટેબલ એર સસ્પેન્શન પર ચાલે છે અને ADAS ફંક્શનથી પણ સજ્જ છે.

Advertisment
publive-image

જીએલએસ એક લક્ઝરી ઓફર છે, જેમાં ગરમ અને ઠંડી સીટનો ઓપ્શન મળે છે. આ સિવાય વાયરલેસ ચાર્જિંગ અને 'રીઅર સીટ કમ્ફર્ટ' પેકેજ પણ સ્ટાન્ડર્ડ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. જગ્યા વધારવા માટે ફ્રન્ટ સીટ કંટ્રોલ, ઈલેક્ટ્રિક સનબ્લાઈન્ડ, બે 11.6 ઈંચ ઈન્ફોટેનમેન્ટ સ્ક્રીન અને કન્ટ્રોલ કરવા માટે એક વધારાનું ટેબલેટ આપવામાં આવ્યું છે.

મર્સિડીઝ-બેન્ઝ GLS ફેસલિફ્ટ: એન્જિન અને પાવરટ્રેન

મર્સિડીઝ-બેન્ઝ જીએલએસ ફેસલિફ્ટમાં બે પાવરટ્રેનની પસંદગી હશે. પહેલો વિકલ્પ 3.0-લિટર, 6-સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે, જે 381 hp પાવર અને 500 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. બીજો વિકલ્પ 3.0-લિટર 6-સિલિન્ડર ડીઝલ એન્જિન છે જે 367 hp પાવર અને 700 Nm પીક ટોર્ક ઉત્પન્ન કરે છે.

publive-image

બંને વેરિઅન્ટને માઇલ્ડ - હાઇબ્રિડ સિસ્ટમ સાથે જોડવામાં આવી છે અને હાઇબ્રિડ સિસ્ટમનું ઇન્ટિગ્રેટેડ સ્ટાર્ટર જનરેટર (ISG) વધારાના 20hp બૂસ્ટ અને 200Nm ટોર્ક પ્રદાન કરે છે. જીએલએસ ચારેય વ્હીલ્સને પાવર આપવા માટે 9-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો ઉપયોગ કરે છે.

મર્સિડીઝ-બેન્ઝ જીએલએસ ફેસલિફ્ટ

publive-image

આ નવી એસયુવી ફેસલિફ્ટેડ મર્સિડીઝ-બેન્ઝ GLS BMW X7, Volvo XC90 અને લેન્ડ રોવર ડિસ્કવરી જેવા સેગમેન્ટમાં અન્ય 7-સીટર લક્ઝરી SUV સાથે સ્પર્ધા કરે છે.

ગુજરાતી ન્યૂઝ Auto news બિઝનેસ