Explained| Meta Blocking News : ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ પર News નહીં વાંચવા મળે, મેટાએ બ્લોક કરવાનું શરૂ કર્યું - જાણો કારણ

Meta Blocking News facebook instagram : કેનેડામાં ઓનલાઈન ન્યુઝ એક્ટ (canada online news act) જેમાં ન્યૂઝ પબ્લિશર્સને પૈસા આપવાનો કાયદો લાવ્યા બાદ લીધો, મેટાએ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર યુઝર્સને ન્યુઝ એક્સ્સે કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે.

Meta Blocking News facebook instagram : કેનેડામાં ઓનલાઈન ન્યુઝ એક્ટ (canada online news act) જેમાં ન્યૂઝ પબ્લિશર્સને પૈસા આપવાનો કાયદો લાવ્યા બાદ લીધો, મેટાએ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર યુઝર્સને ન્યુઝ એક્સ્સે કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Meta Blocking News | Facebook | instagram

ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ પર News નહીં વાંચવા મળે

Meta Blocking News : મેટાએ આખરે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ન્યૂઝ બ્લોક કરવાનું શરૂ કરી દીધું છે. હાલમાં કેનેડામાં, મેટાએ હવે તમામ યુઝર્સને Facebook અને Instagram પર સમાચાર ઍક્સેસ કરવાથી અવરોધિત કર્યા છે. તમને જમાવી દઈએ કે, મેટાએ આ નિર્ણય ન્યૂઝ પબ્લિશર્સને પૈસા આપવાનો કાયદો લાવ્યા બાદ લીધો છે. હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કોઈપણ કેનેડિયન ન્યૂઝ આઉટલેટના એકાઉન્ટ પર ન્યૂઝ લિંક પોસ્ટ્સ બ્લોક કરવામાં આવશે. યુઝર્સને આ એકાઉન્ટ્સ પર કોઈ સમાચાર સામગ્રી મળશે નહીં.

Advertisment

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સમાચારોનું સ્ત્રોત બની ગયા છે. સ્માર્ટફોન આવ્યા ત્યારથી, લોકો એક ક્લિક પર આ પ્લેટફોર્મ્સ દ્વારા ઓડિયો-વિડિયો અને ટેક્સ્ટ સ્વરૂપે સમાચાર વાંચી રહ્યા છે. પરંતુ કેટલાક સમયથી મેટાએ સમાચારોની પહોંચ ઓછી કરી છે અને આવનારા સમયમાં ટેક જાયન્ટ તેના પ્લેટફોર્મ પર ન્યૂઝને સંપૂર્ણપણે બ્લોક કરી શકે છે.

ગૂગલે પણ મેટા સામે નારાજગી વ્યક્ત કરી હતી

કેનેડાની સંસદે ઓનલાઈન ન્યૂઝ એક્ટ પસાર કર્યો છે. જે અંતર્ગત ગૂગલ અને ફેસબુક જેવા પ્લેટફોર્મે હવે કેનેડિયન ન્યૂઝ પબ્લિશર્સને તેમની સામગ્રીના બદલામાં ચૂકવણી કરવી પડશે. એટલે કે ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ અને ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ કેનેડિયન ન્યૂઝ આઉટલેટ સાથે કોમર્શિયલ ડીલ કરવી પડશે. કેનેડા સરકારના આ નિર્ણય બાદ મેટા ઉપરાંત ગૂગલે પણ નારાજગી વ્યક્ત કરી છે.

કેનેડા સરકારનું નિવેદન આવ્યું નથી

તો કેનેડાના હેરિટેજ મિનિસ્ટર પાસ્કેલ સેન્ટ-ઓન્ગેએ હાલમાં આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી. તેઓ કેનેડા સરકાર વતી META સાથે વાટાઘાટોની જવાબદારી સંભાળે છે.

Advertisment

તમને જણાવી દઈએ કે, ટેક કંપનીઓને ન્યૂઝ માટે પૈસા ચૂકવવા માટે વિશ્વભરમાં એક અભિયાન ચાલી રહ્યું છે. અને મેટા અને ગૂગલ બંનેએ જૂન 2023 માં કહ્યું હતું કે, તેઓ કેનેડામાં તેમના પ્લેટફોર્મ પર સમાચાર ઍક્સેસને અવરોધિત કરશે.

કેનેડિયન સંસદે આ અધિનિયમ પસાર કર્યો તે પહેલા ઓસ્ટ્રેલિયામાં 2021 માં આવો જ સમાન કાયદો ઘડ્યો છે. આ પછી ગૂગલ અને ફેસબુકે ત્યાં તેમની સેવાઓને આવરી લેવાની ધમકી આપી હતી. સંસદ દ્વારા કાયદામાં સુધારો કરવામાં આવ્યા બાદ બંને ટેક કંપનીઓએ ઓસ્ટ્રેલિયાની ઈ-મીડિયા કંપનીઓ સાથે સોદો કર્યો હતો.

પરંતુ કેનેડાના કાયદા વિશે વાત કરતા ગૂગલનું કહેવું છે કે, આ કાયદો ઓસ્ટ્રેલિયા અને યુરોપની તુલનામાં વધુ કડક છે. આ કાયદા હેઠળ, તમારે સર્ચ પરિણામમાં દેખાતી સમાચાર કહાનીની લિંક માટે ચૂકવણી કરવી પડશે અને આ તે આઉટલેટ્સ પર પણ લાગુ થઈ શકે છે, જે સમાચાર ઉત્પન્ન કરતા નથી.

કેનેડા સરકારે કેમ પગલાં લીધા?

કેનેડાની સરકાર ત્યાં સ્થાનિક સમાચાર મીડિયા પ્રકાશકોને પ્રોત્સાહન આપવા માંગે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં જાહેરાતોથી થતી આવકમાં ઘટાડો થયો છે. અને સરકારનું માનવું છે કે, આ નવો અધિનિયમ લાગુ થયા બાદ સ્થાનિક મીડિયા આઉટલેટ્સને પ્રોત્સાહન મળશે અને હજારો લોકોને રાહત મળશે.

આ પણ વાંચો - Parle-G કેવી રીતે બન્યું વિશ્વમાં સૌથી વધુ વેચાતુ બિસ્કિટ? પેકેટ પર ફોટો કોનો છે? પારલે જી ની રસપ્રદ કહાની

તમને જણાવી દઈએ કે, મે 2023 માં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે, આવી ચર્ચાઓ અને દલીલો નકામી છે અને 'આપણી લોકશાહી અને અર્થવ્યવસ્થા માટે ખતરો' છે.

Express Exclusive એક્સપ્રેસ એક્સપ્લેન ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ વિશ્વ બિઝનેસ