2026 MG Hector Launch: એમજી હેક્ટર ફેસલિસ્ટ લોન્ચ, 5 અને 7 સીટર વેરિયન્ટ, કિંમત 11.99 લાખથી શરૂ

2026 MG Hector Launch Today: એમજી હેક્ટર ફેસલિસ્ટ 5 સીટર અને 7 સીટર વેરિયન્ટમાં લોન્ચ થઇ છે. નવી એમજી હેક્ટર એસયુવીની કિંમત એક્સ શો રૂમ 11.99 લાખથી શરૂ થાય છે.

2026 MG Hector Launch Today: એમજી હેક્ટર ફેસલિસ્ટ 5 સીટર અને 7 સીટર વેરિયન્ટમાં લોન્ચ થઇ છે. નવી એમજી હેક્ટર એસયુવીની કિંમત એક્સ શો રૂમ 11.99 લાખથી શરૂ થાય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
MG Hector | 2026 MG Hector | MG Hector SUV Car | MG Motor | MG Hector Launched today in Gujarati

MG Motor launched 2026 MG Hector Today: એમજી મોટર કંપનીએ 2026 એમજી હેક્ટર એસયુવી કાર ભારતમાં લોન્ચ કરી છે. (Photo: mgmotor.co.in)

2026 MG Hector Launch, Price And Performance : એમજી મોટર ઈન્ડિયા કંપનીએ ભારતમાં પોતાની સૌથી લોકપ્રિય એસયુવી એમજી હેક્ટર (MG Hector) નવા અવતારમાં લોન્ચ કરી છે. કંપનીની આ આઈકોનિક એસયુવી પહેલા કરતા વધુ બોલ્ડ ડિઝાઇન, એડવાન્સ ટેકનોલોજી અને આરામદાયક સુવિધા સાથે આવે છે. નવી એમજી હેક્ટર પ્રીમિયમ એસયુવી છે. ચાલો જાણીયે નવી 2026 MG Hector SUVની કિંમત, એન્જિન માઇલેજ, ડિઝાઇન સહિત તમામ વિગત

Advertisment

2026 MG Hector : ડિઝાઇન

નવી એમજી હેક્ટર એસયુવી કારની ડિઝાઇનની વાત કરીયે તો ઓલ ન્યૂ હેક્ટરમાં નવા Aura Hex Grille, નવા Aura Sculpt ફ્રન્ટ અને રિયર બમ્પર સાથે Aura Bolt Alloy Wheels આપવામાં આવ્યા છે, જે એસયુવીને વધુ મસ્ક્યુલર અને પ્રીમિયમ લૂક આપે છે. તેમા બે કલર ઓપ્શન મળે છે - Celadon Blue અને Pearl White, જે તેની રસ્તાઓ પર હાજરીને વધુ આકર્ષક બનાવે છે.

2026 MG Hector : ઇન્ટીરિયર

2026 એમજી હેક્ટર કારના ઇન્ટિરિયરમાં ઘણો ફેરફાર કરાયો છે. 5 સીટર વેરિયન્ટમાં Dual Tone Ice Grey Theme જ્યારે 6 અને 7 સીટર વેરિયન્ટમાં ડ્યુઅલ ટોન અર્બન ટેન થીમ મળે છે. ઉપરાંત ફ્રન્ટ Ventilated Seats, 6 વે પાવર એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, Tilt અને Telescopic Steering અને પ્રીમિયમ ફિનિશ માટે હાયડ્રો ગ્લાસ એસેન્ટ આપવામાં આવ્યા છે.

2026 MG Hector : ફીચર્સ

ફીચર્સ ટેકનોલોજીના મામલે નવી 2026 MG Hector સેગમેન્ટ લીડર બનેલી છે. તેમા 14 ઇંચની એચડી પોટ્રેટ ટચસ્ક્રીન આવે છે, જે હવે Smart Boost Technology સાથે અને વધુ ફાસ્ટ અને સ્મૂધ થઇ ગઇ છે. ખાસ વાત એ છે કે, તેમા સેગમેન્ટ ફર્સ્ટ i SWIPE Touch Gesture Control આપવામાં આવ્યું છે, જેનાથી યૂઝર મલ્ટી ફિંગર જેસ્ચર વડે એસી, મ્યૂઝિક અને નેવિગેશન કન્ટ્રોલ કરી શકે છે. આ સાથે જ ડિજિટલ બ્લૂટુથ કી, ADAS, Predictive Maintenance Alerts અને રિમોટ એસી કન્ટ્રોલ જેવા સ્માર્ટ ફીચર્સ પણ આવે છે.

Advertisment

2026 MG Hector : સેફ્ટી ફીચર્સ

સેફ્ટી સિક્યોરિટી ફીચર્સ માટે ઓલ ન્યૂ એમજી હેક્ટરમાં 360 ડિગ્રી એચડી કેમેરા, ABS, EBD, ESP, TCS, Hill Hold Control અને Brake Assist જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. પાવર માટે તેમા 1.5 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન આવે છે, જે 143 PS પાવર અને 250 Nm ટોર્ક જનરેટ કરે છે. ડીઝલ વેરિયન્ટને 2026માં લોન્ચ કરવામાં આવશે.

કંપની MG SHIELD પ્રોગ્રામ હેઠળ 3+3+3 પેકેજ આપી રહી છે, જેમા અનલિમિટેડ કિલોમીટર વોરંટી, રોડસાઇડ આસિસ્ટન્ટ અને લેબર ફ્રી સર્વિસ સામેલ છે. આ સાથે જ કસ્ટમરને 100 ટકા ઓન રોડ પ્રાઇસ ફન્ડિંગનો વિકલ્પ આપી રહી છે.

2026 MG Hector Price : એમજી હેક્ટર કિંમત

નવી એમજી હેક્ટર 5 સીટર અને 7 સીટર વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. 5 સીટર એમજી હેક્ટરમાં 1.5 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે મેન્યુઅલ અને સીવીટી ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ આપે છે. પેટ્રોલ મેન્યુઅલ વેરિયન્ટની કિંમત એક્સ શો રૂમ 11.99 લાખ રૂપિયાથી શરૂ થઇ 16.79 લાખ રૂપિયા સુધી જાય છે. તો સીવીટી ઓટોમેટિક વર્ઝનની કિંમત 16.29 લાખ રૂપિયાથી શરૂ થઇ 18.99 લાખ રૂપિયા સુધી જાય છે.

તો 7 સીટર એમજી હેક્ટરમાં પેટ્રોલ મેન્યુઅલ વેરિયન્ટ 17.29 લાખ રૂપિયામાં ઉપલબ્ધ છે. જ્યારે સીવીટી ઓટોમેટિક વર્ઝનની કિંમત એક્સ શો રૂમ 18.59 લાખ થી 19.49 લાખ રૂપિયા સુધી છે.

Auto news બિઝનેસ