/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/MG-Windsor-EV-vs-Mahindra-XUV400-Pro-Vs-Tata-Nexon-EV.jpg)
MG Windsor EV vs Mahindra XUV400 Pro Vs Tata Nexon EV: એમજી વિન્ડસર ઇવી, મહિન્દ્રા એક્સયુવી400 પ્રો અને ટાટા નેક્સન ઇવીની કિંમત, બેટરી, એન્જિન સ્પીડની વિગત. (Photo: Social Media)
MG Windsor EV vs Mahindra XUV400 Pro Vs Tata Nexon EV: ઇલેક્ટ્રિક કાર ભારતમાં લોકપ્રિય છે. તાજેતરમાં એમજી વિન્ડસર ઇવી ભારતમાં લોન્ચ થઇ છે. ભારતમાં ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં એમજી વિન્ડસર ઇવીની ટાટા નેક્સન ઇવી અને મહિન્દ્રા એક્સયુવી400 ઇવી સાથે સીધી સ્પર્ધા છે. જો તમે એમજી વિન્ડસર ઇવી, ટાટા નેક્સન અને મહિન્દ્રા એક્સયુવી400 પ્રો માંથી કઇ બેસ્ટ છે તે વિશે મૂંઝવણી અનુભવી રહ્યા છે, તો અહીં ત્રણેય ઇલેક્ટ્રિક કારની કિંમત, બેટરી, એન્જિન સ્પીડ અને સેફ્ટી ફીચર્સ સહિત તમામ વિગત આપવામાં આવી છે. જે તમને કઇ ઇલેક્ટ્રિક કાર ખરીદવી તે નક્કી કરવામાં મદદ કરશે.
MG Windsor EV vs Mahindra XUV400 Pro Vs Tata Nexon EV: એમજી વિન્ડસર vs ટાટા નેક્સન ઇવી vs મહિન્દ્રા એક્સયુવી400 પ્રો
એમજી વિન્ડસર ઇલેક્ટ્રિક કાર (MG Windsor EV) ની બેટરી સાથેની કિંમત 13.50 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને ટોપ વેરિઅન્ટ રૂ. 15.50 લાખ (એક્સ-શોરૂમ)ની કિંમતે ખરીદી શકાય છે. ભારતીય બજારમાં એમજી વિન્ડસર ઇલેક્ટ્રિક કાર 3 વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છે - એક્સાઇટ, એક્સક્લુઝિવ અને એસેન્સ . તેમાં 38 kWh ક્ષમતાની બેટરી છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/MG-Windsor-EV-Launched.jpg)
એમજી વિન્ડસર ઇલેક્ટ્રિક કાર સિંગલ ચાર્જ પર 331 કિમી (ARAI) રેન્જ આપવામાં સક્ષમ છે. તેમાં 4 ડ્રાઈવ મોડ્સ છે - Eco, Eco+, નોર્મલ અને સ્પોર્ટ. ચાર્જિંગ માટે ઘણા વિકલ્પો આપવામાં આવ્યા છે. 3.3 kW સપોર્ટ સાથે બેટરીને 0 થી 100 ટકા સુધી ચાર્જ કરવામાં 13.8 કલાક અને 7.4 kW સપોર્ટ સાથે 6 કલાક 50 મિનિટ લાગે છે. 50 kW ના સપોર્ટ સાથે, બેટરીને 0 થી 80 ટકા સુધી ચાર્જ કરવામાં 55 મિનિટનો સમય લાગે છે. આ ઉપરાંત, વિન્ડસર ઇલેક્ટ્રિક કારમાં ઇન્સ્ટોલ કરેલી બેટરીને ચાર્જ કરવા માટે 45 kW સુધીના DC ફાસ્ટ ચાર્જર માટે પણ સપોર્ટ છે .
મહિન્દ્રા એક્સયુવી400 પ્રો (Mahindra XUV400 Pro)ને બે વેરિઅન્ટ EC અને EL વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યા છે. તેમા અનુક્રમે 34.5kWh અને 39.4kWh ક્ષમતાની બેટરી છે. મહિન્દ્રા XUV400 Proનું EC વેરિઅન્ટ સિંગલ ચાર્જ પર 375 કિમીની રેન્જ આપે છે જ્યારે તેનું EL વેરિઅન્ટ એક સંપૂર્ણ ચાર્જ પર 456 કિમીની ડ્રાઇવિંગ રેન્જ આપવાનો દાવો કરે છે. બંને ટ્રિમ એક જ મોટર સાથે આવે છે જે 148 bhp પાવર અને 310 Nm ટોર્ક જનરેટ કરે છે. પરફોર્મન્સ વિશે વાત કરીએ તો, ફેસલિફ્ટેડ મહિન્દ્રા XUV400 માત્ર 8.3 સેકન્ડમાં 0 થી 100 kmphની ઝડપે ઝડપે છે.
ટાટા નેક્સન ઇવી (Tata Nexon ev) બે ડેરિવેટિવ્ઝ - મિડિયમ-રેન્જ (MR) અને લોંગ-રેન્જ (LR)માં ઉપલબ્ધ છે. પ્રથમ વેરિઅન્ટમાં 30.2 kWh ક્ષમતાની બેટરી છે, જ્યારે બીજા વેરિઅન્ટમાં 40.5 kWh ક્ષમતાની બેટરી છે. 40.5kWh બેટરી પેક 143 bhp ની મહત્તમ પાવર અને 215 Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે, જ્યારે 30.2kWh બેટરી પેક 127 bhp પાવર અને 215 Nm નો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/tata-nexon-icng.jpg)
ટાટા નેક્સન ઇવી (Tata Nexon EV) જનરેશન 2 પરમેનન્ટ મેગ્નેટ સિંક્રનસ મોટર સાથે આવે છે. આ મોટર હલકી પણ પાવરફુલ છે. ટાટા નેક્સન ઇવીનું મીડિયમ રેન્જ વેરિઅન્ટ એક જ ચાર્જ પર 325 કિમીની ડ્રાઈવિંગ રેન્જ આપવાનો દાવો કરે છે જ્યારે લાંબી રેન્જ વેરિઅન્ટ સિંગલ ચાર્જ પર 465 કિમીની ડ્રાઈવિંગ રેન્જ આપવામાં સક્ષમ છે. પરફોર્મન્સ વિશે વાત કરીએ તો Nexon EV માત્ર 8.9 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. તેને મહત્તમ 150 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકાય છે. આ મહિન્દ્રા XUV400 Pro કરતા 0.6 સેકન્ડ ધીમી છે.
MG Windsor EV vs Mahindra XUV400 Pro Vs Tata Nexon EV: કિંમત
એમજી વિન્ડસર ઇવી એક્સાઇટની કિંમત (MG Windsor EV Excite Price) 1349800 રૂપિયા છે. તેના એક્સક્લુઝિવ (MG Windsor EV Exclusive) વેરિઅન્ટની કિંમત 1449800 રૂપિયા છે અને Essence (MG Windsor EV Essence) વેરિયન્ટની કિંમત 1549800 રૂપિયા છે. આ તમામ એક્સ-શોરૂમ કિંમત છે. MG Windsor EVનું બુકિંગ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં શરૂ થશે અને તેની ડિલિવરી પણ બીજા સપ્તાહથી શરૂ થશે.
આ પણ વાંચો | પીએમ ઇ ડ્રાઇવ યોજના હેઠળ ક્યા ઇલેક્ટ્રિક વાહન ખરીદવા પર સબસિડી મળશે, જુઓ સંપૂર્ણ યાદી
બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ નવી મહિન્દ્રા એક્સયુવી400 પ્રો (Mahindra XUV400 Pro) બેટરી ક્ષમતાના આધારે ત્રણ વિકલ્પોમાં ઉપલબ્ધ છે - EC Pro (34.5 kWh), EL Pro (34.5 kWh) અને EL Pro (39.5 kWh). તેમની કિંમત રૂ. 15.49 લાખથી રૂ. 19.19 લાખ (એક્સ-શોરૂમ) વચ્ચે છે. તો ટાટા નેક્સન ઇવી (Tata Nexon EV) 6 વિકલ્પમાં ઉપલબ્ધ છે - ક્રિએટિવ પ્લસ, ફિયરલેસ, ફિયરલેસ પ્લસ, ફિયરલેસ પ્લસ એસ, એમ્પાવર્ડ અને એમ્પાવર્ડ પ્લસ. ટાટા નેક્સન ઇવીની કિંમત રૂ. 12.49 લાખથી રૂ. 16.29 લાખ (એક્સ-શોરૂમ) વચ્ચે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us