Microsoft Copilot+ PCs: માઇક્રોસોફ્ટ દ્વારા AI ફીચર્સ સાથે Copilot+ લેપટોપ લોન્ચ, મેકબુક એર M3 કરતા 58 ટકા ફાસ્ટ

Microsoft Surface Pro, Surface Laptop Price: માઇક્રોસોફ્ટ Copilot+ લેપટોપ લોન્ચ થયું છે. કંપનીએ આ નવું લેપટોપ એઆઈ ફીચર્સથી સજ્જ હોવાનો દાવો કર્યો છે. તેમા ક્વોલકોમનો સ્નેપડ્રેગન એક્સ સિરીઝ ચિપસેટ છે.

Written by Ajay Saroya
Updated : May 22, 2024 19:13 IST
Microsoft Copilot+ PCs: માઇક્રોસોફ્ટ દ્વારા AI ફીચર્સ સાથે Copilot+ લેપટોપ લોન્ચ, મેકબુક એર M3 કરતા 58 ટકા ફાસ્ટ
Microsoft Copilot Plus PC: માઇક્રોસોફ્ટ Copilot Plus લોન્ચ થયું છે. (Photo - @surface)

Microsoft Copilot Plus AI PCs in Gujarati: માઇક્રોસોફ્ટ દ્વારા સરફેસ અને વિન્ડોઝ એઆઇ ઇવેન્ટમાં નવા લેપટોપ લોન્ચ કરવામાં આવ્યા છે. Surface Pro (11th edition) અને Surface Laptop (7th edition) કંપનીની નવી સિસ્ટમ છે. આ નવા લેપટોપને કંપનીના પ્રથમ Copilot+ PCs સાથે રજૂ કરવામાં આવ્યા છે. આ સિસ્ટમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ફીચર્સ છે. માઇક્રોસોફ્ટના આ નવા લેપટોપમાં ક્વોલકોમનો સ્નેપડ્રેગન એક્સ સિરીઝ ચિપસેટ આપવામાં આવી છે.

માઇક્રોસોફ્ટ સરફેસ પ્રો, સરફેસ લેપટોપ કિંમત (Microsoft Surface Pro, Surface Laptop Price)

માઇક્રોસોફ્ટ સરફેસ પ્રોના 16 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિઅન્ટ, જે એલસીડી ડિસ્પ્લે સાથે આવે છે, તેની કિંમત 999 ડોલર (લગભગ 83,000 રૂપિયા) છે. આ વેરિઅન્ટ ક્વાલકોમ સ્નેપડ્રેગન એક્સ પ્લસ ચિપસેટથી સંચાલિત છે. તો 13.8 ઇંચની ડિસ્પ્લે, સ્નેપડ્રેગન એક્સ પ્લસ ચિપસેટ વાળા માઇક્રોસોફ્ટ સરફેસ લેપટોપની કિંમત 999 ડોલર (લગભગ 83,000 રૂપિયા) થી શરૂ થાય છે. આ વેરિએન્ટમાં 16 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. આ બંને ડિવાઇસને બ્લેક, ડ્યુન, પ્લેટિનમ અને નીલમ કલરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

આ બંને સરફેસ ડિવાઇસનું વેચાણ 18 જૂનથી શરૂ થશે. રસ ધરાવતા લોકો માઇક્રોસોફ્ટની વેબસાઇટ પર જઇને આ લેપટોપનું પ્રી-ઓર્ડર બુકિંગ કરાવી શકે છે.

Microsoft Copilot Plus PC Laptop | Microsoft surface pro Laptop Price | Microsoft surface Laptop | Microsoft AI powered PCs
Microsoft Surface Pro Laptop: માઇક્રોસોફ્ટ સરફ્રેસ પ્રો લેપટોપ એફઆઈ ફીચર્સથી સજ્જ છે. (Photo – @surface)

માઇક્રોસોફ્ટ સરફેસ પ્રો, સરફેસ લેપટોપ સ્પેસિફિકેશન્સ (Microsoft AI-Powered PCs Specifications)

માઇક્રોસોફ્ટ સરફેસ પ્રો (11મી એડિશન) એક 2 ઇન 1 પીસી છે, જેમાં 13 ઇંચની ડિસ્પ્લે આવે છે. યુઝર્સને એલસીડી અને OLED સ્ક્રીનનો વિકલ્પ મળે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. આ ડિવાઇસમાં સ્નેપડ્રેગન એક્સ પ્લસ અને એલીટ ચિપસેટ્સ મળે છે. કંપનીનો દાવો છે કે, પાછલી જનરેશનના સરફેસ પ્રો ની તુલનામાં નવા લેપટોપ 90 ટકા ફાસ્ટ છે. આ ડિવાઇસમાં Qualcomm Hexagon NPU છે, જે પ્રતિ સેકન્ડ (ટોપ્સ) 40 ટ્રિલિયન ઓપરેશન્સ કરવા સક્ષમ છે. સરફેસ પ્રો લેપટોપમાં 32 જીબી રેમ અને 1 ટીબી Gen 4 SSD ઇનબિલ્ટ સ્ટોરેજ મળે છે.

વીડિયો અને ઓડિયો કોલિંગ માટે પણ સરફેસ પ્રોમાં 114 degree ultrawide 1440p સેન્સર સાથે ફ્રન્ટ-ફેસિંગ વેબકેમ આપવામાં આવ્યું છે. માઇક્રોસોફ્ટના આ વેબકેમને એઆઇ-સંચાલિત વિન્ડોઝ સ્ટુડિયો ઇફેક્ટ્સ આપવામાં આવી છે. સ્પેસબારની નજીક એક અલગ કો-પાઇલટ બટન છે. સરફેસ પ્રોમાં એક ફ્લેક્સ કીબોર્ડ છે જે ઉપકરણથી અલગ કરી શકાય છે. લેપટોપમાં 165 ડિગ્રી હિંજ કિકસ્ટેન્ડ, કસ્ટમાઇઝેબલ હેપ્ટિક ટચપેડ અને ઇન્ટિગ્રેટેડ પેન સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ લેપટોપ 65W સુધી ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

આ પણ વાંચો | Realme GT 6T ભારતમાં સ્નેપડ્રેગન 7+ Gen 3 પ્રોસેસર સાથે લોન્ચ થનાર પ્રથમ સ્માર્ટફોન, 50MP કેમેરા, જાણો કિંમત અને ફીચર્સ

નવા સરફેસ લેપટોપ (7મી એડિશન)ની વાત કરીએ તો તેમાં 13.5 ઇંચ અને 15 ઇંચની સ્ક્રીનવાળા બે વેરિએન્ટમાં આવે છે. બંને વેરિઅન્ટમાં આઈપીએસ એલસીડી પેનલ મળે છે જે ટચ સપોર્ટ અને કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 સાથે આવે છે. ડિસ્પ્લે 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ, એચડીઆર સપોર્ટ અને ડોલ્બી વિઝન આઇક્યુ સાથે આવે છે. સરફેસ પ્રોની જેમ સરફેસ લેપટોપમાં સ્નેપડ્રેગન એક્સ પ્લસ અને એલિટ ચિપસેટનો ઓપ્શન આપવામાં આવ્યો છે. આ બંને લેપટોપમાં 64 જીબી સુધી સ્ટોરેજ અને 1 ટીબી જનરલ 4 એસએસડી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. જેમાં નવા એનપીયુનો સમાવેશ થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ