Mango : દુનિયાની સૌથી મોંઘી કેરી, 1 કિલોની કિંમત 3 લાખ રૂપિયા, જાણો શું છે ખાસિયત

World Most Expensive Miyazaki Mango: મિયાઝાકી કેરી દુનિયાની સૌથી મોંઘી છે. ભારતના કર્ણાટકમાં જોસેફ લેબો નામનો ખેડૂત મિયાઝાકી કેરીની ખેતી કરી લાખોની કમાણી કરી રહ્યો છે. ચાલો જાણીયે મિયાઝાકી કેરી આટલી મોંઘી કેમ છે

Written by Ajay Saroya
March 24, 2025 12:49 IST
Mango : દુનિયાની સૌથી મોંઘી કેરી, 1 કિલોની કિંમત 3 લાખ રૂપિયા, જાણો શું છે ખાસિયત
Miyazaki World Most Expensive Mango: મિયાઝાકી કેરી દુનિયાની સૌથી મોંઘી કેરી છે. (Photo: Social Media)

Miyazaki World Most Expensive Mango: ફળોના રાજા કેરીની સીઝન શરૂ થઇ ગઇ છે. ભારતના વિવિધ રાજ્યો અને દુનિયામાં અલગ અલગ જાતની કેરીઓ વેચાય છે. તેમા ગુજરાતની કેસર કેરી દુનિયાભરમાં પ્રખ્યાત છે. કેરીના સ્વાદ અને કદ મુજબ તેની કિંમત નક્કી થાય છે. કેરીની એક જાત એવી છે જેની કિંમત સાંભળીને તમારા હોંશ ઉડી જશે. જી હા, આ વેરાયટીની 1 કિલો કેરીની કિંમત બુલેટ બાઇક કરતા પણ વધારે છે. સૌથી ખાસ વાત એ છે કે, આ વિદેશી કેરી ભારતમાં એક ખેડૂતે ઉગાડી પણ છે.

World Most Expensive Mango Miyazaki : દુનિયાની સૌથી મોંઘી કેરી મિયાઝાકી કેરી

મિયાઝાકી કેરી દુનિયાની સૌથી મોંઘી કેરી છે. મિયાઝાકી કેરી મૂળ જાપાનમાં ઉગે છે. જો કે હાલ દુનિયાના ઘણા દેશોમાં મિયાઝાકી કેરીની ખેતી થાય છે.

joseph Lobo Grown Miyazaki Mango : જોસેફ લેબોએ મિયાઝાકી કેરી ઉગાડી

ભારતમાં પણ એક ખેડૂતે મિયાઝાકી કેરીની ખેતી કરી છે. કર્ણટાકના ઉડ્ડપી જિલ્લામાં એક ખેડૂતે મિયાઝાકી કેરી ઉગાડતા લાઇમલાઇટમાં છે. મિયાઝાકી કેરી ઉગાડનાર ખેડૂતનું નામ છે જોસેફ બોલો, અને તે ઉડ્ડપીના શંકરપુરમાં રહે છે. જોસેફ લોબે પોતાના ઘરના ધાબા પર જાપાનની દુર્લભ વેરાયટીની મિયાઝાકી કેરી ઉગાડવામાં સફળ થયો છે. મિયાઝાકી કેરી બજારમાં વેચાતા સામાન્ય કેરી કરતા બહુ ખાસ છે. મિયાઝાકી કેરી તેના ખાસ સ્વાદ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે.

જોસેફ લોબે ભારતને એવો પ્રથમ ખેડૂત છે, જે પોતાના ધાબા પર એર પોટેટો સહિત 350 થી વધુ પ્રકારના શાકભાજી અને ફળ ઉગાડે છે. તેણે પોતાના ઘરના 1200 ચોરસ ફુટના ધાબા પર મિયાઝાકી કેરી ઉગાડી છે.

જોસેફ લોબે વર્ષ 2023માં પહેલીવાર મિયાઝાકી કેરી ઉગાડી, જો કે ખરાબ હવામાનના કારણે પાક ખરાબ થઇ ગયો હતો. જો કે હાર્યા વગર તેણે સખત મહેનત કરી અને મિયાઝાકી કેરી ઉગાડવામાં સફળ થયો હતો.

Miyazaki Price : 1 કિલો મિયાઝાકી કેરીની કિંમત બુલેટ બાઇક જેટલી

મિયાઝાકી કેરી દુનિયાની સૌથી મોંઘી કેરી છે. 1 કિલો મિયાઝાકી કેરીની કિંમત એટલી વધારે છે કે તેટલા રૂપિયામાં બુલેટ બાઇક ખરીદી શકાય. 1 કિલો મિયાઝાકી કેરીની કિંમત 3 લાખ રૂપિયા છે.

Miyazaki Significant : મિયાઝાકી કેરીની શું ખાસિયત છે?

જાપાની વેરાયટીની મિયાઝાકી કેરી તેના સ્વાદ અને સ્વાસ્થ્ય ફાયદાના કારણે મોંઘી છે. એક મિયાઝાકી કેરીનું વજન 350 ગ્રામની આસપાસ હોય છે. આ કેરીમાં સુગરનું પ્રમાણ બહું વધારે હોય છે. તેમા ભરપૂર પ્રમણમાં એન્ટિઓક્સિડેન્ટ, બીટા કેરોટીન અને ફોલિક એસિડ હોય છે. આ તમામ પોષક તત્વો આંખ માટે લાભદાયી છે. જાપાનની સ્થાનિક ભાષામાં મિયાઝાકી કેરી ‘તોઇયો નો તમાગો’ નામે ઓળખાય છે.

મિયાઝાકી કેરી પાકે ત્યારે જાંબલી માંથી લાલ રંગની થઇ જાય છે અને આકારમાં ડાયનોસરના ઇંડા જેવી લાગે છે. આખાર અને ફ્લેમિંગ રેડ કલરના લીધે મિયાઝાકી કેરીને એગ ઓફ સનશાઇન (Eggs Of Sunshine) પણ કહેવામાં આવે છે. આ વેરાયટીની કેરીની ખેતી માટે વધારે વરસાદ, ગરમ હવામાન અને લાંબા સમય સુધી સૂર્યપ્રકાશની જરૂર પડે છે. તમને જણાવી દઇયે કે, મિયાઝાકી શહેર જાપાનના દક્ષિણ વિસ્તારમાં આવેલો છે અને તે ગરમી અને સૂર્યપ્રકાશ વાળા હવામાન માટે પ્રખ્યાત છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ