/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Essential-Mobile-Satety-Tips-in-Monsoon.jpg)
Mobile Safety Tips in Monsoon : ચોમાસામાં સ્માર્ટફોનની સંભાળ રાખવાની ટિપ્સ
Monsoon Mobile Protection Tips: ગુજરાત સહિત આખા ભારતમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી પોતાને બચાવવાની સાથે સાથે તમારા ગેજેટ્સને પણ પાણીથી સુરક્ષિત રાખવા જરૂરી છે. ઘણી વખત સ્માર્ટફોન વરસાદમાં ભીનો થઈ જાય છે અને રિસ્પોન્સ પણ કરતો નથી. આવા સંજોગોમાં તમે પરેશાન થઇ જાવ છો. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે જો સંપૂર્ણ સેફ્ટી બાદ પણ તમારો ફોન પલળી થઈ જાય તો શું કરવું? વરસાદમાં ફોન પલળી જાય તો ચિંતા ન કરશો. અમે તમને એવી કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ. જેની મદદથી તમે તમારા ફોનને ઠીક કરી શકો છો.
તાત્કાલિક સ્વીચ ઓફ કરી દો
ફોન ચાલુ હોય તો તરત જ બંધ કરી દો. ચાલુ ફોનને ચાર્જિંગમાં લગાવવવાથી આવનાર કરંટના કારણે સર્કિટને નુકસાન થઇ શકે છે.
સિમ, મેમરી કાર્ડ અને કવર કાઢી લો
સ્માર્ટફોનમાં રહેલી તમામ એસેસરીઝને બહાર કાઢી લો. સિમ, મેમરી કાર્ડ અને કવરને દૂર કરીને અલગ કરો. હવે મોટાભાગના ફોનમાં ઇનબિલ્ટ બેટરી હોય છે જે બહાર નીકળતી નથી. જો તમારા ફોનની બેટરી બહાર નીકળે તેવી છે તો તે કાઢી લો.
ટિશ્યુ અથવા સુતરાઉ કાપડ વડે સૂકવો
ફોનની બહારથી પાણીને સંપૂર્ણપણે સાફ કરી લો. ટિશ્યુ અથવા સુતરાઉ કાપડ વડે ફોનના પોર્ટ્સ, કિનારા, બેક પેનલ અને ડિસ્પ્લેને સારી રીતે સાફ કરો. હલનચલન ન થાય તેની તકેદારી રાખો - નહીંતર પાણી અંદર ઘૂસી શકે છે.
ફોનને ચોખા કે સિલિકા જેલમાં મૂકો
ફોનને એરટાઇટ કન્ટેનરમાં અથવા પોલિથીન બેગમાં કાચા ચોખા કે સિલિકા જેલ પેક સાથે રાખો. જેથી ફોનમાં રહેલું પાણી શોષાઈ જાય છે. ઓછામાં ઓછા 24 થી 48 કલાક માટે છોડી દો.
આ પણ વાંચો - સેમસંગે ગેલેક્સી ઝેડ ફોલ્ડ 7, ફ્લિપ 7 અને ફ્લિપ 7 FE ફોન લોન્ચ કર્યા, જાણો કિંમત અને ફિચર્સ
ડ્રાયર કે ઓવનનો ઉપયોગ ન કરો
ઘણી વખત લોકો ફોનનું પાણી સુકવવા માટે ડ્રાયર અથવા ઓવનનો ઉપયોગ કરે છે. પણ એવું ન કરો. વધુ પડતી ગરમ હવા ફોનની સર્કિટ અને સ્ક્રીનને નુકસાન પહોંચાડી શકે છે.
48 કલાક પછી ચાલુ કરીને જુઓ
જ્યારે તમને લાગે કે ફોન પુરી રીતે સુકાઇ ગયો છે, ત્યારે જ તેને ચાલુ કરો. જો તે ચાલુ ન થાય તો તેને સર્વિસ સેન્ટર પર લઈ જાઓ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us