મોદી સરકારે મોઘવારની માર વચ્ચે મોટી રહાત આપી છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં સરકારે કાપ મૂક્યો છે. 19 કિલોના કોમર્શિલય એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 91.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ભાવ ઘટાડા બાદ હવે દિલ્હીમાં 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 2028 રૂપિયા થશે. જ્યારે ઘરેલુ રસોઇ ગેસની કિંમતોમાં કોઇ ફેરફાર કર્યો નથી.
દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતો હવે ₹2028 થઇ ગઇ છે. કોલકત્તામાં કિંમત ₹2131, મુંબઇમાં કિંમત ₹1980 અને ચેન્નઇમાં કિંમત ₹ 2192,50 થઇ છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયા બાદ વેપારીઓને સરકારે મોટી રાહત આપી છે.
14.2 કિલો ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ ગત મહિનાની જેમ જ છે. ગત મહિને કેન્દ્ર સરકારે રસોઇ ગેસની કિંમતોમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. સરકારે માર્ચમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 350 રૂપિયાનો વધારો કર્યો હતો. હવે શનિવારે 92 રૂપિયાનો ઘટાડો કર્યો છે.
ઘરેલું એલપીજી સિલિન્ડરની વિપરીત કોમર્શિયલ ગેસના દરોમાં ઉતાર ચઢાવ થતો રહે છે. એપ્રિલ 2022ના દિવસે દિલ્હીમાં 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 2253 રૂપિયા મળી રહ્યો હતો. અને આજ તેની કિંમત 2028 રૂપિયા સુધી આવી ગઈ છે. ગત એક વર્ષમાં માત્ર દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 225 રૂપિયાની કમી આવી છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓને ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડર પર સબ્સિડી આપવાની જાહેરાત કરી ચુકી છે. ગત મિને સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે ઉજ્જવલા યોજનાના 9.59 કરોડ લાભાર્થીઓ પ્રત્યે 14.2 કિલોગ્રામ એલપીજી ગેસ સિલિન્ડર 200 રૂપિયાની સબ્સિડી મળશે. કેન્દ્ર સરકારે રિફિલની સીમા વર્ષમાં 12 સુધી નક્કી કરી છે.