વરસાદની સિઝનમાં કારના વિન્ડશીલ્ડ પર જામી જાય છે ઝાકળ, આ રીતે ફટાફટ ક્લીન કરો કાચ

Monsoon Tips : આ સિઝનમાં કારના વિન્ડશિલ્ડ અને ડોર ગ્લાસ પર ઝાકળ જોવા મળે છે. આવી સ્થિતિમા કાર ચલાવવામાં સમસ્યા આવે છે. આ ઝાકળને દૂર કરવાના કેટલાક સરળ ઉપાય છે. તમને આ ઉપાયો જણાવી રહ્યા છીએ

Monsoon Tips : આ સિઝનમાં કારના વિન્ડશિલ્ડ અને ડોર ગ્લાસ પર ઝાકળ જોવા મળે છે. આવી સ્થિતિમા કાર ચલાવવામાં સમસ્યા આવે છે. આ ઝાકળને દૂર કરવાના કેટલાક સરળ ઉપાય છે. તમને આ ઉપાયો જણાવી રહ્યા છીએ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
steam on car windshield, car windshield

વરસાદની સિઝનમાં કારના વિન્ડશિલ્ડ અને ડોર ગ્લાસ પર ઝાકળ જોવા મળે છે. જેનાથી કાર ચલાવવામાં પરેશાની થાય છે (તસવીર - ફ્રીપિક)

How to Remove Steam On Car Windshield : વરસાદની સિઝન શરુ થઇ ગઇ છે. વરસાદમાં કાર ઘણી કામમાં આવે છે. જોકે કાર ડ્રાઇવિંગને લગતી સમસ્યા પણ ઘણી છે. આ સિઝનમાં કારના વિન્ડશિલ્ડ અને ડોર ગ્લાસ પર ઝાકળ જોવા મળે છે. જો તે વિન્ડશિલ્ડની બહારની તરફ હોય તો વાઇપરની મદદથી તેને સાફ કરી શકાય છે, પરંતુ કેટલીક વાર તે અંદરની તરફ પણ આવવા લાગે છે, જેને આપણે વારંવાર કપડાથી સાફ કરવું પડે છે.

Advertisment

આવી સ્થિતિમાં કાર ચલાવવામાં સમસ્યા આવે છે. એટલું જ નહીં અકસ્માત થવાનો પણ ખતરો રહે છે. જોકે આ ઝાકળને દૂર કરવાના કેટલાક સરળ ઉપાય છે. તમને આ ઉપાયો જણાવી રહ્યા છીએ.

AC નું ટેમ્પરેચર

કાચ પર વરાળ ત્યારે આવી જાય છે જ્યારે વાતાવરણમાં ભેજ હોય અને કેબિનનું તાપમાન બહારના તાપમાન સાથે સેટ થતું ના હોય. તમે સર્ચ કરી બહારનું તાપમાન જોઈ શકો છો. તે મુજબ તમે કેબિનનું તાપમાન 2 ડિગ્રી સુધી ઘટાડીને સ્ટીમ દૂર કરી શકો છો. જો બહારનું તાપમાન 22 ડિગ્રી હોય તો કેબિનમાં તાપમાન 20 ડિગ્રી રાખો.

ડેમિસ્ટર મોડ

તમામ કારમાં વિન્ડશિલ્ડને અડીને વેન્ટ્સ આપવામાં આવ્યા છે. તમારામાંથી ઘણાને આ વાતની જાણ હશે, પરંતુ જે લોકો નથી જાણતા તેમને કહો કે તમારી કારમાં એચવીસી અથવા ક્લાઇમેટ કંટ્રોલ સિસ્ટમ ચાલુ કરીને આ બટન દબાવવાથી હવા સીધી જ વિન્ડસ્ક્રીન પર પડે છે અને થોડી જ સેકન્ડમાં કાચ પર એકઠો થયેલો ઝાકળ ગાયબ થવા લાગે છે.

Advertisment

આ પણ વાંચો - Suzuki Alto 2025 મોડલ લોન્ચ, ADAS સેફ્ટી, કિંમત સાત લાખથી ઓછી, જાણો ફિચર્સ

વાઇપર બ્લેડ્સ

એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારી કારના વાઇપર બ્લેડ્સ તીક્ષણ ધાર સાથે યોગ્ય સ્થિતિમાં હોય અને વિન્ડસ્ક્રીનને વધુ સારી રીતે સાફ કરી શકે. તે માત્ર તમને વરસાદમાં સ્પષ્ટ દૃશ્ય જોવામાં જ મદદ કરતું નથી તે તમારી વિન્ડસ્ક્રીનને ધૂળ અને ધુમ્મસ સાફ રાખવામાં પણ મદદ કરે છે.

Auto news ટેકનોલોજી ચોમાસું વરસાદ