scorecardresearch

મોસ્કોનો RBI સામે પ્રસ્તાવ, ભારતમાં રશિયન નાણાકિય ફર્મ સ્થાપો, નહીં કરવો પડે પ્રતિબંધોનો સામનો

Reserve Bank of India and Bank of Russia : બેન્ક ઓફ રશિયાના પ્રથમ ડેપ્યુટી ગવર્નર વ્લાદિમીર ચિસ્ત્યુખિનએ પોતાના આરબીઆઇ સમકક્ષ ડેપ્યુટી ગવર્નર ટી રવી શંકરને એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

Reserve Bank of India
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ફાઇલ તસવીર

Ritu Sarin : ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બે ભારતીય બેન્કોમાં નો વોસ્ટ્રો ખાતા ખોલવાની મંજૂરી આપ્યાના બે મહિના બાદ રશિયાની સાથે રૂપિયામાં વિદેશી વેપારની સુવિધા માટે મોસ્કોએ પ્રગતિની કમી પર ચિંતા વ્યક્ત કરી છે. નાણાકીય સહકારને વધુ ગાઢ બનાવવા માટે આમૂલ નવી પહેલો પ્રસ્તાવિત કરી.

સૌથી મહત્વપૂર્ણ રૂપથી આ રશિયન સ્વામિત્વવાળા ભારત-આધારિત નાણાંકિય સંસ્થાનની સ્થાપનાનું પ્રસ્તાવ આપ્યો છે. જે ત્રીજા પક્ષના પ્રતિબંધોને અધિન નહીં હોય. એક ભારત આધારિત વિશેષ નાણાકીય ટેક્નોલોજી કંપની જે ભારતીય ક્રેડિટ સંસ્થાનોને બેન્ક ઓફ રશિયાની નાણકિય સંદેશ પ્રણાલીનો (SPFS)ઉપોયગ કરવા માટે સક્ષમ બનાવશે. રશિયન નાણાકીય સંદેશ પ્રણાલી જેણે SWIFTને બદલી દીધું.

આ પ્રસ્તાવો પાછળ મહિના બેન્ક ઓફ રશિયાના પ્રથમ ડેપ્યુટી ગવર્નર વ્લાદિમીર ચિસ્ત્યુખિનએ પોતાના આરબીઆઇ સમકક્ષ ડેપ્યુટી ગવર્નર ટી રવી શંકરને એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ચિસ્તુખિનના નોટમાં આ પણ ઉલ્લેખ કર્યો છે કે રશિયાના એમટીએસ બેન્ક જે ત્રીજા પક્ષના પ્રતિબંધોને આધીન નથી. આ પ્રકારની પરિયોજનામાં પોતાની સંભાવિત ભાગીદારી ઉપર ચર્ચા કરવા માટે તૈયાર હતી.

આરબીઆઇએ અનુરોધ કર્યો હતો કે તે પોતાના પ્રતિનિધિઓ, બેન્ક ઓફ રશિયા અને એમટીએસ બેન્ક વચ્ચે એક બેઠકની વ્યવસ્થા કરે જ્યાં કાયદા અને નિયામક મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ શકે. ભારતમાં 10-12 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી બેંકિંગ અને ફાઇનાન્સ પર રશિયન-ભારતીય કાર્યકારી જૂથની બેઠકની ચિસ્ત્યુખિનઅધ્યક્ષતા કરશે.

ચિસ્ત્યુખિન કે શંકર ટિપ્પણી માટે ઉપલબ્ધ ન હતા

ચિસ્ત્યુખિને નોંધ્યું હતું કે જૂન 2022 માં નવી દિલ્હીમાં બે કેન્દ્રીય બેંકો વચ્ચેના પરામર્શ દરમિયાન આરબીઆઈએ નોંધ્યું હતું કે તેને ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (આઈબીએ) અને બેંક ઓફ રશિયા વચ્ચે “સીધી” વાટાઘાટોના ઉપયોગ સામે કોઈ વાંધો નથી. ટી SPFS પરંતુ વ્યવહારમાં આવું થયું નથી.

આ પણ વાંચોઃ- Adani Group : અદાણી અંગે સરકારે મૌન તોડ્યું, LICનું એક્સપોઝર ‘સીમા’ની અંદર

હકીકતમાં તેમણે અહેવાલ આપ્યો કે બેંક ઓફ રશિયાના અધિકારીઓએ IBA અધિકારીઓનો “ઘણી વખત” સંપર્ક કર્યો હોવા છતાં “કોઈ પ્રગતિ થઈ નથી”. તેણે લખ્યું કે, બંને પક્ષો વચ્ચે વીડિયો કોન્ફરન્સિંગ પણ નથી થઈ. જ્યારે આ સંદેશાવ્યવહાર વિશે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે, એક રશિયન અધિકારીએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો પરંતુ પુષ્ટિ કરી હતી કે “વિડિયો કોન્ફરન્સિંગ કૉલ ખૂબ જ ટૂંક સમયમાં સુનિશ્ચિત કરવામાં આવશે.”

બેંક ઓફ રશિયાના ડેપ્યુટી ગવર્નર દ્વારા આરબીઆઈને આપેલી અન્ય દરખાસ્તમાં “રશિયન અને ભારતીય ઝડપી ચુકવણી પ્રણાલીના ક્રોસ બોર્ડર એકીકરણ” માટે કહેવામાં આવ્યું છે. આ અંતર્ગત બેન્ક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન NPCI ઈન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (NIPL) નોન-ડિસ્કલોઝર એગ્રીમેન્ટ પર ચર્ચા કરશે જે રશિયાની ફાસ્ટ પેમેન્ટ સર્વિસ (SBP) ને ઈન્ડિયન યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) સાથે એકીકૃત કરશે.

Web Title: Moscows proposal against rbi to set up a russian financial firm in india

Best of Express