/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/js-Most-Affordable-Cars-in-India-with-ADAS.jpg)
ADAS ફિચર્સ વાળી સૌથી સસ્તી કાર જેમાં આકર્ષક ડિઝાઇન સાથે હાઇ-ટેક ફિચર્સ આવે છે.
Most Affordable Car With ADAS Sefty Features in india : ભારતીય ઓટોમોટિવ સેક્ટરમાં તાજેતરના વર્ષોમાં વાહનોની ટેક્નોલોજી અને સેફ્ટી ફિચરમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે, જેમાં ઓટોમોબાઈલ બ્રાન્ડ્સને ગ્લોબલ NCAP તરફથી 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળવાની સાથે સાથે ઓટો મેન્યુફેક્ચર્સ લેટેસ્ટ એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ્સ (ADAS) રજૂ કરીને આ હરિફાઇમાં આગળ વધવાનો પ્રાયસ કરી રહ્યા છે. આ લેખમાં આપણે ADAS ધરાવતી અત્યંત વાજબી કિંમતની તમારા બજેટમાં ખરીદી શકાય તેવી કાર વિશે જાણકારી મેળવીશું
હ્યુન્ડાઇ વેન્યૂ (Hyundai Venue)
હ્યુન્ડાઇએ તાજેતરમાં વેલ્યૂ કારને અપડેટ કરી છે અને તેની મુખ્ય વિશેષતા ADAS સ્યુટ છે. આ એક પ્રકારનું સેફ્ટી ફિચર છે. આ સેફ્ટી ફિચર 1-લિટર ટર્બો પેટ્રોલ અને 1.5-લિટર ડીઝલ બંનેમાં ઉપલબ્ધ છે. જેવી અપેક્ષા હતી તે મુજબ ટોચની ટ્રીમ, SX(O), ADAS સાથે આવે છે. ટર્બો પેટ્રોલનું આઉટપુટ 118bhp અને 172Nm છે. તે બે ટ્રાન્સમિશન સાથે ઉપલબ્ધ છે - 7-સ્પીડ ડ્યુઅલ-ક્લચ ઓટોમેટિક અને 6-સ્પીડ મેન્યુઅલ. બીજી તરફ ડીઝલ 114bhp અને 250Nm પાવર આપે છે અને તે માત્ર 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે.
હોન્ડા એલિવેટ (Honda Elevate)
આ સેગમેન્ટમાં એક નવી એન્ટ્રી કરનાર Honda Elevate, જેની ટક્કર આ સેગમેન્ટમાં મોટી મોટી કાર બ્રાન્ડ સાથે થશે. હોન્ડા એલિવેટ આ સેગમેન્ટમાં સૌથી વધુ સસ્તી મીડિયમ સાઇઝની એસયુવી છે, જે ADAS ટેક્નોલોજી ઓફર કરે છે અથવા જેવું કે જાપાનીઝ કાર નિર્માતા તેને હોન્ડા સેન્સિંગ કહેવાનું પસંદ કરે છે. માત્ર ZX વેરિઅન્ટ જ આ સેફ્ટી ફિચર સાથે આવે છે અને તે બે ટ્રાન્સમિશન ઓપ્શનની સાથે જોડાયેલું છે - એક 6-સ્પીડ મેન્યુઅલ અને એક CVT ઓટોમેટિક. તેમાં 119bhp અને 145Nm પાવર સાથે 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે.
હોન્ડા સિટી (Honda City)
ભારતમાં સૌથી વધુ લોકપ્રિય સેડાન કાર પૈકીની એક છે, જે પોતાની સિબલિંગ એસયુવી એલિવેટની જેમ ADAS ટેક્નોલોજી સાથે આવે છે. સૌથી રસપ્રદ બાબત એ છે કે, એન્ટ્રી-લેવલ વેરિઅન્ટ, એસવી ઉપરાંત બાકીના ત્રણ ટ્રીમ્સ - V, VX અને ZX - બધા ADAS સ્યુટથી સજ્જ છે. ત્રણ વેરિઅન્ટ 6-સ્પીડ મેન્યુઅલ અથવા CVT ઓટોમેટિક સાથે ઉપલબ્ધ છે. સિટી 119bhp અને 145Nm પાવર સાથે ટ્રાયલ અને ટેસ્ટેડ 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે.
હ્યુન્ડાઇ વર્ના (Hyundai Verna)
હ્યુન્ડાઇ વેન્યૂની જેમ, હ્યુન્ડાઇ વર્ના એસએક્સ (ઓ) વેરિયન્ટ પણ 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ અને 1.5-લિટર ટર્બો પેટ્રોલ ઓપ્શન બંનેમાં ADAS સ્યુટ અથવા સ્માર્ટસેન્સ મળે છે. આની પહેલાના પાવરટ્રેનમાં આ ટેક્નોલોજી માત્ર CVT વર્ઝનમાં જ ઉપલબ્ધ હતી. 1.5-લિટર NA 113bhp અને 143.8Nm જ્યારે ટર્બો 157bhp અને 253Nm ટોર્ક આઉટપુટ કરે છે. જ્યારે ટર્બો 7-સ્પીડ ડ્યુઅલ-ક્લચ ઓટોમેટિક અથવા 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવે છે.
એમજી એસ્ટર (MG Astor)
એમજી એવી પહેલી ઓટો મેન્યુફેક્ચર કંપની પૈકીની એક છે જેણે એસ્ટોરની સાથે અત્યંત વાજબી રેન્જમાં એડીએએસ ફંક્શનની રજૂઆત કરી હતી. આ એસયુવી બે વેરિયન્ટ - શાર્ અને સેવી અને માત્ર ઓટોમેટિક વર્ઝન પર તે વધારીના સેફ્ટી ફિચર આપે છે. એમજી એ ખાતરી કરી છે કે, 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ અને 1.3-લિટર ટર્બો બંને તેની સાથે સજ્જ છે. અગાઉ 108bhp અને 144Nm આપે છે અને ત્યાર પછીનું 138bhp અને 220Nm ટોર્ક આઉટપુટ કરે છે.
આ પણ વાંચો | પીએમ નરેન્દ્ર મોદી કઇ કંપનીની કાર વાપરે છે, તેની કિંમત અને કેટલી સુરક્ષિત છે?
કિયા સેલ્ટોસ (Kia Seltos)
2023 કિયા સેલ્ટોસ ફેસલિફ્ટ ADAS સ્યુટ સાથે ચાર વેરિઅન્ટ ઓફર કરે છે. આ કારની કિંમત 19.40 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને ટર્બો પેટ્રોલ અને ડીઝલ બંને વર્ઝનમાં આ સેફ્ટી ફિચર મળે છે. 1.5-લિટર ટર્બો પેટ્રોલમાં 158bhp અને 253Nm પાવર આઉટપુટ છે અને તે 7-સ્પીડ DCT ઓટોમેટિક સાથે જોડાયેલું છે. ડીઝલ 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર સાથે જોડાયેલું છે અને 114bhp અને 250Nm ટોર્ક ઉત્પન્ન કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us