Mother Dairy Milk Price Cheaper : દૂધ, ઘી અને માખણ ખરીદનારા ગ્રાહકો માટે સારા માચાર છે. 22 સપ્ટેમ્બરથી રસોડાનું બજેટ હળવું થવાનું છે. મધર ડેરીએ જાહેરાત કરી છે કે તે ગ્રાહકોને જીએસટીમાં ઘટાડાનો સંપૂર્ણ લાભ કિંમત ઘટાડીને આપશે. એટલે કે હવે દૂધથી લઈ ઘી અને માખણ સુધીની દરેક ડેરી પેદાશ પહેલા કરતા સસ્તી કિંમતે ઉપલબ્ધ થશે. મધર ડેરીએ દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.
તમને જણાવી દઇયે કે, દેશની સૌથી મોટી ડેરી કંપનીઓમાંની એક મધર ડેરી જીએસટી કાપ બાદ 22 સપ્ટેમ્બરથી તેના ગ્રાહકોને આ લાભ આપશે. તમને જણાવી દઇયે કે, જીએસટી કાઉન્સિલે ટ્રેટા પેકમાં યુએચટી દૂધ પરથી 5 ટકા જીએસટી નાબૂદ કર્યો છે. જેના કારણે યુએચટી દૂધની કિંમત પ્રતિ લિટર દીઠ 2 ટકા ઘટી છે.
મધર ડેરી : ડેરી ઉત્પાદનો પર નવા જીએસટી દર
ડેરી પ્રોડક્ટ્સ જુનો GST દર નવો GST દર UHT દૂધ (ટેટ્રા પેક) 5% 0% ચીઝ 5% 0% ઘી 12 ટકા 5 ટકા માખણ 12% 5% ચીઝ 12% 5% મિલ્કશેક 12 ટકા 5 ટકા આઈસ્ક્રીમ 18% 5% 
સફલ – બાગાયતી પેદાશો પર નવા જીએસટી દર
વિગત જુના GST દર નવા GST દર ફ્રોઝન સ્નેક્સ 12% 5% અથાણું 12% 5% પેકેજ્ડ નાળિયેર પાણી 12% 5% ટોમેટો પ્યુરી 12% 5% 
આનો અર્થ એ થયો કે 22 સપ્ટેમ્બરથી દૂધ, ઘી, માખણ, પનીર, આઈસ્ક્રીમ તેમજ નાસ્તા અને જ્યુસ જેવી ડેરી પેદાશો પહેલા કરતા ઓછા ભાવે ઉપલબ્ધ થશે.
પાઉચ મિલ્કની કિંમતમાં કોઇ ફેરફાર નહીં
કંપનીએ સ્પષ્ટતા કરી છ ેકે, પોલી પેક દૂધ જેમ કે, ફુલ ફ્રીમ, ટોન્ડ મિલ્ક અને ગાયનું દૂધ પહેલાથી જ જીએસટી મુક્ત છે. આથી તેની કિંમતમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.





