Moto G Stylus (2025) Launched : મોટોરોલાએ પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન Moto G Stylus (2025) લોન્ચ કર્યો છે. આ ફોનની સૌથી ખાસ ખાસિયત તેમાં આપવામાં આવેલી ઇન-બિલ્ટ સ્ટાયલસ છે. મોટો જી સ્ટાયલસ 2025માં 6.7 ઇંચની મોટી સ્ક્રીન, ઘણા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ફીચર્સ, 50MP કેમેરા અને 5000mAhની મોટી બેટરી આપવામાં આવી છે. જાણો આ મોટોરોલા સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર માહિતી.
મોટો જી સ્ટાયલસ (2025) કિંમત
Moto G Stylus (2025) સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત અમેરિકામાં 399 ડોલરથી શરૂ થાય છે. આ ફોનને 17 એપ્રિલથી એમેઝોન, બેસ્ટબાય અને કંપનીની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેનેડામાં હેન્ડસેટને કંપનીની વેબસાઇટ તેમજ પસંદગીના કેરિયર્સ અને નેશનલ રિટેલર્સ પર 13 મેથી ખરીદી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
મોટો જી સ્ટાયલસ (2025) ફિચર્સ
Moto G Stylus (2025) માં 6.7 ઇંચની ફુલએચડી+ (2,712 x 1,220 પિક્સેલ્સ) પીએલએઇડી સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીનમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ છે અને 3000 નીટ્સ સુધીની પીક બ્રાઇટનેસ છે. આ સ્માર્ટફોનમાં 4nm સ્નેપડ્રેગન 6 જેન 3 ચિપસેટ આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 8જીબી રેમ અને 256જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યું છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે. આ ફોન એન્ડ્રોઇડ 15 પર ચાલે છે.
મોટોરોલાના આ ફોનમાં યુએસ વેરિઅન્ટ માટે ઘણા એઆઇ ફીચર્સ આપવામાં આવ્યા છે. ઇન-બિલ્ટ સ્ટાયલસવાળા આ ફોનથી યુઝર્સ સ્કેચ ટુ ઇમેજ ફીચરનો લાભ લઇ શકે છે. આ ઉપરાંત હેન્ડસેટમાં ગૂગલના સર્કલ ટુ સર્ચ ફીચરનો પણ ઉપયોગ કરી શકાશે.
આ પણ વાંચો – ટાટાનું આ સસ્તુ પોર્ટેબલ એસી ગમે ત્યાં ઉઠાવી લઇ જાવ, જાણો કિંમત અને ફિચર્સ
મોટો જી સ્ટાયલસ (2025)માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ ફોનમાં 50 મેગાપિક્સલનું સોની એલવાયટીઆઈએ એલવાયટી-700સી સેન્સર અને ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઇઝેશન (ઓઆઇએસ) અને મેક્રો ફીચર્સ સાથે 13 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ડિવાઇસમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
ફોનને પાવર આપવા માટે 5000mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 68W (વાયર્ડ) અને 15W (વાયરલેસ) ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં કનેક્ટિવિટી માટે 5જી, ડ્યુઅલ 4જી એલટીઇ, વાઇ-ફાઇ 5, બ્લૂટૂથ 5.4 અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. મોટો જી સ્ટાયલસ (2025) 162.15 × 74.78 × 8.29 મીમી અને તેનું વજન 191 ગ્રામ છે. આ ડિવાઇસ મિલિટરી-ગ્રેડ એમઆઇએલ-એસટીડી-810એચ સર્ટિફિકેશન સાથે આવે છે અને ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ IP68 રેટિંગ આપવામાં આવી છે.