મોટોરોલા એ લોન્ચ કર્યો શાનદાર સ્માર્ટફોન, Moto G Stylus 5G કિંમત અને ફીચર્સ જાણો

Moto G Stylus 5G (2024) Launched: મોટોરોલા મોટો જી સ્ટાઇલ 5જી લોન્ચ થયો છે. મોટોરોલાના શાનદાર 32 એમપી સેલ્ફી કેમેરા, પાવરફુલ બેટરી અને 256 જીબી સ્ટોરેજ ધરાવતા સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ જાણો.

Moto G Stylus 5G (2024) Launched: મોટોરોલા મોટો જી સ્ટાઇલ 5જી લોન્ચ થયો છે. મોટોરોલાના શાનદાર 32 એમપી સેલ્ફી કેમેરા, પાવરફુલ બેટરી અને 256 જીબી સ્ટોરેજ ધરાવતા સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ જાણો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
moto g stylus 5g 2024 | moto g stylus 5g 2024 price | motorola 5g smartphone | motorola 5g mobile

મોટોરોલા કંપનીનો મોટો જી સ્ટાયલર 5જી 2024 સ્માર્ટફોન લોન્ચ થયો છે. (Photo - Social media)

Moto G Stylus 5G (2024) Launched: મોટોરોલા કંપનીનો મોટો જી સ્ટાઇલ 5જી સ્માર્ટફોન થયો છે. આ મોટોરોલાની જી-સિરીઝમાં નવો મિડ-રેન્જ સ્માર્ટફોન છે. મોટો જી સ્ટાઇલ 5જી (2024) મોડલ હાલમાં અમેરિકામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ ડિવાઇસના રિયર પર વીગન લેધર ફિનિશ આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનમાં બિલ્ટ-ઇન સ્ટાયલસ આપવામાં આવ્યું છે અને તેમાં 6.7 ઇંચની ફુલએચડી+ પીએલઇડી ડિસ્પ્લે, 50MPનો પ્રાઇમરી રિયર કેમેરા અને 5000mAhની બેટરી આપવામાં આવી છે. મોટોરોલાના આ લેટેસ્ટ સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ સહિત તમામ વિગત જાણો

Advertisment

મોટો જી સ્ટાયલસ (2024) સ્પેસિફિકેશન (Moto G Stylus (2024) Specifications)

મોટોરોલા મોટો જી સ્ટાયલસ 5જી (2024) માં 6.7 ઇંચની ફુલએચડી + pOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. સ્ક્રીનમાં પીક બ્રાઇટનેસ 1200 નીટ્સ અને ટચ સ્પેલિંગ રેટ 240 હેર્ટ્ઝ છે.

Advertisment

કેમેરાની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી અને 13 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરા આપવામાં આવ્યો છે. આ મોબાઇલમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. પ્રાઇમરી રીયર કેમેરાથી 60 એફપીએસ પર ફુલએચડી વિડિઓ રેકોર્ડિંગ કરી શકાય છે. ફ્રન્ટ કેમેરા ડ્યુઅલ કેપ્ચર મોડ આપે છે.

મોટો જી સ્ટાયલસ (2024) ફીચર્સ (Moto G Stylus (2024) Features)

લેટેસ્ટ મોટોરોલા સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 6 Gen 1 5G પ્રોસેસર છે જે 5જી કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે. ફોનમાં 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 2 ટીબી સુધી વધારી શકાય છે. સ્માર્ટફોનમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ છે જે ડોલ્બી એટમોસ સાથે આવે છે. ડિવાઇસને પાવર આપવા માટે 5000mAhની બેટરીમાં 30W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ અને 15W વાયરલેસ ચાર્જિંગ આપવામાં આવ્યું છે.

ફોનમાં 3.5mm ઓડિયો જેક, યુએસબી ટાઇપ-સી પોર્ટ, બ્લૂટૂથ 5.1, ડ્યુઅલ બેન્ડ વાઇ-ફાઇ, ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર અને એન્ડ્રોઇડ 14 આધારિત ઓપરેટિંગ સિસ્ટમ છે.

,

આ પણ વાંચો | Realme GT Neo 6 લોન્ચ, 16જીબી રેમ, 1 ટીબી રેમ અને 50MP કેમેરા; જાણો નવા રિયલમી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ

મોટો જી સ્ટાયલસ (2024) કિંમત Moto G Stylus (2024) Price

મોટો જી સ્ટાયલસ 5જી (2024) કેરેમલ લાટે અને સ્કારલેટ વેવ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન ની કિંમત 399.99 ડોલર છે. આ ડિવાઇસ 30 મે, 2024થી મુખ્ય રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવશે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ 5G