Moto G04S : માત્ર ₹ 6999માં શાનદાર સ્માર્ટફોન, 50MP કેમેરા અને 5000mAh બેટરી, જાણો ફીચર્સ

Moto G04s Price In India: મોટો જી04એસ સ્માર્ટફોનમાં 5000mAhની બેટરી અને 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. જાણો લેટેસ્ટ મોટોરોલા સ્માર્ટફોનના ફીચર્સ અને ખાસિયતો

Moto G04s Price In India: મોટો જી04એસ સ્માર્ટફોનમાં 5000mAhની બેટરી અને 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. જાણો લેટેસ્ટ મોટોરોલા સ્માર્ટફોનના ફીચર્સ અને ખાસિયતો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Moto G04s Smartphone | Moto G04s Price | Moto G04s Camera | Moto G04s Features | Moto G04s Specifications | Motorola Smartphone In India

Moto G04s Smartphone Features: મોટોરોલા કંપની દ્વારા મોટો જી04એસ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. (Photo- @motorolaindia)

Moto G04s Launched In India: મોટોરોલા દ્વારા લેટેસ્ટે Moto G04s સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. મોટો જી04એસ એન્ટ્રી લેવલ સ્માર્ટફોન છે. નવો મોટો મોબાઇલ ફોન ફેબ્રુઆરીમાં લોન્ચ થયેલા Moto G04નું અપગ્રેડ છે. Moto G04sમાં ઓક્ટા-કોર Unisoc T606 ચિપસેટ, 5000mAh બેટરી અને 50MPનો પ્રાઇમરી રિયર કેમેરા છે. મોટોનો આ લેટેસ્ટ સ્માર્ટફોન ભારતમાં 7000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. જાણો નવા સ્માર્ટફોન Moto G04Sની કિંમત અને ફીચર્સ વિશે…

Advertisment

મોટો જ04એસની કિંમત (Moto G04s Price In India)

Moto G04Sના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 6,999 રૂપિયા છે. સ્માર્ટફોનું વેચાણ ફ્લિપકાર્ટ, મોટોરોલા ઇન્ડિયા વેબસાઇટ અને પસંદગીના રિટેલ સ્ટોર્સ પર 5 જૂનથી શરૂ થશે. આ મોબાઇલ ફોન બ્લેક, સી ગ્રીન, સાટિન બ્લૂ અને સનરાઇઝ ઓરેન્જ કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.

મોટો જી04એસ સ્પેસિફિકેશન (Moto G04s Specifications)

મોટોરોલના લેટેસ્ટ સ્માર્ટફોનના સ્પેસિફિકેશનની વાત કરીયે તો Moto G04sમાં 6.56 ઇંચની એચડી+ (1,612 x 720 પિક્સલ) આઇપીએસ એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે હેન્ડસેટમાં ગોરિલા ગ્લાસ 3 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનમાં યુનિસોક ટી606 પ્રોસેસર છે. ગ્રાફિક્સ માટે, ડિવાઇસમાં એઆરએમ માલી-જી 57 એમપી 1 છે. ડિવાઇસમાં 4 જીબી રેમ અને 64 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે, જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે.

https://x.com/motorolaindia/status/1796066512802865477

મોટો જી04એસ ફીચર્સ (Moto G04s Features)

ફોટોગ્રાફી માટે Moto G04sમાં એલઇડી ફ્લેશ સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો છે. હેન્ડસેટમાં ડિસ્પ્લે પર હોલ-પંચ સ્લોટ આપવામાં આવ્યો છે, જેમાં 5 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર લાગેલું છે. Moto G04Sને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 15W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સિક્યોરિટી માટે હેન્ડસેટમાં 3.5 એમએમ ઓડિયો જેક અને ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

Advertisment

આ પણ વાંચો | ભારતમાં સૌથી સસ્તો રેડમી 5જી સ્માર્ટફોન કયો છે? જાણો કિંમત અને ફીચર

મોટોરોલાનો આ સ્માર્ટફોન વાઇ-ફાઇ, જીપીએસ, બ્લૂટૂથ 5.0 અને યુએસબી ટાઇપ-સી કનેક્ટિવિટી જેવા ફીચર્સ સપોર્ટ કરે છે. આ ડિવાઇસમાં IP52 ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ રેટિંગ છે. આ સ્માર્ટફોનનું ડાયમેન્શન 163.49 x 74.53 x 7.99mm છે અને વજન 178.8 ગ્રામ છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ 5G