Moto G35 5g : મોટો G35 5જી સ્માર્ટફોનની ભારતમાં એન્ટ્રી, 9,999 રુપિયામાં મળે છે આવા ફિચર્સ

Moto G35 5g : મોટોરોલાએ ભારતમાં પોતાનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો. Moto G335 5G ની કિંમત અને ફિચર્સ વિશે વિગતવાર જણાવીએ

Moto G35 5g : મોટોરોલાએ ભારતમાં પોતાનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો. Moto G335 5G ની કિંમત અને ફિચર્સ વિશે વિગતવાર જણાવીએ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
moto g35 5g, moto g35 5g price

Moto G35 5g Launched : મોટોરોલાએ ભારતમાં પોતાનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો

Moto G35 5g Launched : મોટોરોલાએ ભારતમાં પોતાનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન આજે (10 ડિસેમ્બર) લોન્ચ કર્યો છે. Moto G35 5G કંપનીનો લેટેસ્ટ હેન્ડસેટ છે અને તેમાં યુનિસોક ટી760 ચિપસેટ, 4જીબી રેમ, આઇપી52 રેટિંગ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. મોટોરોલાના આ લેટેસ્ટ ફોનને મોટો ઓગસ્ટ 2024માં પસંદગીના યુરોપિયન બજારોમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. હાલ ભારતમાં Moto G55ના લોન્ચિંગ સાથે જોડાયેલી કોઇ જાણકારી નથી. ચાલો અમે તમને Moto G335 5G ની કિંમત અને ફિચર્સ વિશે વિગતવાર જણાવીએ.

Advertisment

Moto G35 5G ની ભારતમાં કિંમત

Moto G35 5G ને ભારતમાં 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ સાથે 9,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. હેન્ડસેટને મોટોરોલા ઇન્ડિયા અને ફ્લિપકાર્ટ દ્વારા ખરીદી શકાય છે. હેન્ડસેટને ગુઆવા રેડ, લીફ ગ્રીન અને મિડનાઇટ બ્લેક કલરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

Moto G35 5G સ્પેસિફિકેશન્સ

Moto G35 5G સ્માર્ટફોનમાં 6.72 ઇંચની ફુલએચડી + સ્ક્રીન છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. ડિસ્પ્લેમાં 240 હર્ટ્ઝનો ટચ સેમ્પલિંગ રેટ અને પીક બ્રાઇટનેસ લેવલ 1000 નીટ્સ છે. ફોનમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.

મોટો જી 35 સ્માર્ટફોનમાં વિઝન બૂસ્ટર અને નાઇટ વિઝન મોડ છે. હેન્ડસેટમાં યુનિસોક ટી 760 ચિપસેટ છે. ડિવાઇસમાં 4જીબી રેમ અને 128જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. આ ફોન એન્ડ્રોઇડ 14 આધારિત હેલો યુઆઇ સ્કિન સાથે આવે છે.

Advertisment

આ પણ વાંચો - TECNO PHANTOM V2 Series ની ભારતમાં ધમાકેદાર એન્ટ્રી, નવા ફોલ્ડેબલ ફોનમાં કેવા છે ફિચર્સ

Moto G35 5Gમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરા, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે હેન્ડસેટમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

ફોનમાં 5000 એમએએચની મોટી બેટરી

મોટો જી 35 5જીને પાવર આપવા માટે 5000 એમએએચની મોટી બેટરી આપવામાં આવી છે જે 20 ડબ્લ્યુ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે હેન્ડસેટમાં 5જી, ડ્યુઅલ બેન્ડ વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.0, જીપીએસ, 3.5 એમએમ ઓડિયો જેક અને યુએસબી ટાઇપ-સી પોર્ટ આપવામાં આવ્યા છે. ડિવાઇસ 166.29 x 75.98 x 7.79 એમએમ અને તેનું વજન 185 ગ્રામ છે.

મોટોરોલાના આ ફોનમાં ડોલ્બી એટમોસ સ્ટીરિયો સ્પીકર્સ છે. ફોનમાં ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્ટ માટે IP52 રેટિંગ આપવામાં આવ્યું છે. આ ફોન વીગન લેધર ફિનિશ સાથે આવે છે. સુરક્ષા માટે ડિવાઇસમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં પ્રોક્સિમિટી, એક્સેલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ, ગાયરોસ્કોપ, એસએઆર સેન્સર અને ઇ-કંપાસ સેન્સર આપવામાં આવ્યા છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ 5G