/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Moto-G45-5G-Launched.jpg)
Moto G45 5G Price And Features: મોટો જી45 5જી સ્માર્ટફોન IP52 રેટિંગ સાથે આવે છે. (Photo: @motorolaindia)
Moto G45 5G Launched: મોટોરોલા દ્વારા મોટો જી45 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. Moto G45 5G સ્માર્ટફોનમાં 5000mAhની બેટરી, 120Hz ડિસ્પ્લે, 128GB સ્ટોરેજ છે. લેટેસ્ટ સસ્તો મોટો ફોન IP52 રેટિંગ સાથે આવે છે. ફોનની પ્રારંભિક કિંમત 10999 રૂપિયા રાખવામાં આવી છે. જાણો નવા મોટો જી45 5જી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે.
મોટો જી45 5જી કિંમત (Moto G45 5G Price)
Moto G45 5G સ્માર્ટફોનના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 10999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. તો 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 12999 રૂપિયામાં ખરીદી શકાય છે. મોટોરોલાનું કહેવું છે કે પસંદગીના ક્રેડિટ કાર્ડ સાથે ફોન લેવા પર 1000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. ડિસ્કાઉન્ટ બાદ હેન્ડસેટની અસરકારક કિંમત ક્રમશ: 9999 રૂપિયા અને 11999 રૂપિયા હશે. આ ડિવાઇસનું વેચાણ ફ્લિપકાર્ટ, મોટોરોલાના ઓનલાઇન સ્ટોર અને મુખ્ય ઓફલાઇન રિટેલ સ્ટોર્સ પર 28 ઓગસ્ટથી શરૂ થશે.
Experience lightning-fast 5G performance with the latest #MotoG45 5G, offering 13 Bands Clear for seamless connectivity. Capture stunning videos, enjoy premium multimedia
Sale starts Aug 28, starting at ₹9,999* @reliancedigital, https://t.co/azcEfy1Wlo & leading stores#FastNWow— Motorola India (@motorolaindia) August 21, 2024
મોટો જી45 5જી સ્પેસિફિકેશન અને ફીચર્સ (Moto G45 5G Specifications, Features)
Moto G45 5Gમાં 6.5 ઇંચની આઇપીએસ એલસીડી ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 720 પિક્સલ છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે અને આસ્પેક્ટ રેશિયો 20: 9 છે. સ્ક્રીનની પિક્સેલ ડેન્સિટી 269PPI છે, સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 85 ટકા છે. સુરક્ષા માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 3 આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 6એસ જેન 3 પ્રોસેસર અને એડ્રેનો 619 જીપીયુ આપવામાં આવ્યું છે.
Moto G45 5Gમાં 4/8 જીબી રેમ આપવામાં આવી છે. ડિવાઇસમાં રેમ વર્ચ્યુઅલ રીતે 8 જીબી સુધી એક્સ્પેન્ડ કરી શકાય છે. હેન્ડસેટમાં 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે.
સોફ્ટવેરની વાત કરીએ તો Moto G45 5G સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 બેઝ્ડ MyUX સાથે આવે છે. આ સ્માર્ટફોન 1 વર્ષ માટે OS અને 3 વર્ષ માટે સિક્યોરિટી પેચ મેળવવાનું વચન આપે છે. હેન્ડસેટને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 18W QC ચાર્જિંગને સપોર્ટ કરે છે.
The future of the fastest performing phone is here with #MotoG45 5G!
Upgrade your mobile phone experience with Snapdragon® 6s Gen 3 octa-core processor & 50MP Camera.
Sale starts Aug 28, starting at ₹9,999* @Flipkart, https://t.co/azcEfy1Wlo & leading stores.#FastNWow— Motorola India (@motorolaindia) August 21, 2024
મોટો જી45 5જી સ્માર્ટફોન માં ફિંગરપ્રિન્ટ સ્કેનર, ફેસ અનલોક ફીચર, ડ્યુઅલ સ્ટિરિયો સ્પીકર્સ, ડોલ્બી એટમોસ, 3.5 એમએમ હેડફોન જેક અને એફએમ રેડિયો જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. કનેક્ટિવિટી માટે ફોનમાં ડ્યુઅલ સિમ, 5જી, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.1, એનએફસી, જીપીએસ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 162.7 × 74.64 × 8.03mm અને વજન 183 ગ્રામ છે.
આ પણ વાંચો |ઓપ્પો એ લોન્ચ કર્યો સસ્તો અને શાનદાર સ્માર્ટફોન, 50MP પ્રાઇમરી કેમેરા અને 5100mAh બેટરી, જાણો કિંમત
ફોટોગ્રાફી માટે મોટોના આ બજેટ સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે, જેમાં 50 મેગાપિક્સલની ક્વાડ-પિક્સલ પ્રાઇમરી છે, જેમાં અપાર્ચર એફ / 1.8, એપર્ચર એફ / 2.4 સાથે 2-મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર છે. Moto G45 5Gમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે જેમાં અપર્ચર F / 2.4 છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us