સસ્તો 5G સ્માર્ટફોન Moto G57 Power ભારતમાં લોન્ચ; 7000mAh બેટરી અને 50MP કેમેરા, કિંમત અને ફીચર્સ જાણો

Moto G57 Power 5G Price And Features : મોટો જી 57 પાવર 5જી સ્માર્ટફોન 7000mAh બેટરી, 50MP રિયર કેમેરા અને સ્નેપડ્રેગન 6s Gen4 પ્રોસેસર સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો લેટેસ્ટ મોટોરોલા 5જી સ્માર્ટફોનની કિંમત અને તમામ ફીચર્સ

Written by Ajay Saroya
Updated : November 24, 2025 15:40 IST
સસ્તો 5G સ્માર્ટફોન Moto G57 Power ભારતમાં લોન્ચ; 7000mAh બેટરી અને 50MP કેમેરા, કિંમત અને ફીચર્સ જાણો
Moto G57 Power 5G Price Specifications : મોટો જી57 પાવર 5જી સ્માર્ટફોનમાં Qualcomm's Snapdragon 6s Gen4 ચીપસેટ છે. (Photo: @motorolaindia)

Moto G57 Power 5G Launch Price In India : મોટોરોલાએ આજે ભારતમાં તેનો Moto G57 Power 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Moto G 57 પાવર 5જી સ્માર્ટફોનમાં 70000mAh બેટરી, Qualcomm’s Snapdragon 6s Gen4 ચીપસેટ, 128GB સ્ટોરેજ, 6.72-ઇંચ LCD ડિસ્પ્લે જેવી ફીચર્સ આપવામાં આવ્યા છે. નવા મોટોરોલા સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે જાણો

Moto G57 Power 5G Price : મોટો જી57 પાવર 5જી કિંમત

મોટો જી 57 પાવર 5જી સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા છે. લોન્ચ ઓફર હેઠળ, આ ડિવાઇસને બેંક ઓફર અને વિશેષ લોન્ચ ડિસ્કાઉન્ટ સાથે 12,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

નવા સ્માર્ટફોનનું વેચાણ3ડિસેમ્બરથી ફ્લિપકાર્ટ પર શરૂ થશે. આ હેન્ડસેટ મોટોરોલા ઇન્ડિયાના ઓનલાઇન સ્ટોર અને અન્ય રિટેલ સ્ટોર્સ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Moto G57 Power Specifications : મોટો જી57 પાવર સ્પેસિફિકેશન્સ

મોટો જી 57 પાવર સ્માર્ટફોન ડ્યુઅલ સિમ હેન્ડસેટ છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 16 સાથે આવે છે. મોટો જી 57 પાવર સ્માર્ટફોનમાં 6.72-ઇંચની ફુલએચડી + (1,080×2,400 પિક્સેલ) એલસીડી સ્ક્રીન છે. સ્ક્રીન 120Hz રિફ્રેશ રેટ, 120Hz ટચ સેમ્પલિંગ રેટને સપોર્ટ કરે છે. ડિસ્પ્લે 1050 નિટ્સ પીક બ્રાઇટનેસ, 20:9એસ્પેક્ટ રેશિયો અને કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7i પ્રોટેક્શન સાથે આવે છે. સ્ક્રીન સ્માર્ટ વોટર ટચ 2.0ને સપોર્ટ કરે છે, એટલે કે, હાથ ભીના હોય ત્યારે પણ સ્ક્રીન ટચ રિસ્પોન્સ આપે છે.

મોટોરોલાના આ ફોનમાં ક્વાલકોમના ઓક્ટા-કોર 4nm Snapdragon 6s Gen 4 છે. ડિવાઇસમાં 8 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. મોટો જી 57 પાવરની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા 7000mAh મોટી બેટરી છે જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. મોટો જી 57 પાવરનું ડાયમેન્શન 166.23×76.50×8.60 mm છે. આ હેન્ડસેટનું વજન 210.6 ગ્રામ છે.

કેમેરાની વાત કરીએ તો મોટો જી 57 પાવરમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. હેન્ડસેટમાં એપરચર એફ / 1.8 સાથે 50 50MP Sony LYT-600 પ્રાઇમરી રિયર સેન્સર છે. આ સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરો એપરચર એફ/2.2 છે. આ ડિવાઇસમાં એપરચર એફ/2.2 સાથે 8 મેગાપિક્સલનો સેલ્ફી સેન્સર આપવામાં આવ્યો છે. ફોન 2K રિઝોલ્યુશન સુધી 60fps સુધીના વીડિયો રેકોર્ડ કરી શકે છે. ફોનમાં શોટ ઓપ્ટિમાઇઝેશન, ઓટો સ્માઇલ કેપ્ચર, મેજિક ઇરેઝર, ફોટો અનબ્લર, રિઇમેજિન ઓટો ફ્રેમ, પોર્ટ્રેટ બ્લર, પોટ્રેટ લાઇટ વગેરે જેવા એઆઈ-સંચાલિત કેમેરા સુવિધાઓ મળે છે.

મોટો જી 57 પાવર સ્માર્ટફોન 5 જી, 4 જી એલટીઇ, બ્લૂટૂથ 5.1, ડ્યુઅલ-બેન્ડ વાઇ-ફાઇ, યુએસબી ટાઇપ-સી પોર્ટ, જીપીએસ, એ-જીપીએસ વગેરેને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં એક્સિલરોમીટર, ગાયરોસ્કોપ, પ્રોક્સિમિટી સેન્સર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર અને ઇ-કંપાસ છે. હેન્ડસેટની બાજુમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ