Moto G64 5G : 15000 થી સસ્તો અને શાનદાર સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Moto G64 5G Smartphone Price And Features : મોટોરોલા કંપનીએ મોટો જી64 5જી સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ભારતમાં મીડિયાટેક ડાયમેન્સિટી 7025 પ્રોસેસર વાળો પ્રથમ બજેટ સ્માર્ટફોન છે. તેમને કાર્ડ વડે ખરીદી પર 1000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ મળી શકે છે.

Moto G64 5G Smartphone Price And Features : મોટોરોલા કંપનીએ મોટો જી64 5જી સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ભારતમાં મીડિયાટેક ડાયમેન્સિટી 7025 પ્રોસેસર વાળો પ્રથમ બજેટ સ્માર્ટફોન છે. તેમને કાર્ડ વડે ખરીદી પર 1000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ મળી શકે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Moto G64 5G Smartphone | Moto G64 5G Price | Moto G64 5G Features | Motorola Smartphone

મોટોરોલા સ્માર્ટફોન મોટો જી64 5જી (Photo - Social Media)

Moto G64 5G Launched in India : મોટોરોલાનો નવો બજેટ 5જી સ્માર્ટફોન Moto G64 ભારતમાં લોન્ચ થયો છે. મોટો G64 5G કંપનીનો નવો હેન્ડસેટ છે અને તે Moto G62નું અપગ્રેડ વેરિઅન્ટ છે. મોટો જી64 5જી ભારતમાં મીડિયાટેક ડિમેન્સિટી 7025 પ્રોસેસર સાથે લોન્ચ થનાર પ્રથમ સ્માર્ટફોન છે. 15000 રૂપિયાથી સસ્તા અને શાનદાર સ્માર્ટફોન મોટો જી64 5જીમાં 6000mAhની બેટરી, 50MP કેમેરા અને એન્ડ્રોઇડ 14 આપવામાં આવ્યા છે. ચાલો નવા મોટોરોલા સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિસ્તારપૂર્વક જાણીયે

Advertisment

મોટો G64 5G કિંમત (Moto G64 5G price in India)

મોટો G64 5G સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને ભારતમાં 14,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. તો આ સ્માર્ટફોન 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ સાથે 16,999 રૂપિયામાં આવે છે. હેન્ડસેટને આઇસ લાઇલેક, મિન્ટ ગ્રીન અને પર્લ બ્લૂ કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે. આ સ્માર્ટફોન મોટોરોલાની વેબસાઇટ, ફ્લિપકાર્ટ અને રિટેલ સ્ટોર પર ખરીદી માટે ઉપલબ્ધ છે.

ગ્રાહકોને આ લેટેસ્ટ મોટોરોલા સ્માર્ટફોનની એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ વડે ખરીદી કરવાથી 1000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ મળી શકે છે.

મોટો G64 5G ફીચર્સ (Moto G64 5G features)

મોટો G64 5G 5G સ્માર્ટફોનમાં OIS સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે, જે ફેઝ ડિટેક્શન ઓટોફોકસ (PDAF) અને અપાર્ચર F/1.8 સાથે આવે છે. ઉપરાંત 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરા પણ છે જે અપર્ચર એફ/2.2 સાથે આવે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે સ્માર્ટફોનમાં અપર્ચર એફ / 2.4 સાથે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે.

Advertisment

મોટોરોલા સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 સાથે આવે છે. કંપનીએ સ્માર્ટફોનમાં 3 વર્ષ માટે એન્ડ્રોઇડ ઓએસ અને સિક્યોરિટી અપડેટ આપવાનું વચન આપ્યું છે. આ હેન્ડસેટમાં 6.5 ઇંચની ફુલએચડી + (1,080×2,400 પિક્સલ) આઇપીએસ એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીન 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ અને 20: 9 એસ્પેક્ટ રેશિયો સપોર્ટ સાથે આવે છે. આ ડિવાઇસમાં મીડિયાટેક ડિમેન્સિટી 7025 ચિપસેટ છે. આ મોબાઇલ ફોનમાં 12 જીબી સુધીની રેમ મળે છે. ગ્રાહકોને હેન્ડસેટમાં સ્ટોરેજ માટે 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે, જેને માઇક્રોએસડી કાર્ડ સ્લોટ દ્વારા વધારીને 1 ટીબી કરી શકાય છે.

આ પણ વાંચો | વનપ્લસનો પાવરફુલ 5જી સ્માર્ટફોન સસ્તો થયો, 8000 સુધીનું ડિસ્કાઉન્ટ મળશે, જાણો કિંમત અને ફીચર્સ

કનેક્ટિવિટી માટે મોટોરોલા સ્માર્ટફોન માં 5જી, 4જી એલટીઇ, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.3, એનએફસી, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનમાં IP52 ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ રેટિંગ આપવામાં આવ્યું છે. હેન્ડસેટને પાવર આપવા માટે 6000mAhની બેટરી આપવામાં આવી છે, જે 33W ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનનું ડાયમેન્શન 161.56×73.82×8.89 મીમી અને વજન 192 ગ્રામ છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ 5G