/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/moto-g85-5g-launched-in-india.jpg)
Moto G85 5G Launched : મોટોરોલાએ ભારતમાં પોતાનો લેટેસ્ટ એફોર્ડેબલ 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો
Moto G85 5G Launched : મોટોરોલાએ ભારતમાં પોતાનો લેટેસ્ટ એફોર્ડેબલ 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Moto G85 5G કંપનીનો નવો બજેટ ફોન છે, જેમાં 3D કર્વ્ડ pOLED ડિસ્પ્લે, ક્વોલકોમ સ્નેપડ્રેગન 6s જેન 3 પ્રોસેસર અને 5000mAhની બેટરી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
ભારતમાં Moto G85 5G કિંમત
મોટોરોલાએ Moto G85 5Gના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 17,999 રૂપિયા અને 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 19,999 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ કરાવ્યા છે. આ ફોન કોબાલ્ટ બ્લૂ, અર્બન ગ્રે અને ઓલિવ ગ્રીન કલરમાં આવે છે. ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ અને મોટોરોલા ઈન્ડિયાના ઈ-સ્ટોર પર 16 જુલાઈથી નવા મોટો ફોનનું વેચાણ શરૂ થશે. એક્સિસ બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન દ્વારા 1,000 રૂપિયાના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પર હેન્ડસેટનો લાભ લઈ શકાય છે. આ ઉપરાંત 1000 રૂપિયાની એક્સચેન્જ ઓફર પણ છે.
ડિવાઇસને 9 મહિના સુધીના નો-કોસ્ટ ઇએમઆઇ પર લઇ શકાય છે. આ સિવાય 449 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાન સાથે 10,000 રૂપિયા સુધી જિયો બેનિફિટ પણ મળી રહ્યો છે.
Moto G85 5G ફીચર્સ, સ્પેસિફિકેશન્સ
Moto G85 5G સ્માર્ટફોનમાં 6.67 ઇંચની 3D કર્વ્ડ pOLED સ્ક્રીન આપવામાં આવી છે, જે ફુલએચડી+ (2400×1080 પિક્સલ) રિઝોલ્યુશન, 395 પીપીઆઇ પિક્સલ ડેન્સિટી, 120Hz રિફ્રેશ રેટ અને 240Hz ટચ સેમ્પલિંગ રેટ ઓફર કરે છે. સ્ક્રીનની પીક બ્રાઇટનેસ 1600 નીટ્સ છે. ફોનમાં સુરક્ષા માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો - Redmi 13 5G : 108MP કેમેરાવાળા સસ્તા રેડમી ફોનની ભારતમાં એન્ટ્રી, જાણો કિંમત અને ફિચર્સ
મોટો જી 85 5જી ક્વોલકોમ સ્નેપડ્રેગન 6 એસ જેન 3 પ્રોસેસર અને ગ્રાફિક્સ માટે એડ્રેનો 619જીપીયુ દ્વારા સંચાલિત છે. હેન્ડસેટમાં 8 જીબી અને 12 જીબી રેમ સાથે 8 જીબી સુધીનું વર્ચ્યુઅલ રેમ ફીચર આપવામાં આવ્યું છે. સ્ટોરેજ માટે ડિવાઇસમાં 128 જીબી અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યા છે. માઇક્રોએસડી કાર્ડ સ્લોટ દ્વારા સ્ટોરેજ વધારી શકાય છે.
મોટોનો આ નવો સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 આધારિત હેલો યુઆઇ સાથે આવે છે. આ હેન્ડસેટમાં એપર્ચર એફ/2.4 સાથે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોટોગ્રાફી માટે એપર્ચર એફ/1.79 સાથે 50 એમપી સોની એલવાયટી 600 પ્રાઇમરી કેમેરા છે જે ઓઆઇએસ સાથે આવે છે. આ સિવાય એપર્ચર એફ/2.2 સાથે 8 મેગાપિક્સલ અલ્ટ્રાવાઇડ સેન્સર અને એલઇડી ફ્લેશ મળે છે.
ફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે
Moto G85 5Gને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 33W ટર્બોપાવર ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ડિવાઇસમાં યુએસબી ટાઇપ-સી પોર્ટ આપવામાં આવ્યું છે.
કનેક્ટિવિટી માટે ફોનમાં કનેક્ટિવિટી ડ્યુઅલ સિમ, 5જી, વાઇ-ફાઇ 802.11 એસી, બ્લૂટૂથ 5.1, એનએફસી, જીપીએસ અને યુએસબી 2.0 જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. હેન્ડસેટમાં સુરક્ષા માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ફેસ અનલોક ફીચર્સ આપવામાં આવ્યા છે. મોટો જી 85 5જીમાં ડ્યુઅલ સ્ટિરિયો સ્પીકર્સ અને ડોલ્બી એટમોસ છે. ડિવાઇસનું ડાઇમેંશન 161.91 × 73.06 × 7.59 એમએમ અને વજન 173 ગ્રામ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us