જમ્બો 6720mAh બેટરી સાથે મોટો જી86 પાવર 5જી સ્માર્ટફોન લોન્ચ, 50MP કેમેરા અને વોટરપ્રુફ

Moto G86 Power 5G ભારતમાં લોન્ચ થયો : મોટો જી86 પાવર 5જી સ્માર્ટફોન 6720mAhની બેટરી, મીડિયાટેક ડિમેન્સિટી 7400 ચિપસેટ અને 50MP સોની LYT 600 સેન્સર સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો નવા મોટો ફોનની કિંમત અને ફીચર્સ વિશે બધું જ

Moto G86 Power 5G ભારતમાં લોન્ચ થયો : મોટો જી86 પાવર 5જી સ્માર્ટફોન 6720mAhની બેટરી, મીડિયાટેક ડિમેન્સિટી 7400 ચિપસેટ અને 50MP સોની LYT 600 સેન્સર સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો નવા મોટો ફોનની કિંમત અને ફીચર્સ વિશે બધું જ

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Moto G86 Power 5G Price and Specifications in Gujarati | Moto G86 Power 5G Launh | moto phone | motorola mobile

Moto G86 Power 5G India Launch : મોટો જી86 પાવર 5જી સ્માર્ટફોનમાં 50MPનો પ્રાઇમરી રિયર કેમેરા, મિલિટરી-ગ્રેડ MIL-STD-810H ડ્યુરબિલિટી સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. (Photo: @motorolaindia)

Moto G86 Power 5G Price in India: મોટોરોલાએ બુધવારે ભારતમાં પોતાની મોટો જી સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. મોટો જી86 પાવર 5જી (Moto G86 Power 5G) કંપનીનો નવો ફોન છે અને તેને 6720mAhની મોટી બેટરી અને મીડિયાટેક ડિમેન્સિટી 7400 ચિપસેટ સાથે રજૂ કરાવવામાં આવ્યો છે. આ બજેટ મોટો સ્માર્ટફોનમાં 50MPનો પ્રાઇમરી રિયર કેમેરા, મિલિટરી-ગ્રેડ MIL-STD-810H ડ્યુરબિલિટી સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. લેટેસ્ટ મોટોરોલા સ્માર્ટફોનમાં શું છે ખાસ? જાણો કિંમત અને ફીચર્સ સંબંધિત દરેક વિગતો …

Advertisment

Moto G86 Power 5G Price in India : ભારતમાં મોટો જી86 પાવર 5જી કિંમત ભારત

મોટો જી86 પાવર 5જી સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 17,999 રૂપિયા છે. આ હેન્ડસેટને 6 ઓગસ્ટથી મોટોરોલા ઇન્ડિયા વેબસાઇટ અને ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ફોન કોસ્મિક સ્કાય, ગોલ્ડન સાયપ્રસ અને સ્પેલબાઉન્ડ કલરમાં આવે છે.

Moto G86 Power 5G Specifications : મોટો જી86 પાવર 5જી સ્પેસિફિકેશન્સ

મોટો જી86 પાવર 5જી સ્માર્ટફોનમાં 6.7 ઇંચની સુપર એચડી (1,220×2,712 પિક્સલ) એમોલેડ સ્ક્રીન આપવામાં આવી છે, જે 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે છે. સ્ક્રીન 4500 નિટ સુધી પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. ફોનમાં ગોરિલા ગ્લાસ 7i પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. આ ડિસ્પ્લે નીચા વાદળી પ્રકાશ અને નીચી ગતિ ઝાંખી માપદંડો માટે HDR10+ અને SGS સર્ટિફિકેશનને સપોર્ટ કરે છે.

Advertisment

મોટો જી86 પાવર 5જી સ્માર્ટફોનમાં 4nm ઓક્ટા-કોર મીડિયાટેક ડિમેન્સિટી 7400 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ડિવાઇસમાં 8જીબી રેમ અને 128જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે. ફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ Hello UI સાથે આવે છે.

આ ડિવાઇસની ખાસિયત તેની 6729mAhની મોટી બેટરી છે જે 33W ટર્બોપાવરને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ નેનો સિમ, 5જી, 4જી, વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ 5.4, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

મોટોરોલાએ દાવો કર્યો છે કે જી86 પાવર 5જી સ્માર્ટફોન IP68+IP69 ડસ્ટ અને વોટર-રેઝિસ્ટન્ટ રેટિંગ્સ સાથે આવે છે. ફોનમાં એમઆઇએલ-એસટીડી-810એચ સર્ટિફાઇડ ડ્યુરેબલ બિલ્ડ આપવામાં આવ્યું છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 161.21×74.74×8.6 મીમી અને તેનું વજન 198 ગ્રામ છે.

મોટો જી86 પાવર 5જી સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનું Sony LYT-600 પ્રાઇમરી સેન્સર, 8 મેગાપિક્સલનું અલ્ટ્રા વાઇડ સેન્સર અને રિયરમાં 3-ઇન-1 ફ્લિકર સેન્સર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં ડોલ્બી ઓડિયો સંચાલિત ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર સિસ્ટમ પણ મળે છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ 5G