Moto G96 5G Launch: મોટ જી96 5જી સ્માર્ટફોન લોન્ચ, 5500mAh બેટરી, 50MP કેમેરા અને 256GB સ્ટોરેજ, જાણો કિંમત

Moto G96 5G Launch In India : મોટો જી96 5જી સ્માર્ટફોન ક્વોલકોમના 4nm ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 7s Gen 2 ચિપસેટથી સંચાલિત છે. તેમાં ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 માટે IP68 રેટિંગ આપવામાં આવ્યું છે.

Written by Ajay Saroya
July 09, 2025 14:00 IST
Moto G96 5G Launch: મોટ જી96 5જી સ્માર્ટફોન લોન્ચ, 5500mAh બેટરી, 50MP કેમેરા અને 256GB સ્ટોરેજ, જાણો કિંમત
Moto G96 5G India Launch : મોટો જી96 5જી સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ Hello UI સ્કિન સાથે આવે છે અને 3 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ્સ મેળવવાનું વચન આપે છે. (Photo: @motorolaindia)

Moto G96 5G Price in India: મોટોરોલા કંપનીએ 9 જુલાઈ 2025 એ પોતાનો લેટેસ્ટ જી સીરિઝ સ્માર્ટફોન મોટો જી96 5જી ભારતમાં લોન્ચ કર્યો હતો. Moto G96 5G કંપનીનો લેટેસ્ટ ફોન છે અને તે ક્વોલકોમના 4nm ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 7s Gen 2 ચિપસેટથી સંચાલિત છે. ડિવાઇસમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે અને તે 50 એમપી પ્રાઇમરી રિયર સેન્સર અને 32 એમપી ફ્રન્ટ કેમેરા સાથે આવે છે. મોટો જી96 5જીમાં ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 માટે IP68 રેટિંગ આપવામાં આવ્યું છે. નવા મોટો જી96 5જી સ્માર્ટફોન વિશે વિગતવાર વાર.

Moto G96 5G Price in India : ભારતમાં મોટો જી96 5જી કિંમત

મોટો જ96 5જી સ્માર્ટફોનની કિંમત 8GB રેમ અને 128GB વેરિએન્ટ માટે 17,999 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મોડેલની કિંમત 19,999 રૂપિયા છે. આ ડિવાઇસને બ્લૂ, ઓર્કિડ અને ગ્રીન કલરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. હેન્ડસેટને 16 જુલાઈથી ફ્લિપકાર્ટ અને મોટોરોલા ઇન્ડિયા વેબસાઇટ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Moto G96 5G Specifications : મોટો જી96 5જી સ્પેસિફિકેશન

Moto G96 5G સ્માર્ટફોનમાં 6.67 ઇંચની ફુલએચડી+ 10-બિટ 3ડી કર્વ્ડ ફોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 144 હર્ટ્ઝ છે. સ્ક્રીન 1600 નીટ્સ બ્રાઇટનેસ લેવલ સપોર્ટ કરે છે. સ્ક્રીન વોટર ટચ અને કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 પ્રોટેક્શન સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 7s Gen 2 પ્રોસેસર, 8 જીબી રેમ અને 256 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ Hello UI સ્કિન સાથે આવે છે અને 3 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ્સ મેળવવાનું વચન આપે છે.

મોટો જી96 5જી સ્માર્ટફોનને પાવર આપવા 5500mAhની મોટી બેટરી છે જે 33W વાયર્ડ ટર્બોપાવર ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં ડસ્ટ અને વોટર-રેઝિસ્ટન્ટ બિલ્ડ્સ માટે IP68 રેટિંગ આપવામાં આવ્યું છે. સ્માર્ટફોન વીગનર લેધર ફિનિશ સાથે આવે છે અને તેનું ડાયમેન્શન 161.86 x 73.26 x 7.93mm છે. ડિવાઇસનું વજન 178.10 ગ્રામ છે.

કનેક્ટિવિટી માટે મોટો જી96 5જીમાં ડ્યુઅલ નેનો સિમ, 5જી, 4જી, બ્લૂટૂથ 5.2, વાઇ-ફાઇ, જીપીએસ, એનએફસી અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનમાં ફેસ અનલોક અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યા છે. હેન્ડસેટમાં ડોલ્બી એટમોસ સપોર્ટ સાથે ડ્યુઅલ સ્ટિરિયો સ્પીકર્સ છે.

આ પણ વાંચો | ભારતમાં પહેલો AI+ સ્માર્ટફોન લોન્ચ, 5000થી ઓછી કિંમત, ફીચર્સ જાણી ચોંકી જશો

ફોટોગ્રાફી માટે Moto G96 5Gમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) અને અપાર્ચર એફ /1.8 સાથે 50-મેગાપિક્સલનું સોની લિટિયા 700C સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં 8 મેગાપિક્સલનું અલ્ટ્રાવાઇડ સેન્સર આપવામાં આવ્યું છે જે ઓટોફોકસ અને મેક્રો વિઝનને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં એપર્ચર એફ / 2.2 સાથે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. તમામ કેમેરા 4K વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. ફોનમાં એઆઇ ફોટો એન્હાન્સમેન્ટ જેવા મોટો એઆઇ ઇમેજિંગ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ