Moto Pad 60 Pro Launch: મોટોરોલાનો 10,200mAh બેટરી સાથે નવો Moto Pad 60 Pro ટેબ્લેટ લોન્ચ, કિંમત પણ વાજબી

Moto Pad 60 Pro Launch: મોટો પેડ 60 પ્રો ટેબ્લેટ 10,200mAhની મોટી બેટરી અને ડિમેન્સિટી 8300 4nm પ્રોસેસર સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. આ મોટો ટેબ્લેટ એન્ડ્રોઇડ 14 સાથે આવે છે અને કંપનીનું કહેવું છે કે તેને એન્ડ્રોઇડ 16માં અપગ્રેડ કરી શકાય છે.

Moto Pad 60 Pro Launch: મોટો પેડ 60 પ્રો ટેબ્લેટ 10,200mAhની મોટી બેટરી અને ડિમેન્સિટી 8300 4nm પ્રોસેસર સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. આ મોટો ટેબ્લેટ એન્ડ્રોઇડ 14 સાથે આવે છે અને કંપનીનું કહેવું છે કે તેને એન્ડ્રોઇડ 16માં અપગ્રેડ કરી શકાય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Moto Pad 60 Pro | Moto Pad 60 Pro Price | Motorola tablet | moto tab

Moto Pad 60 Pro Specifications: મોટો પેડ 60 પ્રો ટેબ્લેટમાં ઓક્ટા-કોર મીડિયાટેક ડિમેન્સિટી 8300 4એનએમ પ્રોસેસર આપવામાં આવ્યું છે.

Moto Pad 60 Pro Launch: મોટોરોલાએ પોતાનું લેટેસ્ટ ટેબલેટ મોટો પેડ 60 પ્રો ભારતમાં લોન્ચ કર્યું છે. લેટેસ્ટ મોટો ટેબ્લેટમાં 12.7 ઇંચની મોટી એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે, જે 3કે રિઝોલ્યુશન, 144હર્ટ્ઝ રિફ્રેશ રેટ આપે છે. ડિવાઇસમાં ઓક્ટા-કોર 4એનએમ ડિમેન્સિટી 8300 પ્રોસેસર અને 12 જીબી સુધીની રેમ પણ આપવામાં આવી છે. નવા મોટો પેડ 60 પ્રો ટેબલેટમાં શું છે ખાસ? જાણો કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણો

Advertisment

Moto Pad 60 PRO Specifications : મોટો પેડ 60 પ્રો સ્પેસિફિકેશન્સ

મોટો પેડ 60 પ્રો ટેબલેટ ક્વાડ જેબીએલ સ્પીકર સિસ્ટમ સાથે આવે છે. ડિવાઇસમાં ડોલ્બી એટમોસ સપોર્ટ છે. ફોનમાં 10,200mAhની મોટી બેટરી છે જે 45W ચાર્જિંગને સપોર્ટ કરે છે. મોટો ટેબલેટમાં 12.7 ઇંચ (2944 x1840 પિક્સલ) એલટીપીએસ એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 144 હર્ટ્ઝ છે. સ્ક્રીનની પિક્સેલ ડેન્સિટી 273ppi છે. સ્ક્રીન 400 નીટ્સ પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે.

મોટો પેડમાં ઓક્ટા-કોર મીડિયાટેક ડિમેન્સિટી 8300 4એનએમ પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે માલી-જી615 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ટેબલેટમાં 8GB/12GB રેમ અને 128GB/256GB સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યું છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 256 જીબી સુધી વધારી શકાય છે.

મોટો પેડ 60 પ્રો એન્ડ્રોઇડ 14 સાથે આવે છે અને કંપનીનું કહેવું છે કે તેને એન્ડ્રોઇડ 16માં અપગ્રેડ કરી શકાય છે. ડિવાઇસમાં એલઇડી ફ્લેશ સાથે 13 મેગાપિક્સલનો ઓટોફોકસ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. આ ટેબમાં 8 મેગાપિક્સલનો ફિક્સ્ડ ફોકસ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ મોટો ટેબલેટમાં પાવર બટનમાં જ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ ટેબલેટમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો અને ડોલ્બી એટમોસ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 291.8 x 189.1 x 6.9mm છે અને તેનું વજન 615 ગ્રામ છે. ટેબ્લેટ પર કનેક્ટિવિટી વિકલ્પોમાં વાઇ-ફાઇ 6ઇ 802.11એએક્સ, બ્લૂટૂથ.3, યુએસબી ટાઇપ-સી સામેલ છે.

Advertisment

Moto Pad 60 Pro Price : મોટો પેડ 60 પ્રો કિંમત

મોટો પેડ 60 પ્રો ટેબલેટના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને ભારતમાં 26,999 રૂપિયામાં જ્યારે 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 28,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ ટેબલેટ પેન્ટોન બ્રોન્ઝ ગ્રીન કલરમાં આવે છે. લોન્ચ ઓફર હેઠળ કંપની આ ડિવાઇસ ખરીદવા પર બેંક કાર્ડ સાથે 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ