/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Moto-S50-Neo-Launch-.jpg)
Moto S50 Neo : Moto S50 Neo 50-મેગાપિક્સેલ રીઅર કેમેરા અને સ્નેપડ્રેગન 6s Gen 3 ચિપ સાથે લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત (Mukul Sharma, Abhishek Yadav)(Twitter)
Moto S50 Neo : મોટોરોલાનો મોટો એસ50 નિયો (Moto S50 Neo) મંગળવારે ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનને મોટો રેઝર 50 (Moto Razr 50) સિરીઝની સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ અગાઉ પુષ્ટિ કરી હતી કે Moto S50 Neo ચાર વર્ષની વોરંટી સાથે આવશે. આ સ્માર્ટફોન કર્વ્ડ પોલેડ સ્ક્રીન, 50-મેગાપિક્સલનો ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટ અને ડોલ્બી એટમોસ-બેક્ડ સ્ટીરિયો સ્પીકર્સથી સજ્જ છે. તે Qualcomm ના Snapdragon 6s Gen 3 ચિપસેટ દ્વારા સંચાલિત છે અને 30W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 5,000mAh બેટરી પેક ધરાવે છે. કંપનીએ હજી સુધી હેન્ડસેટના ગ્લોબલ અથવા ઇન્ડિયામાં લોન્ચની પુષ્ટિ કરી નથી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Moto-S50-Neo-.jpg)
(Mukul Sharma, Abhishek Yadav)(Twitter)
મોટો એસ50 નિયો (Moto S50 Neo) : કિંમત
Moto S50 Neo ચીનમાં 8GB + 256GB ઓપ્શન માટે CNY 1,399 (લગભગ ₹ 16,100) થી શરૂ થાય છે, જ્યારે 12GB + 256GB અને 12GB + 512GB વેરિઅન્ટ્સ CNY 1900 (લગભગ ₹ 18,900)માં લિસ્ટેડ છે. આ હેન્ડસેટ 28 જૂનથી Lenovo ચાઈના ઈ-સ્ટોર દ્વારા વેચાણ માટે ઉપલબ્ધ થશે. તે 3 કલર ઓપ્શનમાં ઓફર કરવામાં આવે છે, જેમાં જીમો (બ્લેક), લેન્ટિંગ (બ્લ્યુ ) અને કિંગ્ટિઅન (ગ્રીન).
મોટો એસ50 નિયો (Moto S50 Neo) : સ્પેસિફિકેશન અને ફીચર્સ
Moto S50 Neo 120Hz રિફ્રેશ રેટ સાથે 6.7-ઇંચની ફુલ-HD+ (1,080.x 2,400 પિક્સેલ્સ) વક્ર પોલેડ સ્ક્રીન, પીક લોકલ બ્રાઇટનેસના 1,600 nits અને ડ્યુઅલ SGS આઈ પ્રોટેકશન સર્ટિફિકેશન સાથે આવે છે. આ સ્માર્ટફોન Qualcomm ના Snapdragon 6s Gen 3 SoC દ્વારા સંચાલિત છે, જેમાં 12GB સુધીની LPDDR4 RAM અને 512GB સુધીની ઓનબોર્ડ સ્ટોરેજ છે.
કેમેરાની વાત કરીયે તો Moto S50 Neo 50-megapixel Sony IMX882 પ્રાઈમરી સેન્સર સાથે 8-megapixel સેન્સર ધરાવે છે જે પાછળના ભાગમાં અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ સાથે આવે છે. તેમાં 32-મેગાપિક્સલ સેન્સર સાથે ફ્રન્ટ-ફેસિંગ કેમેરા છે.
Moto S50 Neo 30W ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh બેટરી દ્વારા સમર્થિત છે. સિક્યોરિટી માટે, તેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. ફોન 5G, 4G, Wi-Fi, બ્લૂટૂથ, NFC અને USB Type-C કનેક્ટિવિટીને પણ સપોર્ટ કરે છે. તેમાં ડોલ્બી એટમોસ-બેક્ડ ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ પણ છે. હેન્ડસેટ 161.91 x 73.06 x 7.59mm સાઈઝમાં છે અને જ્યારે બ્લેક વેરિઅન્ટનું વજન 171g છે, અન્ય બે ઓપ્શનનું વજન 173g છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us