Car Accident Insurance Claim Online Process: વાહન અક્સ્માત ગંભીર ઘટના છે. વ્હીકલ એક્સિડેન્ટમાં જાન અને માલ બંનેને નુકસાન છે. ભારતમાં દર વાહન માટે મોટર વ્હીકલ ઈન્સ્યોરન્સ ફરજિયાત છે. આવી સ્થિતિમાં જો મોટર વ્હીકલ ઈન્સ્યોરન્સ હોય તો આર્થિક નુકસાનથી બચી શકાય છે. ડિજિટલ ક્રાંતિ સાથે મોટર વ્હીકલ એક્સિડેન્ટ માટે ઓનલાઇન ક્લેમ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. ઓનલાઇન ક્લેમ પ્રોસેસથી વાહન ચાલકને ઘણી રાહત મળે છે. ચાલો જાણીયે જો તમારું વાહનનું એક્સિડેન્ટ થાય તો ઓનલાઇન ક્લેમ કેવી રીતે કરવું અને તેના ફાયદા
ભારતમાં દરરોજ હજારોની સંખ્યામં રોડ એક્સિડેન્ટ થાય છે. 2023માં ભારતમાં 1.73 લાખથી વધુ મોત અને 4.63 લાખ થી વધુ લોકો રોડ એક્સિડેન્ટમાં ઘાયલ થયા હતા.
મોટર વ્હીકલ એક્સિડેન્ટ ઓનલાઇન ક્લેમ પ્રોસેસ
- સૌથી પહેલા તમાર કાર કે વાહનનું એક્સિડેન્ટ થાય ત્યારે તરત જ વીમા કંપનીને ફોન કોલ અથવા ઇમેલ દ્વારા જાણ કરો
- તમારા વાહનના ફોટા ખેંચી લો. વાહનના જે ભાગમાં નુકસાન થયું હતો તેના સ્પષ્ટ ફોટા પાડવા
- તમારા વાહનનું એક્સિડેન્ટ થયા એટલે તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવાનું ભૂલશો નહીં, FIRની નકલ વીમા કંપનીને આપો
- વીમા કંપનીની સત્તાવાર વેબસાઇટ કે એપ્લિકેશન પર વાહન એક્સિડેન્ટ ઓનલાઇમ ક્લેમ માટે રજિસ્ટ્રેશન કરો
- તમારો વાહન એક્સિડેન્ટ ક્લેમ રજિસ્ટ્રેશન થયા બાદ તમને એક ક્લેમ રજિસ્ટ્રેશન નંબર મળશે, જે ભવિષ્યમાં સંદેશાવ્યવહાર માટે સાચવી રાખો.
- તમારા વાહનને વીમા કંપની સાથે જોડાયેલા નેટવર્ક ગેરેજ માંથી તમારા નજીક હોય તેમાના કોઇ એક ગેરેજ પર લઈ જાઓ
- તમારી વીમા કંપની દ્વારા નિયુક્ત સર્વેયર વાહનને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરશે, રિપોર્ટ બનાવશે અને તમારા વાહનને રિપેર કરવા માટે મંજૂરી આપશે
- વ્હીકલ ઇન્સ્યોરન્સ ક્લેમ માટે જરૂરી દસ્તાવેજો સબમિટ કર્યા બાદ વાહન રિપેરિંગ થયા બાદ તમે ઘરે લઇ શકશો
- મોટર વ્હીકલ એક્સિડેન્ટ ક્લેમ પાસ થતા તમારે વાહન રિપેરિંગ માટે કોઇ ચૂકવણી કરવાની રહેશે નહીં
- મોટર વ્હીકલ એક્સિડેન્ટ ઓનલાઇમ ક્લેમ કરવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહનની આરસી બુક સહિત અન્ય દસ્તાવેજોની જરૂર પડશે
વીમા ક્ષેત્રમાં ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપવા માટે ઈરડા (IRDAI) એ વર્ષ 2024માં ઘણી નવી માર્ગદર્શિકા જારી કરી છે. તેમા વીમા કંપનીઓને ઝડપથી અને પારદર્શક ડિજિટલ સમાધાન આપવા માટે નિર્દેશ કર્યો છે.
2024ના મોટર ઈન્સ્યોરન્સમાં સુધારેલા નવા નિયમ
સર્વે રિપોર્ટના 7દિવસની અંદર ક્લેમ સેટલમેન્ટ ફરજિયાત24 કલાકની અંદર સર્વેયરની નિમણુંકAI અને ડેટા એનાલિટિક્સ મારફતે વાહનના નુકસાનનું આંકલન. આ સુવિધા ઓનલાઇન ક્લેમ સેટલમેન્ટને વધુ ઝડપી, સુરક્ષિત અને વિશ્વાસપાત્ર બનાવવાનું છે.
ઓનલાઇમ ક્લેમ કરવાના ફાયદા
સમયની બચત – ઓનલાઇન ક્લેમ પ્રોસેસમાં સમયની બચત થાય છે. તમે મોબાઇલ કે કોમ્પ્યુટર અને લેપટેપ પરથી ગમે તે સમય અને સ્થળ પરથી ફટાફટ વાહન અકસ્માત માટે ઓનલાઇન ક્લેમ દાખલ કરી શકો છો.
પારદર્શિતા – વીમાધારક તેનું ક્લેમ સ્ટેટ્સ ઓનલાઇન ટ્રેક કરી શકે છે. ડિજિટલ પ્લેટફોર્મ મારફતે વીમા કંપની સાથે વાતચીત કરી શકે છે.
સરળ ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયા – ઘરે બેઠા ઓનલાઇમ ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયા થઇ જાય છે, જેનાથી સમય અને શક્તિ બને જશે.





