/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Toll-Tax-Collection.jpg)
Toll Tax Collection : હાઇવે પર ટોલ ટેક્સ ક્લકેશન સિસ્ટમ બદલાશે. (File Photo) Photograph: (File Photo)
Toll Payment Rule Change: ભારત સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ ટેક્સ ની ચુકવણી ન કરવાની વધતી જતી સમસ્યાને રોકવા માટે કેન્દ્રીય મોટર વાહન નિયમો 2026માં મોટા ફેરફારો કર્યા છે. આ નિયમો દેશભરના ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન (ઇટીસી) સિસ્ટમવાળા તમામ ટોલ પ્લાઝા પર લાગુ થશે. નવા નિયમો લાગુ કરવા પાછળનો સરકારનો ઉદ્દેશ્ય ટોલ ટેક્સ ચોરી અટકાવવી, આવક વધારવી અને ડિજિટલ ટોલ સિસ્ટમને મજબૂત કરવાનો છે.
જો ટોલ ટેક્સ બાકી હશે તો આ સેવા મળશે નહીં
જો વાહનનો ટોલ ટેક્સ ચૂકવવાનો બાકી હોય, તો વાહન માલિકને નીચેની સેવાઓ મળશે નહીં:
- નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મળશે નહીં
- વાહન ટ્રાન્સફર કરી શકાશે નહીં
- અન્ય રાજ્યમાં વાહનનું રજિસ્ટ્રેશન થશે નહીં
- રિ-રજિસ્ટ્રેશનની પ્રક્રિયા બંધ કરવામાં આવશે
- નવું ફિટનેસ સર્ટિફિકેટ મળશે નહીં
- જૂના ફિટનેસ સર્ટિફિકેટ રિન્યૂ કરવામાં આવશે નહીં
- નેશનલ પરમિટ પ્રતિબંધ
- કોમર્શિયલ વાહનોને નેશનલ પરમિટ આપવામાં આવશે નહીં
- લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટ કંપનીઓને અસર થશે
Form 28 માં ફેરફાર: હવે ઓનલાઇન NOC પ્રક્રિયા
સરકારે ફોર્મ 28 (એનઓસી એપ્લિકેશન ફોર્મ) અપડેટ કર્યું છે. હવે આ ફોર્મનો થોડો ભાગ ઓનલાઇન ઉપલબ્ધ થશે, પરંતુ અરજી કરતા પહેલા તે જરૂરી રહેશે, જે નીચે મુજબ છે.
- કોઈ ટ્રાફિક ચલણ ચૂકવવાનો બાકી ન હોય
- કોઈ ટેક્સ બાકી ન હોય
- કોઈ કાનૂની કેસ પેન્ડિંગ નથી
- કોઈ ટોલ ટેક્સ બાકી નથી
- MLFF સિસ્ટમ થી ટોલ કલેક્શનની રીત બદલાશે
- આ નવા નિયમોને મલ્ટી લેન ફ્રી ફ્લો (એમએલએફએફ) સિસ્ટમ સાથે જોડવામાં આવશે.
MLFF સિસ્ટમ શું છે?
- એમએલએફએફ (MLFF) એક ડિજિટલ ટોલ સિસ્ટમ છે, જેમા...
- ફિઝિકલ ટોલ પ્લાઝા દૂર કરવામાં આવશે
- વાહનો રોકાયા વગર ટોલ પાર કરી શકશે
- ટોલ કપાત ઓટોમેટિક થઈ જશે
- કેમેરા અને ફાસ્ટેગ આધારિત ટેક્નોલોજી વાહનની ઓળખ કરશે
- આ સિસ્ટમ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ) સીધા ડિજિટલ ટોલ વસૂલશે.
ડ્રાફ્ટ જુલાઈ 2025માં જારી થયો હતો
ડ્રાફ્ટ સુધારાઓ જુલાઈ 2025 માં બહાર પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ 2026 માટેના અંતિમ નિયમો હિસ્સેદારો અને સામાન્ય લોકોના સૂચનોને સમાવીને લાગુ કરવામાં આવ્યા હતા.
- ફાસ્ટેગ અને ડિજિટલ ટ્રેકિંગ વધુ કડક રહેશે
- સરકાર ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શન ટ્રેકિંગને મજબૂત બનાવશે
- જે લોકો વારંવાર ટોલ ચૂકવતા નથી તેમને ડિજિટલ બ્લેકલિસ્ટ કરી શકાય છે
- ભવિષ્યમાં વાહન નોંધણી સ્થગિત કરવા જેવા કડક પગલાં પણ શક્ય છે
સરકારે વાહન માલિકોને આપી સલાહ
સરકાર દ્વારા સામાન્ય વાહન માલિકોને સલાહ આપવામાં આવી છે કે જો તમે તમારી વાહન સેવાઓમાં વિક્ષેપ ટાળવા માંગો છો, તો
- સમયસર ટોલ ચૂકવો
- હંમેશા ફાસ્ટેગમાં પુરતું બેલેન્સ રાખો
- બાકી ટ્રાફિક ચલણ અને ટેક્સની ભરપાઇ કરો
- વાહનના દસ્તાવેજો અપ ટુ ડેટ રાખો
મોટર વાહન નિયમો 2026 એ સરકારનું એક મોટું પગલું છે, જે ટોલ ચોરી પર અંકુશ લગાવશે, ડિજિટલ ટ્રાફિક સિસ્ટમને મજબૂત બનાવશે અને વાહન સેવાઓને વધુ પારદર્શક બનાવશે. આગામી સમયમાં વાહન માલિકોએ ટોલ ચુકવણી પ્રત્યે વધુ જવાબદાર રહેવું પડશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us