મોટોરોલાનો ધાસું સ્માર્ટફોન લોન્ચ, 50MP કેમેરા, 256 GB સ્ટોરેજ અને મીડિયાટેક ડિમેન્સિટી 7400 ચીપસેટ

Motorola Edge 2025 Launch: મોટોરોલા એજ 2025 સ્માર્ટફોન મીડિયાટેક ડિમેન્સિટી 7400 ચીપસેટ, 6.7 ઇંચની પીએલઇડી ડિસ્પ્લે અને મિલિટરી-ગ્રેડ પ્રોટેક્શન સર્ટિફિકેશન આવે છે. જાણો લેટેસ્ટ મોટોરોલા સ્માર્ટફોનની કિંમત અન ફીચર્સ

Written by Ajay Saroya
May 28, 2025 11:56 IST
મોટોરોલાનો ધાસું સ્માર્ટફોન લોન્ચ, 50MP કેમેરા, 256 GB સ્ટોરેજ અને મીડિયાટેક ડિમેન્સિટી 7400 ચીપસેટ
Motorola Edge 2025 Launch: મોટોરોલા એજ 2025 સ્માર્ટફોનમાં 2.6 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર મીડિયાટેક ડિમેન્સિટી 7400 4nm પ્રોસેસર આવે છે.

Motorola Edge 2025 Launch: મોટોરોલા એજ 2025 લોન્ચ કરવામાં આવ્યો છે. આ નવો મોટોરેલા સ્માર્ટફોન અમેરિકામાં લોન્ચ થયો છે. મોટોરોલા એજ 2025 કંપનીનું લેટેસ્ટ મોડલ છે અને તેમાં 6.7 ઇંચની પીએલઇડી ડિસ્પ્લે, 50MP રિયર અને 50MP ફ્રન્ટ કેમેરા અને મિલિટરી-ગ્રેડ પ્રોટેક્શન સર્ટિફિકેશન આવે છે. તે મીડિયાટેક ડિમેન્સિટી 7400 ચિપસેટ સાથે આવનારો પહેલો સ્માર્ટફોન છે. ચાલો જાણીયે લેટેસ્ટ મોટોરોલા એજ 2025 સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ વિશે બધું જ.

Motorola Edge 2025 Specifications : મોટોરોલા એજ 2025 સ્પેસિફિકેશન્સ

મોટોરોલા એજ 2025 સ્માર્ટફોનમાં 6.7 ઇંચ (2712 x 1220 પિક્સેલ્સ) ફુલએચડી + 10-બિટ OLED અનંત એજ ડિસ્પ્લે છે. આ સ્ક્રીન HDR10+, 120Hz રિફ્રેશ રેટ અને 300Hz ગેમિંગ ટચ સેમ્પલિંગ રેટ ઓફર કરે છે. ડિસ્પ્લે 4500 નાઇટ્સ સુધીની પીક બ્રાઇટનેસ સાથે આવે છે અને Corning Gorilla Glass 7i સિક્યોરિટી આપે છે.

મોટોરોલા એજ 2025 માં 2.6 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર મીડિયાટેક ડિમેન્સિટી 7400 4nm પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે Mali-G615 MC2 GPU છે. મોટોરોલાના આ ફોનમાં 8 જીબી રેમ સાથે 256 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ છે. સ્ટોરેજને માઇક્રો એસડી કાર્ડ દ્વારા 256 જીબી સુધી વધારી શકાય છે.

મોટોરોલાનો આ ફોન Android 15 સાથે આવે છે. આ હેન્ડસેટમાં એપર્ચર એફ/1.88, ઓઆઇએસ સાથે 50 મેગાપિક્સલનું Sony LYT-700C સેન્સર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 50 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરા આપવામાં આવ્યો છે. ફોન 4K 30fps વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. નવા મોટો સ્માર્ટફોનમાં એફ/1.9 અપાર્ચર સાથે 50 એમપી ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે જે 4K 30fps વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે.

Motorola Edge 2025 Features : મોટોરોલા એજ 2025 ફીચર્સ

આ ડિવાઇસમાં મિલિટરી ગ્રેડ પ્રોટેક્શન સર્ટિફિકેશન (MIL STD-810H) અને ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ જેવા ફીચર્સ છે. હેન્ડસેટમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ આપવામાં આવી છે. મોટોરોલા એજ 2025માં યુએસબી ટાઇપ-સી ઓડિયો, સ્ટિરિયો સ્પીકર્સ અને ડોલ્બી એટમોસ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 161.19 x 73.06 x 7.99 અને તેનું વજન 181 ગ્રામ છે. કનેક્ટિવિટી માટે આ સ્માર્ટફોનમાં 5જી, બ્લૂટૂથ 5.4, જીપીએસ, યુએસબી ટાઇપ-સી અને એનએફસી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. હેન્ડસેટને પાવર આપવા માટે 5200mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 68W ફાસ્ટ ચાર્જિંગ અને 15W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

આ પણ વાંચો | Realme GT 7 સીરિઝ સ્માર્ટફોન 7000mAh બેટરી સાથે 3 વેરિયન્ટમાં લોન્ચ, 6 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ મળશે

Motorola Edge 2025 Price : મોટોરોલા એજ 2025 કિંમત

મોટોરોલા એજ 2025 સ્માર્ટફોનની અમેરિકામાં કિંમત 549.99 ડોલર (લગભગ 47,000 રૂપિયા) છે. આ મોટોરોલા સ્માર્ટફોન પેન્ટોન ડીપ ફોરેસ્ટ કલરમાં ઉપલબ્ધ છે. આ હેન્ડસેટ અમેરિકામાં 5 જૂનથી એમેઝોન, મોટોરોલાની સાઇટ અને બેસ્ટ બાય પર ખરીદી માટે ઉપલબ્ધ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ