Motorola Edge 50 Fusion : મોટોરોલા એજ 50 ફ્યુઝન ઇન્ડિયા લોન્ચ ડેટ, જાણો ફીચર્સ અને કિંમત

Motorola Edge 50 Fusion : Motorola Edge 50 Fusion સ્માર્ટફોન ઇન્ડિયામાં 16 મેના રોજ IST બપોરે 12:00 વાગ્યે લોન્ચ થશે.

Motorola Edge 50 Fusion : Motorola Edge 50 Fusion સ્માર્ટફોન ઇન્ડિયામાં 16 મેના રોજ IST બપોરે 12:00 વાગ્યે લોન્ચ થશે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Motorola Edge 50 Fusion features price

Motorola Edge 50 Fusion : મોટોરોલા એજ 50 ફ્યુઝન ઇન્ડિયા લોન્ચ ડેટ, જાણો ફીચર્સ અને કિંમત (Motorola)

Motorola Edge 50 Fusion : મોટોરોલા એજ 50 ફ્યુઝન (Motorola Edge 50 Fusion) ઇન્ડિયામાં ટૂંક સમયમાં લોન્ચ થશે. મોટોરોલાએ ટ્વીટર પોસ્ટ દ્વારા જાહેરાત કરી હતી અને ફ્લિપકાર્ટએ ઓફિસિયલી કનફર્મ કર્યું છે . મોટોરોલા ફોન એપ્રિલમાં યુરોપ સહિત સિલેકટેડ માર્કેટમાં લોન્ચ થયો હતો. જે Motorola Edge 50 Ultra અને Motorola Edge 50 Pro ની સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો.

Advertisment
Motorola Edge 50 Fusion
Motorola Edge 50 Fusion : મોટોરોલા એજ 50 ફ્યુઝન ઇન્ડિયા લોન્ચ ડેટ, જાણો ફીચર્સ અને કિંમત (Motorola)

મોટોરોલા એજ 50 ફ્યુઝન (Motorola Edge 50 Fusion) : ફીચર્સ અને કિંમત

Motorola Edge 50 Fusion 144Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે, IP68-રેટેડ બિલ્ડ, 50-મેગાપિક્સલના ડ્યુઅલ રીઅર કેમેરા અને 68W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન Snapdragon 7s Gen 2 SoC પર ચાલે છે.

આ પણ વાંચો: ગૂગલે ભારતમાં લોન્ચ કરી નવી સર્વિસ, ગૂગલ પે કરતા બહુ ખાસ છે, જાણો વિગતવાર

Advertisment

Motorola Edge 50 Fusion સ્માર્ટફોન ઇન્ડિયામાં 16 મેના રોજ IST બપોરે 12:00 વાગ્યે લોન્ચ થશે. મોટોરોલા (Motorola) લોન્ચ વિશે તેના સત્તાવાર ટ્વીટર હેન્ડલ દ્વારા ઘણી વાર ટીઝર્સ રિલીઝ કરવામાં આવ્યું છે. ફ્લિપકાર્ટે એક લેન્ડિંગ વેબપેજ પબ્લિશ કર્યું જેમાં તેના સ્પેસિફિકેશન છે.

ફ્લિપકાર્ટનું વેબપેજ દર્શાવે છે કે મોટોરોલા એજ 50 ફ્યુઝન ફોરેસ્ટ બ્લુ, હોટ પિંક અને માર્શમેલો બ્લુ કલરમાં ઉપલબ્ધ હશે અને 12GB સુધીની ઓનબોર્ડ રેમ ધરાવશે. તેને એન્ડ્રોઇડ 14-આધારિત Hello UI પર રન કરવામાં આવે છે અને તેમાં 144Hz રિફ્રેશ રેટ, 1,600 nits ઓફ પીક બ્રાઇટનેસ અને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન સાથે 6.7-ઇંચ વક્ર પોલેડ ડિસ્પ્લે છે. તેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સામેલ હશે.

આ પણ વાંચો: Sony મોટો ધમાકો! ગરમી નજીક પણ નહીં આવે, લોકેટની જેમ ગળામાં પહેરો પોર્ટેબલ એસી, કિંમત પણ રૂ. 15 હજારથી ઓછી

Motorola Edge 50 Fusion ના ઇન્ડિયન વેરિઅન્ટને Snapdragon 7s Gen 2 SoC દ્વારા સંચાલિત કરવાની પુષ્ટિ કરવામાં આવી છે, જે 12GB સુધીની RAM સાથે જોડાયેલી છે. તે 50-મેગાપિક્સેલ Sony LYTIA 700C પ્રાઈમરી રીઅર સેન્સર અને 13-મેગાપિક્સેલ અલ્ટ્રાવાઈડ મેક્રો શૂટરનો સમાવેશ કરતું ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ પેક કરશે. લિસ્ટિંગ 32-મેગાપિક્સલ સેલ્ફી સેન્સર પણ છે.

Motorola Edge 50 Fusion ઇન્ડિયામાં 15 5G બેન્ડ અને Wi-Fi 6 ને સપોર્ટ કરે છે. તેમાં 68W ફાસ્ટ ચાર્જિંગ અને IP68-રેટેડ વોટર-રિપેલન્ટ ડિઝાઇન સાથે 5,000mAh બેટરી હશે. Motorola એ હજુ સુધી Motorola Edge 50 Fusion ની ઇન્ડિયામાં કિંમત જાહેર કરી નથી. જો કે, ફોન યુરોપમાં EUR 399 (આશરે ₹ 35,900) ની પ્રારંભિક કિંમત સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ 5G