/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/motorola-edge-50-fusion-1-2.jpg)
Motorola Edge 50 Fusion: મોટોરોલા એજ 50 ફ્યુઝન સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. (Image: @motorolaindia)
Motorola Edge 50 Fusion launched: મોટોરોલા એજ 50 ફ્યુઝન સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. મોટોરોલા એજ 50 સીરીઝનો આ લેટેસ્ટ સ્માર્ટફોન છે. મોટોરોલા એજ 50 ફ્યુઝન કંપનીનો લેટેસ્ટ ફોન છે અને તેમાં 6.7 ઇંચની ફુલએચડી+ pOLED સ્ક્રીન, સ્નેપડ્રેગન 7s Gen 2 પ્રોસેસર અને 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા ફોનનું સૌથી મહત્વનું ફીચર છે. જાણો મોટોરોલા એજ 5 ફ્યુઝનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર
મોટોરોલા એજ 50 ફ્યુઝન સ્પેસિફિકેશન્સ (Motorola Edge 50 Fusion Specifications)
મોટોરોલા એજ 50 ફ્યુઝનમાં 6.7 ઇંચ (2400×1080 પિક્સલ) ફુલએચડી+ 10-બિટ OLED એન્ડલેસ એજ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્ક્રીન HDR10+ ને સપોર્ટ કરે છે અને 144 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ ધરાવે છે. આ સ્માર્ટપોનમાં 360 હર્ટ્ઝ ટચ સેમ્પલિંગ રેટ આપવામાં આવ્યો છે. આ હેન્ડસેટમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન ઉપલબ્ધ છે. આ મોબાઇલની પીક બ્રાઇટનેસ 1600 નીટ સુધીની છે. સ્માર્ટફોનમાં ગ્રાફિક્સ માટે 2.4 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 7s જેન 2 4એનએમ મોબાઇલ પ્લેટફોર્મ અને એડ્રેનો 710 જીપીયુ આવે છે.
Introducing the future at your fingertips with the all-new #MotorolaEdge50Fusion. Get your hands on this new smartphone offering amazing features.
Starting at just ₹20,999*, sale starts on 22nd May @flipkart, https://t.co/azcEfy1Wlo & all leading retail stores.#OwnTheSpotlight— Motorola India (@motorolaindia) May 16, 2024
મોટોરોલા એજ 50 ફ્યુઝનમાં 8 જીબી અને 12 જીબી રેમ ઓપ્શન સાથે 256 જીબી અને 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 સાથે આવે છે. હેન્ડસેટમાં 50 મેગાપિક્સલનો સોની એલવાયટી-700સી પ્રાઇમરી રિયર કેમેરો છે, જેમાં એપર્ચર એફ /1.88 અને ઓઆઇએસ છે, અને 13 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ હેન્ડસેટમાં એપર્ચર એફ/ 2.45 સાથે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
મોટોરોલા એજ 50 ફ્યુઝન ફીચર્સ (Motorola Edge 50 Fusion Features)
મોટોરોલા એજ 50 ફ્યુઝન ડિવાઇસમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો, સ્ટિરિયો સ્પીકર્સ, ડોલ્બી એટમોસ અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યા છે. તેમાં ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્ટ (IP68)નું રેટિંગ મળે છે. ઉપકરણનું ડાઇમેન્શન 161.0 x 73.1 x 7.9 મીમી છે અને તેનું વજન 174,9 ગ્રામ છે. હેન્ડસેટને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 68W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે આ સ્માર્ટફોનમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, વાઇ-ફાઇ 802.11ax, બ્લૂટૂથ 5.2, જીપીએસ, યુએસબી ટાઇપ-સી અને એનએફસી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
#OwnTheSpotlight with #MotorolaEdge50Fusion–Segment’s Best 50MP Sony - LYTIA 700C Camera. Keep it safe with Segment's only IP68 underwater protection.
Starting at just ₹20,999*, Sale starts 22nd May @flipkart, https://t.co/azcEfy2uaW & at all leading retail stores. pic.twitter.com/n3lyVKtLte— Motorola India (@motorolaindia) May 16, 2024
મોટોરોલા એજ 50 ફ્યુઝન કિંમત (Motorola edge 50 Fusion Price)
મોટોરોલા એજ 50 ફ્યુઝનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 22,999 રૂપિયા છે. તો આ સ્માર્ટફોન 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 24,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ મોબાઇલ ફોન 22 મેથી ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ, મોટોરોલા ઇન્ડિયા વેબસાઇટ અને ઓફલાઇન રિટેલ સ્ટોર્સ પર ખરીદી માટે ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો | વીવો એ લોન્ચ કર્યો દુનિયાનો સૌથી પાવરફુલ કેમેરા વાળો સ્માર્ટફોન, સેમસંગ અને શાઓમીને આપશે ટક્કર
મોટોરોલા એજ 50 ફ્યુઝન એક્સચેન્જ ઓફર (Motorola edge 50 Fusion Exchange Offer)
જો તમે ફ્લિપકાર્ટ પર કોઇ અન્ય ફોનના એક્સચેન્જ પર ખરીદવા પર તમને 2000 રૂપિયાનું વધારાનું એક્સચેન્જ બોનસ મળશે. ઉપરાંત આઈસીઆઈસીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ ઈએમઆઈ મારફતે સ્માર્ટફોન ખરીદવા પર 2000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે. આઈસીઆઈસીઆઈ બેંકના કાર્ડ મારફતે ખરીદવા પર 9 મહિના સુધી નો-કોસ્ટ ઈએમઆઈ ઓફર પણ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us