Motorola Edge 60 Price in India: મોટોરોલાએ ભારતમાં તેની Edge સિરીઝનો નવીનતમ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Motorola Edge 60 કંપનીનો નવો સ્માર્ટફોન છે અને તેને 12GB સુધીની રેમ, એન્ડ્રોઇડ 15 અને 50MP કેમેરા અને 5500mAh મોટી બેટરી જેવી સુવિધાઓ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. Motorola Edge 60 માં મીડિયાટેક ડાયમેન્સિટી 7300 ચિપસેટ મળે છે. જાણો આ મોટોરોલા સ્માર્ટફોનમાં શું ખાસ છે.
Motorola Edge 60 સ્પેસિફિકેશન્સ
Motorola Edge 60 સ્માર્ટફોનમાં 6.67-ઇંચ (2712 x 1220 પિક્સેલ્સ) 1.5K 10-બીટ પોલેડ ડિસ્પ્લે છે જે 120Hz રિફ્રેશ રેટ આપે છે. સ્ક્રીન 4500 નિટ્સ પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે હેન્ડસેટમાં ગોરિલા ગ્લાસ 7i આપવામાં આવ્યો છે. ફોનમાં 2.6 GHz ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 7400 4nm પ્રોસેસર પ્રોસેસર છે. ગ્રાફિક્સ માટે હેન્ડસેટમાં Mali-G615 MC2 GPU છે.
મોટોરોલાના આ નવીનતમ ફોનમાં 12GB RAM સાથે 256GB ઇનબિલ્ટ સ્ટોરેજ મળે છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1TB સુધી વધારી શકાય છે. હેન્ડસેટ એન્ડ્રોઇડ 15 સાથે આવે છે અને કંપનીએ 3 વર્ષ માટે OS અને 4 વર્ષ માટે સુરક્ષા માસિક અપડેટ્સ મેળવવાનું વચન આપ્યું છે. ફોન હાઇબ્રિડ ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે.
Motorola Edge 60 સ્માર્ટફોનમાં અપર્ચર F/1.8, OIS સાથે 50MP પ્રાઇમરી રીઅર કેમેરા છે. હેન્ડસેટમાં અપર્ચર F/2.o સાથે અલ્ટ્રા-વાઇડ કેમેરા છે જે મેક્રો વિકલ્પને સપોર્ટ કરે છે. ફોનમાં અપર્ચર f/2.0 સાથે 10-મેગાપિક્સલ 3x ટેલિફોટો કેમેરા પણ છે જે OIS, 30x સુપર ઝૂમ અને 4K 30fps સુધી વિડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે, આ ડિવાઇસમાં 50MP ફ્રન્ટ કેમેરા છે જે f/2.0 એપરચર સાથે 4K 30fps સુધી વિડીયો રેકોર્ડિંગ આપે છે.
આ મોટોરોલા સ્માર્ટફોનમાં USB Type-C ઓડિયો, સ્ટીરીયો સ્પીકર્સ અને Dolby Atmos ફીચર્સ છે. હેન્ડસેટને પાવર આપવા માટે, 5500mAh મોટી બેટરી આપવામાં આવી છે જે 68W ટર્બોપાવર ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
કનેક્ટિવિટી માટે ફોનમાં શું છે ખાસ?
કનેક્ટિવિટી માટે Motorola Edge 60 સ્માર્ટફોન પાણી અને ધૂળ પ્રતિરોધક (IP68+IP69) છે અને ફોન મિલિટરી-ગ્રેડ ડ્યુરેબિલિટી(MIL-STD-810H) આપે છે. ડિવાઇસનું ડાઈમેન્શન 161.2 x 73.08 x 8.25mm છે અને તેનું વજન 181 ગ્રામ છે. કનેક્ટિવિટી માટે સ્માર્ટફોનમાં 5G, Dual 4G VoLTE, Wi-Fi 802.11ax, Bluetooth 5.4, GPS અને USB Type-C જેવી સુવિધાઓ છે.
Motorola Edge 60 કિંમત
Motorola Edge 60 સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 25,999 રૂપિયા છે. આ સ્માર્ટફોન પેન્ટોન જિબ્રાલ્ટર સી કલરમાં નાયલોન જેવી ફિનિશ અને પેન્ટોન શેમરોક કલરમાં લેધર જેવી ફિનિશ સાથે આવે છે.
આ પણ વાંચોઃ- Bike Tank Fill After Autocut: બાઇકમાં ઓટો-કટ થયા પછી પણ ટાંકી ભરનારાઓ સાવધાન! આ ભૂલ પડી શકે છે ભારે
આ સ્માર્ટફોન 17 જૂનથી ફ્લિપકાર્ટ, મોટોરોલા ઇન્ડિયા વેબસાઇટ અને ઓફલાઇન સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે. એક્સિસ અને આઈડીએફસી બેંક ક્રેડિટ કાર્ડથી ફોન ખરીદવા પર તમને 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.