Motorola edge 60 Pro Features : મોટોરોલાએ પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન એજ 60 પ્રો ભારતમાં લોન્ચ કર્યો છે. મોટોરોલા એજ 60 પ્રો કંપનીનો નવો ફોન છે અને તેને સસ્તી કિંમતમાં પાવરફુલ ફીચર્સ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. નવો મોટોરોલા એજ 60 પ્રો સ્માર્ટફોન ભારતમાં 6000mAhની મોટી બેટરી, IP69 રેટિંગ્સ અને 12GB સુધીની રેમ અને 256GB સ્ટોરેજ સાથે આવે છે.
મોટો એજ 60 પ્રો કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7 આઈ સુરક્ષા સાથે આવે છે. ફોનમાં 50MPનો પ્રાઇમરી કેમેરા, ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. આવો તમને જણાવીએ નવા એજ 60 પ્રો ની કિંમત અને ફીચર્સ સાથે જોડાયેલી તમામ વિગતો.
મોટોરોલા એજ 60 પ્રો કિંમત
મોટોરોલા એજ 60 પ્રોના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 29,999 રૂપિયા છે. જ્યારે 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 33,999 રૂપિયા છે. ફોનને પેન્ટોન ડેઝલિંગ બ્લુ, પેન્ટોન શેડો અને પેન્ટોન સ્પાર્કલિંગ ગ્રેપ કલરમાં લઈ શકાય છે.
ફોનને ફ્લિપકાર્ટ અને મોટોરોલા ઇન્ડિયા અને ઓફલાઇન સ્ટોર્સ પર આજથી (30 એપ્રિલ, 2025) પ્રી-ઓર્ડર કરી શકાય છે. ફોનનું વેચાણ 7 મેથી શરૂ થશે.
મોટોરોલા એજ 60 પ્રો ફીચર્સ
મોટોરોલા એજ 60 પ્રો સ્માર્ટફોનમાં 6.7 ઇંચ (2712 x 1220 પિક્સલ) 1.5K 10-બિટ પીએલઇડી ડિસ્પ્લે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે અને પીક બ્રાઇટનેસ 4500 નિટ્સ સુધીની છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 7i પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 3.35 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર ડિમેન્સિટી 8350 એક્સ્ટ્રીમ 4એનએમ પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન માલી-જી615 એમસી6 જીપીયુથી સંચાલિત છે.
મોટોરોલા એજ 60 પ્રોમાં 8 જીબી રેમ, 12 જીબી રેમ અને 256 જીબી ઇન્ટરનલ સ્ટોરેજનો વિકલ્પ મળે છે. હેન્ડસેટ એન્ડ્રોઇડ 15 સાથે આવે છે. કંપનીએ ફોનમાં 4 વર્ષ માટે 3 ઓએસ અને સિક્યોરિટી અપડેટ મળવાનું વચન આપ્યું છે. આ મોટો ડિવાઇસમાં ડ્યૂઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો – AC નું આયુષ્ય વધારવા માટેની 7 બેસ્ટ ટિપ્સ! ઉનાળામાં ઠંડક આપવા ઉપરાંત તમારા પૈસા પણ બચાવશે
મોટોરોલા એજ 60 પ્રો સ્માર્ટફોનમાં એપર્ચર એફ/1.8, ઓઆઇએસ સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં 50 મેગાપિક્સલનો ઓટોફોકસ અલ્ટ્રા વાઈડ કેમેરા છે જેમાં એપર્ચર એફ/2.0, મેક્રો મોડ અને 10 મેગાપિક્સલનો 3x ટેલિફોટો કેમેરો આપવામાં આવ્યો છે. ટેલિફોટો કેમેરા ઓઆઇએસ, 50એક્સ સુપર ઝૂમ જેવા ફિચર્સને સપોર્ટ કરે છે. ફ્રન્ટમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે અપર્ચર એફ/2.0 સાથે 50 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.
6000mAhની મોટી બેટરી
મોટોરોલાના આ નવા ફોનને પાવર આપવા માટે 6000mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 90W ટર્બોપાવર ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં 15W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો, સ્ટિરિયો સ્પીકર્સ અને ડોલ્બી એટમોસ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. મોટોરોલા એજ 60 પ્રો વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્ટ (IP68 + IP69) અને મિલિટરી-ગ્રેડ ડ્યુરબિલિટી (એમઆઇએલ-એસટીડી-810H) સર્ટિફિકેશન ધરાવે છે. આ ડિવાઇસનું ડાઇમેંશન 160.69×73.06 x 8.24mm અને વજન 186 ગ્રામ છે.
મોટોરોલા એજ 60 પ્રો પર કનેક્ટિવિટી ઓપ્શનમાં 5જી, ડ્યુઅલ 4જી વીઓએલટીઇ, વાઇ-ફાઇ 6ઇ 802.11એએક્સ, બ્લૂટૂથ 5.4, જીપીએસ, યુએસબી ટાઇપ-સી અને એનએફસી જેવા ફિચર્સ મળે છે.





