Motorola Edge 70 India Launch : મોટોરોલાએ ભારતમાં તેનો Edge Series લેટેસ્ટ સ્માર્ટફોન મોટોરોલા એજ 70 લોન્ચ કર્યો છે. Motorola Edge 70 કંપનીનો નવો ફોન છે અને તેમાં 50 એમપી ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે. મોટોરોલા એજ 70 સ્માર્ટફોનમાં ક્વાલકોમનો Snapdragon 7 Gen 4 ચિપસેટ છે. આ નવા મોટોરોલા હેન્ડસેટમાં 5000mAh લાર્જ સિલિકોન કાર્બન બેટરી, 256 જીબી સ્ટોરેજ અને 50 એમપી સેલ્ફી કેમેરા જેવી સુવિધાઓ છે. ફોનની સૌથી મહત્વની ખાસિયત એ છે કે તે માત્ર 5.99 મીમી જાડાઈ એટલે કે પેન્સિલ કરતા પાતળી સાથે આવે છે.
Motorola Edge 70 Price India : મોટોરોલા એજ 70 કિંમત
મોટોરોલા એજ 70 સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 29,999 રૂપિયા છે. ટેક કંપની પસંદગીના બેંક કાર્ડ્સ દ્વારા ફોન ખરીદવા પર 1000 રૂપિયાનું બેંક ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.
ભારતમાં આ ફોન ફ્લિપકાર્ટ, મોટોરોલા ઇન્ડિયા ઓનલાઇન સ્ટોર અને અન્ય ઓફલાઇન રિટેલ ચેનલો પરથી ખરીદી શકાય છે. મોટોરોલા એજ 70 મોબાઇલ પેન્ટોન બ્રોન્ઝ ગ્રીન, પેન્ટોન ગેજેટ ગ્રે અને પેન્ટોન લિલી પેડ કલરમાં ઉપલબ્ધ છે.

Motorola Edge 70 Specifications : મોટોરોલા એજ 70 ખાસિયત
મોટોરોલા એજ 70 સ્માર્ટફોનતેમાં 6.7 ઇંચની 1.5 કે એમોલેડ ડિસ્પ્લે છે જે 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ, 4500 નિટ્સ પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં ગોરિલા ગ્લાસ 7i પ્રોટેક્શન, ડોલ્બી વિઝન અને એચડીઆર 10+ કન્ટેન્ટ સપોર્ટ છે. આ ફોન વોટર પ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે IP68 + IP69 રેટિંગ ધરાવે છે. ફોનમાં MIL-STD-810H મિલિટરી ગ્રેડ સર્ટિફિકેશન છે.
નવો મોટોરોલા એજ 70 સ્માર્ટફોન એન્ડ્રોઇડ 16 બેઝ્ડ Hello UI છે. કંપની આ સ્માર્ટફોનમાં ત્રણ મોટા એન્ડ્રોઇડ અપગ્રેડ અને ચાર વર્ષનું સિક્યોરિટી સુરક્ષા અપડેટ મળવાનું વચન આપે છે.





