Motorola G86, G86 Power, Moto G56 Launch: મોટોરોલા કંપનીએ એક સાથે 3 -3 નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. મોટોરોલા G86, G86 Power, Moto G56 કંપનીના લેટેસ્ટ સ્માર્ટફોન છે. મોટો જી86 અને જી86 પાવરને 50MPનો પ્રાઇમરી રિયર કેમેરો, ડિમેન્સિટી 7399 ચિપસેટ અને મિલિટરી-ગ્રેડ એમઆઇએલ-એસટીડી 810એચ સર્ટિફિકેટ મળે છે. મોટોરોલા જી56 આ સીરીઝનું લોઅર એન્ડ મોડલ છે જે ડિમેન્સિટી 7060 ચિપસેટ અને 5200mAhની મોટી બેટરી સાથે આવે છે. જાણો મોટોરોલાના નવા સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે…
Motorola G86, G86 Power, G56 Price : મોટોરોલા જી86, જી86 પાવર, જી56 કિંમત
મોટોરોલા જી86 અને જી86 પાવર સ્માર્ટફોનની કિંમત અનુક્રમે 280 પાઉન્ડ (આશરે 32,200 રૂપિયા) અને 299.99 પાઉન્ડ (આશરે 34,500 રૂપિયા) રાખવામાં આવી છે.
મોટોરોલા જી56 સ્માર્ટફોનની કિંમત 199.99 પાઉન્ડ (લગભગ 22,900 રૂપિયા) છે. આ ફોન 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં આવે છે. આ ત્રણેય નવા સ્માર્ટફોન યુકેમાં મોટોરોલાની વેબસાઇટ પર ખરીદવા માટે ઉપલબ્ધ છે.
Motorola G86, G86 Power Specifications : મોટોરોલા જી86, જી86 પાવર સ્પેસિફિકેશન્સ
મોટોરોલા જી86 અને જી86 પાવર સ્માર્ટફોન ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે. આ મોટોરોલા સ્માર્ટફોનમાં એક સમાન સ્પેસિફિકેશન છે. બંને હેન્ડસેટમાં 6.7 ઇંચની સુપર એચડી (2,712 x 1,220 પિક્સલ) AMOLED સ્ક્રીન છે જે 446પીપી પિક્સેલ ડેન્સિટી સાથે આવે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે અને આસ્પેક્ટ રેશિયો 20: 9 છે. મોબાઇલની સ્ક્રીન 4500 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસ (HDR), HDR10+ સ્પેસિફિકેશન સપોર્ટ સપોર્ટ કરે છે. આ બંને મોટોરોલા ફોનમાં Gorilla Glass 7i આપવામાં આવ્યું છે.
આ બંને મોટોરોલા ફોન એન્ડ્રોઇડ 15 સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ લેટેસ્ટ મોટો સ્માર્ટફોનમાં મીડિયાટેક ડિમેન્સિટી 7300 ચિપસેટ છે. મોટોરોલા જી86 8 જીબી રેમ અને 256 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે, જ્યારે જી86 પાવર 12 જીબી સુધીની રેમ અને 512 જીબી સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે.
કેમેરાની વાત કરીએ તો આ બંને હેન્ડસેટમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન અને અપર્ચર એફ /1.8 સાથે 50MPનો સોની એલવાયટી -600 પ્રાઇમરી રિયર કેમેરો અને એપર્ચર એફ / 2.2 સાથે 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ છે. મોટોરોલામાં આ ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે અપર્ચર એફ/ 2.2 સાથે 32 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
મોટોરોલા જી86 અને જી86 પાવર પર કનેક્ટિવિટી વિકલ્પોમાં ડ્યુઅલ સિમ 5જી, ડ્યુઅલ બેન્ડ વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટનો સમાવેશ થાય છે. બંને ફોન ડ્યુઅલ સ્ટિરિયો સ્પીકર્સ, IP68 + IP69 ડસ્ટ અને વોટર પ્રોટેક્શન રેટિંગ્સ સાથે ડોલ્બી એટમોસ અને યુએસ મિલિટરી સ્ટાન્ડર્ડ એમઆઇએલ-એસટીડી 810એચ સર્ટિફિકેશન સાથે ઉપલબ્ધ છે.
મોટોરોલા જી86 અને જી86 સ્માર્ટફોનના પાવર વચ્ચેનો મુખ્ય તફાવત બેટરી છે. જી86માં 5200mAhની બેટરી આપવામાં આવી છે, જ્યારે જી86 પાવરમાં 6720mAhની મોટી બેટરી આપવામાં આવી છે. બંને ફોન 30W ટર્બોપાવર વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Motorola G56 Specifications : મોટોરોલા જી56 સ્પેસિફિકેશન્સ
મોટોરોલા જી56 સ્માર્ટફોન ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે. મોટોરોલા જી56માં 6.72 ઇંચની ફુલએચડી+ (2,400 x 1,080 પિક્સલ) એલસીડી સ્ક્રીન છે, જેનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે. આ સ્ક્રીન 391પીપી પિક્સેલ ડેન્સિટી, 20:9 આસ્પેક્ટ રેશિયો અને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 7આઇ પ્રોટેક્શન સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં મીડિયાટેક ડિમેન્સિટી 7060 એસઓસી આપવામાં આવી છે, જેની સાથે આઇએમજી બીએક્સએમ-8-256 જીપીયુ આપવામાં આવ્યું છે.
મોટોરોલાનો આ ફોન 256GB ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. 2TB સુધી માઇક્રોએસડી કાર્ડ દ્વારા ફોનની સ્ટોરેજ વધારી શકાય છે. હેન્ડસેટ એન્ડ્રોઇડ 15 સાથે આવે છે. ફોનમાં મોટો જી86 અને જી86 પાવર જેવો જ કેમેરા સેટઅપ પણ આપવામાં આવ્યો છે.
હેન્ડસેટને પાવર આપવા માટે 5200mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 30W ટર્બોપાવર ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 165.75 x 76.26 x 8.35mm છે અને તેનું વજન 200 ગ્રામ છે. આ ફોન IP68 + IP69 પ્રોટેક્શન સાથે આવે છે.





