Moto E14: મોટોરોલાના સસ્તા ફોનની બજારમાં એન્ટ્રી, જેમાં 5000mAh બેટરી અને મોટી ડિસ્પ્લે

Moto E14: મોટોરોલાએ પોતાની ઇ-સિરીઝમાં લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો. આ સ્માર્ટફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે જે 15W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Moto E14: મોટોરોલાએ પોતાની ઇ-સિરીઝમાં લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો. આ સ્માર્ટફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે જે 15W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
motorola moto e14, motorola, moto e14

Moto E14 : મોટોરોલાએ પોતાની ઇ-સિરીઝમાં લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો

Moto E14 : મોટોરોલાએ પોતાની ઇ-સિરીઝમાં લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Moto E14 કંપનીનો નવો ફોન છે જે હાલ યુકેમાં લોન્ચ થયો છે. નવા Moto E14માં ડોલ્બી એટમોસ ટેક્નોલોજી, 5000mAhની બેટરી અને IP52 રેટિંગ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. નવા મોટો સ્માર્ટફોનમાં શું છે ખાસ? જાણો કિંમત અને તમામ ફિચર્સ વિશેની માહિતી .

Advertisment

મોટો E14 ફિચર્સ (Moto E14 Features)

મોટોરોલા મોટો ઇ14માં 6.56 ઇંચની એચડી + ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ અને પિક્સેલ ડેન્સિટી 267 પીપીઆઈ છે. ફોનમાં હાઇ બ્રાઇટનેસ મોડ આપવામાં આવ્યો છે આઉટડોરમાં વધુ સારો ડિસ્પ્લે અનુભવ પ્રદાન કરે છે. સાથે જ નાઇટ લાઇટ મોડ સાથે અંધારામાં ફોન ચલાવવો સરળ રહે છે.

આ મોટો ડિવાઇસમાં ડોલ્બી એટમોસ ટેકનોલોજી છે, જે ઉચ્ચ ગુણવત્તાયુક્ત સાઉન્ડ પ્રદાન કરે છે. Moto E14 સ્માર્ટફોન મેટ ફિનિશ સાથે આવે છે અને તેને સુરક્ષા માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં IP52 વોટરપ્રૂફ ડિઝાઇન છે, જેથી તે પાણીના છાંટા કે ટીપાંથી ખરાબ નહીં થાય.

આ પણ વાંચો - Honor Magic V Flip છે સૌથી મોટી સ્ક્રીનવાળો ફ્લિપ સ્માર્ટફોન, 1TB સુધી સ્ટોરેજ

Advertisment

મોટોરોલાના આ ફોનમાં ઓક્ટા કોર યૂનિસોક ટી606 પ્રોસેસર અને રેમ બૂસ્ટ ટેક્નોલોજી આપવામાં આવી છે. માઇક્રોએસડી કાર્ડ દ્વારા ડિવાઇસનો સ્ટોરેજ વધારીને 1 ટીબી કરી શકાય છે. આ સ્માર્ટફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે જે 15W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Moto E14માં AI-સંચાલિત 13 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 5 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. આ ફોન એન્ડ્રોઇડ 14 ગો એડિશન સાથે આવે છે.

મોટો E14 કિંમત (Moto E14 Price)

Moto E14 સ્માર્ટફોન ગ્રેફાઇટ ગ્રે, પેસ્ટલ ગ્રીન અને પેસ્ટલ પર્પલ કલરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ ફોન મોટોરોલાની વેબસાઇટ સહિત અન્ય ઘણી ઇ-કોમર્સ સાઇટ્સ પરથી લઇ શકાય છે. આ ફોનને 69 યુરો (લગભગ 6100 રૂપિયા)માં લઈ શકાય છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ