Motorola Razr 50 : ડ્યુઅલ સ્ક્રીનવાળા ફોલ્ડેબલ મોટોરોલા ફોનની ભારતમાં એન્ટ્રી, જાણો કિંમત અને ફિચર્સ

Motorola Razr 50 : મોટોરોલાએ સોમવારે (9 સપ્ટેમ્બર 2024) પોતાનો લેટેસ્ટ ફ્લિપ-સ્ટાઇલ ફોલ્ડેબલ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો. મોટોરોલાનો આ ફોન એલ્યુમિનિયમ ફ્રેમનો બનેલો છે

Written by Ashish Goyal
September 09, 2024 16:34 IST
Motorola Razr 50 : ડ્યુઅલ સ્ક્રીનવાળા ફોલ્ડેબલ મોટોરોલા ફોનની ભારતમાં એન્ટ્રી, જાણો કિંમત અને ફિચર્સ
Motorola Razr 50 Launched : મોટોરોલાએ સોમવારે (9 સપ્ટેમ્બર 2024) પોતાનો લેટેસ્ટ ફ્લિપ-સ્ટાઇલ ફોલ્ડેબલ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો

Motorola Razr 50 Launched : મોટોરોલાએ સોમવારે (9 સપ્ટેમ્બર 2024) પોતાનો લેટેસ્ટ ફ્લિપ-સ્ટાઇલ ફોલ્ડેબલ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. મોટોરોલાનો આ ફોન એલ્યુમિનિયમ ફ્રેમનો બનેલો છે. મોટોરોલા રેઝર 50માં 6.9 ઇંચની ઇનર સ્ક્રીન અને 3.63 ઇંચની કવર ડિસ્પ્લે આપવામાં આવી છે. મોટોરોલા રેઝર 50માં IPX8 રેટિંગ, 4200mAhની બેટરી અને MediaTek Dimensity 7300X પ્રોસેસર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. જાણો મોટોરોલાના નવા સ્માર્ટફોનની કિંમત અને તમામ ફીચર્સ.

મોટોરોલા રેઝર 50ની ભારતમાં કિંમત (Motorola Razr 50 Price in India)

મોટોરોલા રેઝર 50 સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 64,999 રૂપિયા છે. ફોનનું વેચાણ એમેઝોન, મોટોરોલા ઇન્ડિયા વેબસાઇટ, રિલાયન્સ ડિજિટલ અને પસંદગીના રિટેલ સ્ટોર્સ પર શરૂ થશે. હેન્ડસેટનું પ્રી-બુકિંગ 10 સપ્ટેમ્બરથી કરી શકાશે. નવા ફોનને બીચ સેન્ડ, ગ્રે અને ઓરેન્જ કલરમાં ખરીદી શકાશે.

લોન્ચ ઓફર હેઠળ ગ્રાહકોને 5000 રૂપિયાનું ફેસ્ટિવ ડિસ્કાઉન્ટ અને 10000 રૂપિયાનું બેંક ડિસ્કાઉન્ટ મળી શકે છે. એટલે કે આ ડિસ્કાઉન્ટ બાદ ફોનની ઇફેક્ટિવ કિંમત 49,999 રૂપિયા થઇ જશે. હેન્ડસેટનો લાભ 2,778 રૂપિયાના નો-કોસ્ટ EMI પર લઈ શકાય છે. ગ્રાહકો રિલાયન્સ જિયો પાસેથી 15 હજાર રૂપિયા સુધીના બેનિફિટ્સ પણ લઇ શકે છે.

મોટોરોલા રેઝર 50 સ્પેસિફિકેશન્સ (Motorola Razr 50 Specifications)

મોટોરોલા રેઝર 50 સ્માર્ટફોન ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે. ફોનમાં 6.9 ઇંચની ફુલએચડી + (1,080×2,640 પિક્સલ) પીએલઇડ ઇનર ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ અને પિક્સેલ ડેન્સિટી 413 પીપીઆઇ છે. ડિસ્પ્લેનો ટચ સેમ્પલિંગ રેટ 300 હર્ટ્ઝ સુધીનો છે અને પીક બ્રાઇટનેસ 3000 નીટ્સ છે. ડિવાઇસમાં 3.63 ઇંચની ફુલએચડી+ (1,056×1,066 પિક્સલ) પીએલઇડી ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 90હર્ટ્ઝ રિફ્રેશ રેટ આપે છે. સુરક્ષા માટે હેન્ડસેટમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ આપવામાં આવ્યું છે. પાછળના ભાગમાં વીગન લેધર મળે છે. મોટોનો આ ફોન એન્ડ્રોઇડ 14 આધારિત હેલો યુએક્સ સાથે આવે છે.

આ પણ વાંચો – વીવો વાય 300 પ્રો માં છે 6500mAh બેટરી, જાણો કિંમત અને ફિચર્સ

મોટોરોલા રેઝર 50 સ્માર્ટફોનમાં મીડિયાટેક ડિમેન્સિટી 7300એક્સ ચિપસેટ છે. હેન્ડસેટમાં 8 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. હેન્ડસેટમાં ડ્યુઅલ આઉટર કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી અને 13 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એન્ગલ કેમેરા આપવામાં આવ્યો છે. ઇનર ડિસ્પ્લે પર સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો ઉપલબ્ધ છે. મોટો રેઝર 50 ને પાવર આપવા માટે 4200એમએએચની બેટરી છે, જેમાં 33 ડબ્લ્યુ વાયર્ડ અને 15 ડબ્લ્યુ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ છે.

કનેક્ટિવિટી માટે મોટોરોલા રેઝર 50 સ્માર્ટફોનમાં કનેક્ટિવિટી માટે 5જી, બ્લૂટૂથ 5.4, જીપીએસ, એફએમ રેડિયો, એ-જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ અને વાઇ-ફાઇ 802.1 એએક્સ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફીચર્સ આપવામાં આવ્યા છે.

ડિવાઇસને IPX8 વોટર રેઝિસ્ટન્ટ રેટિંગ મળે છે. આ હેન્ડસેટમાં એક્સેલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, બેરોમીટર, ઇ-કંપાસ, ગાયરોસ્કોપ, હોલ સેન્સર અને પ્રોક્સિમિટી સેન્સર છે. ફોનમાં ડોલ્બી એટમોસ સાથે સ્ટીરિયો સ્પીકર્સ આપવામાં આવ્યા છે. આ ડિવાઇસનું ડાઇમેંશન 171.3×73.99×7.25 મીમી અને વજન 188.4 ગ્રામ છે. મોટોરોલાએ આ ફોનમાં 3 વર્ષ ઓએસ અને 4 વર્ષના સિક્યોરિટી અપડેટ્સ આપવાનું વચન આપ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ