Motorola Smartphone : મોટોરોલાનો રેઝર 50 અને રેઝર 50 અલ્ટ્રા 25 જૂને થશે લોન્ચ, જાણો ખાસિયત

Motorola Smartphone : ગયા વર્ષના મોડલની સરખામણીમાં મોટો રેઝર 50 માં એક વિશાળ કવર સ્ક્રીન અપગ્રેડ હશે, ગયા વર્ષે જેમાં 1.5-ઇંચનો એક્સર્ટનલ ડિસ્પ્લે હતું.

Written by shivani chauhan
June 20, 2024 09:00 IST
Motorola Smartphone : મોટોરોલાનો રેઝર 50 અને રેઝર 50 અલ્ટ્રા 25 જૂને થશે લોન્ચ, જાણો ખાસિયત
Motorola Smartphone : મોટોરોલાનો રેઝર 50 અને રેઝર 50 અલ્ટ્રા 25 જૂને થશે લોન્ચ, જાણો ખાસિયત

Motorola Smartphone : મોટોરોલા (Motorola) એ તાજેતરમાં પુષ્ટિ કરી છે કે મોટોરોલા રેઝર 50 (Motorola Razr 50) અને મોટોરોલા રેઝર 50 અલ્ટ્રા (Motorola Razr 50 Ultra) 25 જૂને લોન્ચ થશે. કંપનીએ ટ્વીટર પર એક ટીઝર વિડિયો શેર કર્યો છે, જે આગામી ડિવાઇસની ઝલક આપે છે. Honor Magic V Flip ની જેમ, Razr 50 અને Razr 50 Ultra બંને વિશાળ એક્સટર્નલ ડિસ્પ્લે ધરાવે છે. હાર્ડવેરથી લઈને કિંમત સુધી, મોટોરોલાના આગામી ફ્લિપ-સ્ટાઈલ ફોલ્ડેબલ ફોન્સ વિશે અહીં વધુ જાણો

Motorola Razr 50 Details Leak
Motorola Smartphone : મોટોરોલાનો રેઝર 50 અને રેઝર 50 અલ્ટ્રા 25 જૂને થશે લોન્ચ, જાણો ખાસિયત

મોટોરોલા રેઝર 50 : (Motorola Razr 50)

વિડિયો વધુમાં માહિતી મળતી નથી પરંતુ ગયા વર્ષના મોડલની સરખામણીમાં મોટો રેઝર 50 માં એક વિશાળ કવર સ્ક્રીન અપગ્રેડ હશે જેમાં 1.5-ઇંચનો એક્સર્ટનલ ડિસ્પ્લે હતું, Razr 50 કથિત રીતે 3.6-ઇંચની એક્સટર્નલ ડિસ્પ્લે અને 6.9-ઇંચની ઇન્ટર્નલ સ્ક્રીન ધરાવી શકે છે.

આ પણ વાંચો: ITR Filing: ઓછો ટેક્સ ચૂકવવા કર કપાત અને કર મુક્તિ કલમનો ફાયદો ઉઠાવો, આઈટીઆર ફાઇલ કરતા પહેલા બંનેનો અર્થ અને તફાવત જાણો

આ ફોન મીડિયાટેક ડાયમેન્સિટી 7300X ચિપસેટ દ્વારા સંચાલિત થશે અને તેમાં 50 MP પ્રાઈમરી કેમેરા, 13 MP અલ્ટ્રાવાઇડ સેન્સર અને 32 MP સેલ્ફી શૂટર હશે. આ બધું 4,200mAh બેટરી દ્વારા સમર્થિત હોઈ શકે છે જે 33W ચાર્જિંગને સપોર્ટ કરે છે. અફવાઓ એવી છે કે Moto Razr 50 નું બેઝ મોડલ 8GB RAM અને 256GB સ્ટોરેજ સાથે આવશે, અને કિંમત EUR 899 (અંદાજે ₹ 80,462) થી શરૂ થશે. તે ત્રણ કલરમાં અવેલેબલ હોઈ શકે છે – ઓરેન્જ,ગ્રે અને રેતી.

મોટોરોલા રેઝર 50 અલ્ટ્રા : (Motorola Razr 50 Ultra)

Motorola Razr 50 Ultra કથિત રીતે Snapdragon 8s Gen 3 ચિપસેટ દ્વારા સંચાલિત હશે અને તેમાં 4-ઇંચ કવર ડિસ્પ્લે હશે. Moto Razr 50 Ultra માં તેનાથી વધુ સસ્તું સમકક્ષ સમાન 6.9-ઇંચની સ્ક્રીન હોવાની અપેક્ષા છે, પરંતુ મોટોરોલા રિઝોલ્યુશનને બમ્પ કરી શકે છે.

આ પણ વાંચો: આ કંપનીએ લોન્ચ કરી MS ધોની એડિશન કાર, ખરીદનારને મળશે ખાસ ગિફ્ટ, જાણો કિંમત સહિત તમામ વિગત

50 MP પ્રાઈમરી કૅમેરા અને પાછળના ભાગમાં 50 MP અલ્ટ્રાવાઇડ સેન્સર સાથે ડ્યુઅલ કૅમેરા સેટઅપ દેખાઈ છે અને તે 4,000mAh બેટરી દ્વારા સંચાલિત થશે. Motorola Razr 50 Ultraનું 12GB RAM અને 512GB સ્ટોરેજ વેરિઅન્ટ EUR 1,199 (અંદાજે ₹ 1,07,309)માં લોન્ચ થવાનું કહેવાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ