Motorola Razr 50 Ultra Price cut, Discount : મોટોરોલા રેઝર 50 અલ્ટ્રા સ્માર્ટફોનને ગયા વર્ષે ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. કંપનીના ક્લેમશેલ સ્ટાઇલના ફોલ્ડેબલ ફોનને ભારતમાં અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. રિપબ્લિક ડે સેલ ઓફર્સ હેઠળ આ ફોલ્ડેબલ ફોન લગભગ 20 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ખરીદી માટે ઉપલબ્ધ છે.
મોટોરોલા રેઝર 50 અલ્ટ્રા સ્માર્ટફોનને 99,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો અને હવે ભાવ ઘટાડા બાદ આ હેન્ડસેટને 79,999 રૂપિયામાં લઇ શકાય છે. મોટોરોલાના આ ફોનમાં 50 એમપી ડ્યુઅલ આઉટર કેમેરા સેટઅપ અને 32 એમપી મેગાપિક્સલનો ઇનર કેમેરા છે.
મોટોરોલા રેઝર 50 અલ્ટ્રા કિંમત
મોટોરોલા રેઝર 50 અલ્ટ્રા સ્માર્ટફોનને રિલાયન્સ ડિજિટલ સ્ટોર પરથી 69,999 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. જણાવી દઈએ કે આ સેલ 26 જાન્યુઆરી સુધી ચાલશે અને રિલાયન્સ ડિજિટલ ઈન્ડિયા સેલમાં ફોન સસ્તામાં ખરીદવાની તક છે. આ હેન્ડસેટ સાથે કંપની 6,999 રૂપિયાના કિંમતવાળા Moto Buds+ ફ્રીમાં મળશે. આ ફોન પીચ ફજ, સ્પ્રિંગ ગ્રીન અને મિડનાઇટ બ્લૂ કલરમાં આવે છે.
સેલ અંતર્ગત આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, ફેડરલ બેંકઅને બોબકાર્ડ દ્વારા શોપિંગ કરવા પર 2500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. આ પછી હેન્ડસેટની અસરકારક કિંમત 67,499 રૂપિયા રહે છે.
મોટોરોલા રેઝર 50 અલ્ટ્રા સ્પેસિફિકેશન્સ
મોટોરોલા રેઝર 50 અલ્ટ્રા સ્માર્ટફોન જુલાઈ 2024માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ હેન્ડસેટમાં 12 જીબી રેમ અને 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. હેન્ડસેટ સ્નેપડ્રેગન 8 એસ જેન 3 ચિપસેટ દ્વારા સંચાલિત છે. ફોનમાં 6.9 ઇંચની ફુલએચડી+ (1,080×2,640 પિક્સલ) એલટીપીઓ પીએલઇડ ઇનર ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 165 હર્ટ્ઝ છે. ડિવાઇસમાં 4 ઇંચની કવર ડિસ્પ્લે (1,080×1,272 પિક્સલ) એલટીપીઓ પીએલઇડી પેનલ આપવામાં આવી છે જે 165 હર્ટ્ઝ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે.
આ પણ વાંચો – રોયલ એનફિલ્ડ સ્ક્રેમ 440 લોન્ચ, જાણો કિંમતથી લઇને ફિચર્સ સુધીની દરેક માહિતી
મોટોરોલા રેઝર 50 અલ્ટ્રામાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (ઓઆઇએસ) સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો અને 50 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા સેન્સર આપવામાં આવ્યો છે. આ ડિવાઇસમાં 32 મેગાપિક્સલનો રિયર કેમેરો પણ આપવામાં આવ્યો છે, જે અનફોલ્ડ રહેવા પર વિઝિબલ થાય છે.
મોટોરોલા રેઝર 50 અલ્ટ્રા 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 4000 એમએએચની બેટરી છે. ફોનમાં 15W વાયરલેસ ચાર્જિંગ અને 5W રિવર્સ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. સ્માર્ટફોનમાં વોટર રેઝિસ્ટન્સ માટે IPX8 રેટિંગ આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં 5જી, 4જી એલટીઇ, વાઇ-ફાઇ 6ઇ, બ્લૂટૂથ, જીપીએસ અને એનએફસી સામેલ છે. હેન્ડસેટમાં યુએસબી ટાઇપ-સી પોર્ટ આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે.





