મોટોરોલાનો ડ્યુઅલ ડિસ્પ્લે ફ્લિપ ડિઝાઇન અને 50MP કેમેરા સાથે Motorola Razr 60 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Motorola Razr 60 launch: મોટોરોલા રેઝર 60 સ્માર્ટફોન ફ્લિપ ડિઝાઇન અને ડ્યુઅલ ડિસ્પ્લે સાથે ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફ્લિપ ફોનમાં 4 વર્ષ સુધી સોફ્ટવેર અને સિક્યોરિટી અપડેટ્સનો દાવો કરાયો છે. જાણો લેટેસ્ટ મોટોરોલા સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ

Written by Ajay Saroya
May 28, 2025 15:46 IST
મોટોરોલાનો ડ્યુઅલ ડિસ્પ્લે ફ્લિપ ડિઝાઇન અને 50MP કેમેરા સાથે Motorola Razr 60 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Motorola Razr 60 launch: મોટોરોલા રેઝર 60 ફ્લિપ ફોન ભારતમાં લોન્ચ થયો છે. મોટોરોલા રેઝર 60 કંપનીનો નવો સ્માર્ટફોન છે અને તેમાં ડ્યુઅલ ડિસ્પ્લે, 50MP પ્રાઇમર રિયર કેમેરા, 4500mAhની મોટી બેટરી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. મોટોરોલા રેઝર 60 માં ૩૨ એમપીનો ફ્રન્ટ કેમેરો છે. મોટોરોલા રેઝર 60 સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણીયે.

Motorola Razr 60 Price : મોટોરોલા રેઝર 60 કિંમત

મોટોરોલા રેઝર 60 સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 49,999 રૂપિયા છે. આ હેન્ડસેટને મોટોરોલા ઇન્ડિયાની વેબસાઇટ, ફ્લિપકાર્ટ અને ઓફલાઇન સ્ટોર્સ પરથી 4 જૂનથી ખરીદી શકાશે. આ ડિવાઇસ પેન્ટોન જિબ્રાલ્ટર સી, પેન્ટોન સ્પ્રિંગ બડ અને પેન્ટોન લાઇટેસ્ટ સ્કાય કલર્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું.

Motorola Razr 60 Specifications : મોટોરોલા રેઝર 60 સ્પેસિફિકેશન્સ

મોટોરોલા રેઝર 60 ફોનમાં 6.96 ઇંચ (1080×2640 પિક્સલ) FlexView FHD+ pOLED LTPO આવે છે. સ્ક્રીન 1-120હર્ટ્ઝ રિફ્રેશ રેટ અને 3000 નીટ સુધી પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. ફોનમાં 3.63 ઇંચની QuickView pOLED એક્સટર્નલ LTPS ડિસ્પ્લે પણ આપવામાં આવી છે, જે 90હર્ટ્ઝ સુધીના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. ડિસ્પ્લેની પીક બ્રાઇટનેસ 1700 નિટ સુધી હોય છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે Corning Gorilla Glass Victus આપવામાં આવ્યું છે.

મોટોરોલા રેઝર 60 ફ્લિપ ફોનમાં ઓક્ટા-કોર મીડિયાટેક ડિમેન્સિટી 7400X 4nm પ્રોસેસર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં Mali-G615 MC2 GPU આવે છે.

મોટોરોલા રેઝર 60 સ્માર્ટફોનમાં 8 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. ફોન એન્ડ્રોઇડ 15 સાથે આવે છે અને 3 OS 4 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ્સનું વચન આપે છે. ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં સાઇડમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. ફોનનું વજન 188 ગ્રામ છે.

ફોટોગ્રાફી માટે આ મોટોરોલા ફ્લિપ ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે, જેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા છે, જેમાં એપર્ચર એફ / 1.7, 13 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરા આપવામાં આવ્યો છે. કેમેરા 4K સુધી 30fps વિડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. આ હેન્ડસેટમાં એપર્ચર એફ/ 2.4 સાથે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો | મોટોરોલાનો ધાસું સ્માર્ટફોન લોન્ચ, 50MP કેમેરા, 256 GB સ્ટોરેજ અને મીડિયાટેક ડિમેન્સિટી 7400 ચીપસેટ

મોટોરોલા રેઝર 60 ફોનમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો, સ્ટિરિયો સ્પીકર્સ અને ડોલ્બી એટમોસ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફોન IP48 રેટિંગ સાથે આવે છે અને ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં 5જી, ડ્યુઅલ 4જી VoLTE,, વાઇ-ફાઇ 6ઇ 802.11એએક્સ, બ્લૂટૂથ 5.3, જીપીએસ, યુએસબી ટાઇપ-સી અને એનએફસી સામેલ છે. હેન્ડસેટને પાવર આપવા માટે 4500mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 30W TurboPower ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. બેટરી 15W વાયરલેસ ચાર્જિંગ સાથે આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ