Motorola razr 60 ultra Launched : મોટોરોલાએ ભારતમાં પોતાનો લેટેસ્ટ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. મોટોરોલા રેઝર 60 અલ્ટ્રા કંપનીનો લેટેસ્ટ ફોન છે અને તેમાં બે સ્ક્રીન, 7 ઇંચની ફુલએચડી + અને 50MP ટ્રિપલ રિયર કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. મોટોરોલા રેઝર 60 અલ્ટ્રા કંપનીનો નવો ફ્લેગશિપ ફોન છે જે સ્નેપડ્રેગન 8 એલિટ પ્રોસેસર સાથે આવે છે. જાણો આ લેટેસ્ટ મોટોરોલા ફોનની કિંમત અને ફિચર્સ સાથે જોડાયેલી દરેક વિગત.
મોટોરોલા રેઝર 60 અલ્ટ્રા કિંમત
મોટોરોલા રેઝર 60 અલ્ટ્રા સ્માર્ટફોનની કિંમત 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ મોડલની કિંમત 99,999 રૂપિયા છે. ઓફર્સ સાથે ડિવાઇસને 89,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ હેન્ડસેટને પેન્ટોન સ્કારબ, પેન્ટોન રિયો રેડ અને પેન્ટોન માઉન્ટેન ટ્રેઇલમાં ખરીદી શકાય છે.
આ ફોનને 21 મે થી એમેઝોન ઇન્ડિયા, મોટોરોલાની વેબસાઇટ, રિલાયન્સ ડિજિટલ અને ઓફલાઇન સ્ટોર્સ પરથી ખરીદી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
મોટોરોલા રેઝર 60 અલ્ટ્રા સ્પેસિફિકેશન્સ
મોટોરોલા રેઝર 60માં 6.96 ઇંચ (1224×2992 પિક્સલ) FlexView 1.5K pOLED LTPO ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્ક્રીન 1-165 હર્ટ્ઝ રિફ્રેશ રેટ, Dolby Vision, 4000 નીટ્સ સુધી પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં 4 ઇંચ (1272×1080 પિક્સલ) QuickView pOLED LTPO સેકન્ડરી ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીન 1-165 હર્ટ્સ રિફ્રેશ રેટ સાથે આવે છે. પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ સેરેમિક અને 3000 નીટ્સ પીક બ્રાઇટનેસ સપોર્ટ મળે છે.
મોટોરોલાના આ પ્રીમિયમ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 8 એલિટ 3 એનએમ મોબાઇલ પ્લેટફોર્મ અને એડ્રેનો 830 જીપીયુ છે. ડિવાઇસમાં 16 જીબી સુધીની રેમ અને 512 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે.
આ પણ વાંચો – આ મોડ ખૂબ જ બેસ્ટ છે, 10 કલાક એસી ચલાવવાથી પણ વીજળીનું બિલ ઓછું આવે છે, ખબર છે?
મોટોરોલા રેઝર 60 અલ્ટ્રા સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 સાથે આવે છે અને હેન્ડસેટને 4 વર્ષ માટે 3 ઓપરેટિંગ સિસ્ટમ અને સિક્યોરિટી અપડેટ્સ મળવાનો દાવો કરવામાં આવ્યો છે. ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં એપર્ચર એફ/ 1.8, ઓઆઇએસ, એપર્ચર એફ/2.0 સાથે 50 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરા અને એપર્ચર એફ /2.0 સાથે 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
4700mAh ની બેટરી
મોટોરોલા રેઝર 60 અલ્ટ્રા સ્માર્ટફોનને પાવર આપવા માટે 4700mAh ની મોટી બેટરી આપવામાં આવી છે જે 68W TurboPower ફાસ્ટ ચાર્જિંગ અને 30W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો, સ્ટિરિયો સ્પીકર્સ અને ડોલ્બી એટમોસ સપોર્ટ આપવામાં આવ્યો છે. ડિવાઇસનું વજન 189 ગ્રામ છે. ફોનમાં સાઇડમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન વોટર રેઝિસ્ટન્ટ (IP48) છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં 5જી, ડ્યુઅલ 4જી વીઓએલટીઇ, વાઇ-ફાઇ 802.11 બી, બ્લૂટૂથ 5.4, જીપીએસ, યુએસબી ટાઇપ-સી અને એનએફસી સામેલ છે.





