Mukesh Ambani Family - અંબાણી પરિવારની નવી પેઢીને મળો, જાણો કોણ છે ભારતના સૌથી ધનિક પરિવારનું ભવિષ્ય

Mukesh Nita Ambani Family : મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશને બે બાલકો છે અને પુત્રી ઈશા અંબાણી પરિમલપણ બે જોડિયા બાળકોની માતા બની છે.

Mukesh Nita Ambani Family : મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશને બે બાલકો છે અને પુત્રી ઈશા અંબાણી પરિમલપણ બે જોડિયા બાળકોની માતા બની છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Ambani Family Mukesh Ambani Nita Ambani

મુકેશ અંબાણી અને નીતા અંબાણીને ચાર પૌત્રો છે.

Mukesh And Nita Ambani Grandchildren : અંબાણી પરિવારનું નામ દેશના સૌથી પ્રભાવશાળી પરિવારોમાં સામેલ છે. અંબાણી પરિવારના સભ્યોના નામ હંમેશા મીડિયામાં હે છે. પછી તે તેમના બિઝનેસ હોય કે તેમની અપાર સંપત્તિ વિશે, અંબાણી પરિવાર હંમેશા સમાચારમાં રહે છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ત્રણ બાળકો - ઈશા, અનંત અને આકાશ અંબાણી. ધીમે ધીમે મુકેશ અંબાણી પોતાના ત્રણેય સંતાનોને ફેમિલી બિઝનેસની જવાબદારી સોંપી રહ્યા છે. આકાશ અને ઈશા અંબાણી જોડિયા બાળકો છે. આકાશ અંબાણીના લગ્ન શ્લોકા મહેતા સાથે થયા છે અને તેમને પણ એક પુત્ર અને પુત્રી છે. તો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ તેઓ લગ્નના બંધનમાં બંધાઈ જશે.

Advertisment

અંબાણી પરિવારની આગામી પેઢી અને દેશના સૌથી ધનિક પરિવારનું ભવિષ્ય વિશે ચાલો જાણો…

આદિયા અને કૃષ્ણ (Aadiya, Krishna)

આદિયા અને કૃષ્ણા અંબાણી પરિવારની પુત્રી ઈશા અંબાણી અને તેના પતિ આનંદ પીરામલના જોડિયા બાળકો છે. તેમનો જન્મ 19 નવેમ્બર 2022ના રોજ થયો હતો. ઈશા અંબાણીએ આ તારીખે પુત્ર કૃષ્ણા અને પુત્રી આદિયાને જન્મ આપ્યો હતો.

Advertisment

મુકેશ અને નીતા અંબાણી તેમના પૌત્રો પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. તાજેતરના એક સમાચારમાં એવી વાત સામે આવી છે કે, અંબાણી પરિવારે કૃષ્ણા અને આદિયાને એક મોંઘા અને વૈભવી કસ્ટમાઇઝ કપડા ભેટમાં આપ્યા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, 5 ફૂટ ઉંચા પીળા કલરના વોર્ડરોબને સુંદર વોલપેપર્સ, પ્રિન્ટેડ હોટ-એર બલૂન અને નવજાત બાળક સાથે સંબંધિત અન્ય વસ્તુઓથી સજાવવામાં આવ્યો છે. આ વોર્ડરોબના દરવાજા પર બાળકોના નામ કોતરેલા છે.

https://www.instagram.com/p/CtHeIxBgcx_/

ઈશા અંબાણીની પુત્રી આદિયા શક્તિ પીરામલને પણ એક ખૂબ જ મોંઘી ભેટ મળી છે જે 108 સોનાની ઘંટડીઓથી તૈયાર કરવામાં આવી છે. આદિયાનું નામ મોંઘા બાસ્કેટ પર લાલ કલરમાં દોરવામાં આવ્યું છે. આ ગિફ્ટમાં 9 સ્ટેજ દેખાય છે, જેનો સંબંધ નવ દેવી શક્તિ સાથે છે અને તેમના અર્થ સુવર્ણ અક્ષરમાં લખવામાં આવ્યો છે. હિંદુ વેદોમાં 108 મંત્રોના પ્રતીક તરીકે 108 સોનાની ઘંટ ઉમેરવામાં આવી હતી.

https://www.instagram.com/p/Cvpqi2DoloJ/

બિઝનેસ ટુડેની યાદી અનુસાર, મુકેશ અને નીતા અંબાણીએ કરુણા સિંધુ અને એન્ટિલિયામાં બે નર્સરીઓ પણ સ્થાપી છે. અને આ નર્સરીઓનું ફર્નિચર લોરો પિયાના, હર્મેસ અને ડાયો દ્વારા પ્રદાન કરવામાં આવશે.

પૃથ્વી અંબાણી અને વેદe અંબાણી (Prithvi Ambani, Vede Ambani)

વર્ષ 2020માં મુકેશ અંબાણી અને નીતા અંબાણી પહેલીવાર દાદા-દાદી બન્યા હતા અને અંબાણી પરિવારે તેમની નવી પેઢીના સભ્યનું સ્વાગત કર્યું હતુ. મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતાએ પ્રથમ પુત્ર પૃથ્વી અંબાણીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ શ્લોકા મહેતાએ 31 મે, 2023ના રોજ પુત્ર વેદા અંબાણીને જન્મ આપ્યો હતો.

બીજા બાળક વિશે સત્તાવાર નિવેદન જારી કરતી વખતે દંપતીએ કહ્યું હતું કે, 'ભગવાન કૃષ્ણની કૃપા અને ધીરુભાઈ અને કોકિલાબેન અંબાણીના આશીર્વાદથી પૃથ્વી તેની નાની બહેનના જન્મની જાણકારી આપતા ખૂબ જ ખુશ છે.'

સ્ત્રોત

ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities બિઝનેસ મુકેશ અંબાણી