રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી પ્રખ્યાત ફુટલોબ ક્લબ લિવરપૂલને ખરીદવામાં રસ ધરાવે છે તેવા અહેવાલ આવ્યા છે. આ ફુટબોલ ક્લબના હાલના માલિક ફેનવે સ્પોર્ટ્સ ગ્રૂપ (FSG)દ્વારા લિવરપૂલ ક્લબને વેચવાની ઘોષણા કર્યા બાદ તેને ખરીદવાની રેસમાં મુકેશ અંબાણી પણ સામેલ થયા છે તેવા મીડિયા રિપોર્ટ્સ આવ્યા છે.
મિરરની રિપોર્ટ્સ અનુસાર, ફેનવે સ્પોર્ટ્સ ગ્રૂપ લિવરપૂલ ફુટલોબ ક્લબને 4 અબજ પાઉન્ડમાં વેચવા માટે તૈયાર છે. નોંધનિય છે કે, લગભગ 90 અબજ ડોલરની સંપત્તિ ધરાવતા ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને દુનિયાના આઠમાં ક્રમના સૌથી ધનાઢ્ય વ્યક્તિ ગણાવ્યા છે. મુકેશ અંબાણીએ પણ લિવરપુલ ફુટબોલ ક્લબને ખરીદવામાં રસ દર્શાવ્યો છે. 2010માં લિવપૂલ ક્લબની સમાન સંભાળ્યા બાદ FSGએ ચાલુ સપ્તાહની શરૂઆતમાં જ આ ફુટબોલ ક્લબને વેચવા તૈયાર હોવાની વાત જણાવી સ્પોર્ટર્સ જગત અને રમતપ્રેમીઓને ચોંકાવી દીધા હતા.
FSG તરફથી એક નિવેદન :
“EPL ક્લબમાં માલિકી અને માલિકીમાં ફેરફારની અફવાઓ આવતી રહી છે, અને અમને વારંવાર લિવરપૂલમાં ફેનવે સ્પોર્ટ્સ ગ્રૂપની માલિકી વિશે પ્રશ્નો પૂછવામાં આવે છે.
“FSGને વારંવાર લિવરપૂલમાં શેરધારક બનવા માંગતા અન્ય થર્ડ પાર્ટીઓ તરફથી રૂચીપત્રો પ્રાપ્ત થયા છે. FSG એ પહેલાં કહ્યું હતું કે યોગ્ય નિયમો અને શરતો હેઠળ જો તેઓ ક્લબ તરીકે લિવરપૂલના હિતમાં હશે તો અમે નવા શેરધારકો અંગે વિચારણા કરીશું.
અલબત્ત, ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ લિવરપૂલ ક્લબને ખરીદવામાં રસ દાખવ્યો હોય તેવી આ પહેલી ઘટના નથી. વર્ષ 2010માં સહારા જૂથના અધ્યક્ષ સુબ્રતો રોય સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે લિવરપૂલમાં 51 ટકા હિસ્સા માટે બિડ કરવા ઉત્સુક હતી. જો કે, લિવરપૂલના તત્કાલિન ચીફ એક્ઝિક્યુટિવ ક્રિસ્ટેન પર્સલો દ્વારા અફવાઓને નકારી કાઢવામાં આવી હતી.