મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ફોર્બ્સ ગ્લોબલ 2000 યાદીમાં 8 ક્રમની છલાંગ, જાણો ગૌતમ અદાણીની કંપનીઓના હાલ

Forbes’ Global 2000 : ફોર્બ્સ ગ્લોબલ 2000ની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જર્મનીના BMW ગ્રુપ, સ્વિટ્ઝર્લૅન્ડના નેસ્લે, ચીનના અલીબાબા ગ્રૂપ, અમેરિકાના પ્રોક્ટર એન્ડ ગેમ્બલ અને જાપાનના સોની જેવા જાણીતા કોર્પોરેટ ગ્રૂપ કરતા આગળ છે. આ યાદીમાં ભારતની 55 કંપનીનો સમાવેશ.

Forbes’ Global 2000 : ફોર્બ્સ ગ્લોબલ 2000ની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જર્મનીના BMW ગ્રુપ, સ્વિટ્ઝર્લૅન્ડના નેસ્લે, ચીનના અલીબાબા ગ્રૂપ, અમેરિકાના પ્રોક્ટર એન્ડ ગેમ્બલ અને જાપાનના સોની જેવા જાણીતા કોર્પોરેટ ગ્રૂપ કરતા આગળ છે. આ યાદીમાં ભારતની 55 કંપનીનો સમાવેશ.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Gautam Adani Net Worth: ગૌતમ અદાણીએ એક દિવસમાં કમાણીના મામલે એલોન મસ્કને પણ પાછળ છોડ્યા, જાણો મુકેશ અંબાણીની નેટ વર્થ વધી કે ઘટી?

ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી

Forbes’ Global 2000 list : ભારતીય ઉદ્યોગપતિ અબજોપતિ મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની ફોર્બ્સ 2000 લિસ્ટમાં આઠ ક્રમની છલાંગ લગાવીને 45મા ક્રમે પહોંચી છે, જે ફોર્બ્સની દુનિયાભરની પબ્લિક કંપનીઓની તાજેતરની યાદીમાં સૌથી ઉંચો ક્રમ મેળવનાર ભારતીય કંપની છે.

Advertisment

ફોર્બ્સ ગ્લોબલ 2000ની યાદીમાં ચાર માપદંડો- વેચાણ, નફો, એસેટ્સ અને બજાર મૂલ્યનો ઉપયોગ કરીને વિશ્વની સૌથી મોટી કંપનીઓને ક્રમ આપવામાં છે. ફોર્બ્સે વિશ્વની ટોચની 2,000 કંપનીઓની 2023ની યાદી જારી કરતી વખતે જણાવ્યું હતું.

ફોર્બ્સની ગ્લોબલ 2000 લિસ્ટમાં અમેરિકાની સૌથી મોટી બેંક જેપી મોર્ગન 3.7 લાખ કરોડ ડોલરની એસેટ્સ સાથે 2011 પછી પ્રથમ વખત યાદીમાં ટોચ પર છે અને તે બેંકિંગ કટોકટીમાંથી વધુ થાપણો અને નિષ્ફળ ફર્સ્ટ રિપબ્લિક બેંકના તકવાદી એક્વિઝિશન સાથે વધુ મજબૂત બની છે.

તો વોરન બફેટની બર્કશાયર હેથવે કંપની કે જે પાછલા વર્ષે આ યાદીમાં સૌથી ટોચના સ્થાને હતી, તે તેના ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં અવાસ્તવિક ખોટને કારણે ફોરબ્સની 2023ની યાદીમાં 338માં સ્થાને આવી ગઈ છે.

Advertisment

તો સાઉદી અરબની અગ્રણી ઓઇલ ફર્મ અરામકો કંપની આ યાદીમાં બીજા સ્થાને છે અને ત્યારબાદ ત્રીજા ક્રમે ચીનની સરકારી માલિકીની ચાઇનીઝ બેંક્સ છે. તો ટેક્નોલોજી જાયન્ટ્સ આલ્ફાબેટ અને એપલ કંપની અનુક્રમે 7મા અને 10મા ક્રમે છે.

ભારતનું ઓઇલ થી લઇ ટેલિકોમ ઉદ્યોગમાં કાર્યરત કોર્પોરેટ ગ્રૂપ રિલાયન્સ 109.43 અબજ ડોલરના વેચાણ અને 8.3 અબજ ડોલરના નફા સાથે ફોર્બ્સ ગ્લોબલ 2023ની યાદીમાં 45માં ક્રમ સાથે આ યાદીમાં સૌથી ઉંચો ક્રમે મેળવનાર ભારપતીય કંપની બની છે, પાછલા વર્ષે આ યાદીમાં રિલાયન્સ 53માં ક્રમે હતી.

ફોર્બ્સ ગ્લોબલ 2000ની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જર્મનીના BMW ગ્રુપ, સ્વિટ્ઝર્લૅન્ડના નેસ્લે, ચીનના અલીબાબા ગ્રૂપ, અમેરિકાના પ્રોક્ટર એન્ડ ગેમ્બલ અને જાપાનના સોની જેવા જાણીતા કોર્પોરેટ ગ્રૂપ કરતા આગળ છે.

ફોર્બ્સ ગ્લોબલ 2000 યાદીમાં ભારતની 55 કંપનીનો સમાવેશ

ફોર્બ્સ ગ્લોબલ 2000ની યાદીમાં ભારતની 55 કંપનીઓએ સ્થાન મેળવ્યું છે. જેમાં ભારતની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) વર્ષ 2022ના રેન્કિંગમાં 105માં સ્થાનેથી 2023ની યદીમાં 77માં સ્થાને પહોંચી ગઈ છે. તો HDFC બેંક આ યાદીમાં હાલ 128માં સ્થાને છે જે વર્ષ 2022મા 153માં ક્રમે હતી. તેવી જ રીતે અને ICICI બેંક પણ વર્ષ 2022ના 204 ક્રમેથી મોટી છલાંગ લાગવીને વર્ષ 2023ના રેન્કિંગમાં 163માં ક્રમે આવી ગઇ છે.

આ યાદીમાં સ્થાન મેળવનાર અન્ય ભારતીય કંપનીઓમાં સરકારી માલિકીની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનને 226મો ક્રમે અને HDFCને 232મો ક્રમ મળ્યો છે. તો આ યાદીમાં પહેલી વખત સ્થાન મેળવનાર ભારતની સૌથી મોટી સરકારી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)ને 363 ક્રમ મેળવ્યો છે. તો ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ની ફોર્બ્સની યાદીમાં પીછેહઠ થઇ છે. ગત વર્ષે તેણે 384 ક્રમ મેળવ્યો હતો તેની સામે વર્ષ 2023માં 387માં ક્રમે આવી ગઇ છે.

ફોર્બ્સ ગ્લોબલ 2023માં સ્થાન મેળવનાર અન્ય ભારતીય કંપનીઓમાં એક્સિસ બેંક (423), એનટીપીસી (433), લાર્સન એન્ડ ટુબ્રો (449), ભારતી એરટેલ (478), કોટક મહિન્દ્રા બેંક (502), ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (540), ઈન્ફોસીસ (554), બેંક ઓફ બરોડા (586), કોલ ઈન્ડિયા (591), ટાટા સ્ટીલ (592), હિન્દાલ્કો (660) અને વેદાંત (687)નો સમાવેશ થાય છે.

ફોર્બ્સ રેન્કિંગમાં ગૌતમ અદાણીની કંપનીઓના હાલ

નોંધનિય છે કે, અબજોપતિ ગૌતમ અદાણી અને તેની માલિકીની અદાણી ગ્રૂપની કંપનીઓ પર ચાલુ વર્ષની શરૂઆતમાં યુએસની શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચએ છેતરપીંડિનો આરોપ મૂક્યા બાદ જંગી વેચવાલીનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેમણે વિશ્વના ત્રીજા સૌથી મોટા અબજોપતિનું સ્થાન ગુમાવ્યુ હતુ. સદનસીબે અદાણી ગ્રૂપની 3 કંપનીઓએ ફોર્બ્સ 2023 રેન્કિંગમાં સ્થાન મેળવી શકી છે. આ યાદીમાં અદાણી ગ્રૂપની ત્રણ કંપની - અદાણી એન્ટરપ્રાઇઝ 1062માં ક્રમે, અદાણી પાવર 1488માં ક્રમે અને અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન 1598માં ક્રમે આવી છે.

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

gautam adani મુકેશ અંબાણી બિઝનેસ