Mukesh Ambani: મુકેશ અંબાણીની મોટી ઘોષણા - રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પશ્ચિમ બંગાળમાં 20000 કરોડનું રોકાણ કરશે, કાલીઘાટ મંદિરનો જીર્ણોદ્ધાર કરશે

Mukesh Ambani Reliance Investment Rs 20000 Crore In West Bengal: બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ (બીજીબીએસ)માં મુકેશ અંબાણીએ જણાવ્યું કે, રિલાયન્સ જિયોએ પશ્ચિમ બંગાળમાં 98.8 ટકા કવરેજ હાંસલ કર્યું છે જ્યારે કોલકાતા 100 ટકા કવરેજ ધરાવે છે

Mukesh Ambani Reliance Investment Rs 20000 Crore In West Bengal: બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ (બીજીબીએસ)માં મુકેશ અંબાણીએ જણાવ્યું કે, રિલાયન્સ જિયોએ પશ્ચિમ બંગાળમાં 98.8 ટકા કવરેજ હાંસલ કર્યું છે જ્યારે કોલકાતા 100 ટકા કવરેજ ધરાવે છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Mukesh Ambani | Mukesh Ambani ril | reliance industries | Kalighat Temple

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને કલકત્તાનું પ્રસિદ્ધ કાલીઘાટ મંદિર. (Express Photo)

Mukesh Ambani Reliance Investment Rs 20000 Crore In West Bengal: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ પશ્ચિમ બંગાળમાં જંગી મૂડીરોકાણ કરવાની ઘોષણા કરી છે. ઉપરાંત કાલીઘાટ મંદિરના જીર્ણોદ્ધારની પણ કામગીરી હાથ ધરશે. મુકેશ અંબાણીએ મંગળવારે જણાવ્યું કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં રૂ. 45,000 કરોડનું રોકાણ કર્યું છે અને કંપની આગામી ત્રણ વર્ષમાં રૂ. 20,000 કરોડનું વધારાનું મૂડીરોકાણ કરશે.

Advertisment

બિસ્વા બાંગ્લા કન્વેન્શન સેન્ટર ખાતે બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ (બીજીબીએસ)ની સાતમી સમીટમાં સંબોધન આપતા મુકેશ અંબાણીએ ઘોષણા કરી કે, રિલાયન્સ ફાઉન્ડેશન કોલકાતાના પ્રખ્યાત કાલીઘાટ મંદિરના જીર્ણોદ્ધારની પણ કામગીરી હાથ ધરશે.

Jio AirFibre | Jio 5G service | mukesh ambani | reliance industries | RIL AGM | reliance industries share price
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એમડી મુકેશ અંબાણીએ જિયો એરફાઇબર સર્વિસ શરૂ કરવાની ઘોષણા કરી છે.

મુકેશ અંબાણીએ કહ્યું, “રિલાયન્સ ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળને વિકાસ પથ પર લઇ માટે ખૂબ જ પ્રતિબદ્ધ છે; કલાત્મક અને આધ્યાત્મિક વારસાની ભૂમિ; જે ખરેખર અમૂલ્ય છે. તેથી, મને તમને જણાવતા આનંદ થાય છે કે રિલાયન્સ ફાઉન્ડેશને કોલકાતાના પ્રસિદ્ધ કાલીઘાટ મંદિરના જીર્ણોદ્ધાર માટે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધર્યો છે. અમે સદીઓ જૂના હેરિટેજ સ્ટ્રક્ચર સહિત સમગ્ર મંદિર સંકુલને રિપેર કરવાની પ્રક્રિયામાં છીએ અને તેને તેમની મૂળ ભવ્યતામાં પુનઃસ્થાપિત કરીશું. આ પ્રોજેક્ટ નીતા (અંબાણી) અને મારા દિલની એટલો જ નજીક છે જેટલો તમારા માટે છે. આ તક માટે તમારો ખૂબ ખૂબ આભાર.”

Advertisment

મુકેશ અંબાણીએ ઉમેર્યુ હતુ કે, “રિલાયન્સ માટે પશ્ચિમ બંગાળ રોકાણના સૌથી મોટા સ્થળો પૈકીનું એક છે. તમે (મમતા બેનર્જીએ ) મને (7મી BGBSમાં હાજરી આપવા માટે) આમંત્રણ આપ્યા પછી , રિલાયન્સે પશ્ચિમ બંગાળમાં લગભગ રૂ. 45,000 કરોડનું રોકાણ કર્યું છે. આજે મને એ ઘોષણા કરતાં આનંદ થાય છે કે અમે આગામી ત્રણ વર્ષમાં વધારાના રૂ. 20,000 કરોડનું રોકાણ કરીશું,”

બિઝનેસ ટાયકૂને ઉમેર્યું હતું કે રિલાયન્સ જિયોએ રાજ્યમાં 98.8 ટકા કવરેજ હાંસલ કર્યું છે જ્યારે કોલકાતાએ 100 ટકા કવરેજ મેળવ્યું છે.

તેમણે ધ્યાન દોર્યું કે, રિલાયન્સ રિટેલ પશ્ચિમ બંગાળ રાજ્યમાં પોતાની હાજરી વધારી રહી છે અને જિયો માર્ટ દેશમાં પાંચ લાખથી વધુ કરિયાણાની દુકાનના માલિકો સુધી પહોંચી ગયું છે.

આ પણ વાંચો | અદાણીને પછાડી અંબાણી દેશના સૌથી ધનિક વ્યક્તિ બન્યા, જાણો ભારતના ટોપ-10 ધનાઢ્યોના નામ અને સંપત્તિ

અંબાણીએ ભારત બાયો-એનર્જીનો સૌથી મોટો ઉત્પાદક હોવા અંગે પણ વાત કરી અને કહ્યું કે દેશ બાયો-એનર્જી સેક્ટરમાં આગળ વધી રહ્યો છે અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપી રહ્યો છે.

west bengal jio બિઝનેસ મુકેશ અંબાણી શેર બજાર