Richest People In India : મુકેશ અંબાણી કે ગૌતમ અદાણી કોણ છે ભારતના સૌથી વધુ ધનવાન? જુઓ ફોર્બ્સ ઈન્ડિયા ટોપ 100 રિચ લિસ્ટ

Forbes India Top 100 Richest People List : ફોર્બ્સ ઈન્ડિયા 2025 રિચ લિસ્ટ જાહેર થઇ છે. જે મુજબ ભારતના 100 ધનિક લોકોની કુલ સંપત્તિમાં 9 ટકાનો ઘટાડો થયો છે, જે 100 અબજ ડોલર ઘટીને 1 ટ્રિલિયન ડોલર થઈ ગઈ છે.

Forbes India Top 100 Richest People List : ફોર્બ્સ ઈન્ડિયા 2025 રિચ લિસ્ટ જાહેર થઇ છે. જે મુજબ ભારતના 100 ધનિક લોકોની કુલ સંપત્તિમાં 9 ટકાનો ઘટાડો થયો છે, જે 100 અબજ ડોલર ઘટીને 1 ટ્રિલિયન ડોલર થઈ ગઈ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
India 100 Richest People List | Forbes India Top 100 Rich List | Forbes India 100 Richest People | india billionaire name list | mukesh ambani | Gautam Ambani

Forbes India Top 100 Rich List : ફોર્બ્સ ઈન્ડિયા ટોપ 100 રિચ લિસ્ટ જાહેર થઇ છે, જેમા ભારતના ધનવાન વ્યક્તિઓના નામ છે.

Forbes India 100 Richest People List : ભારતના ટોચના 100 ધનિકોની યાદી જાહેર કરી છે. ફોર્બ્સ ઇન્ડિયા 2025ની ધનિક યાદીમાં ટોચના સ્થાન પર બે ગુજરાતીનો દબદબો યથાવત છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચતતા, યુએસ ટેરિફનો પડકાર સહિત વિવિધ પ્રતિકુળ પરિબળો વચ્ચે પણ ભારતમાં ધનિકોની સંખ્યા સતત વધી રહી છે. ચાલો જાણીયે વર્ષ 2025માં ભારતના નંબર -1 ધનિક વ્યક્તિ કોણ છે મુકેશ અંબાણી કે ગૌતમ અદાણી?

Advertisment

ભારતના નંબર -1 ધનિક વ્યક્તિ કોણ છે મુકેશ અંબાણી કે ગૌતમ અદાણી?

ફોર્સ્ટ ઈન્ડિયા 2025 રિચ લિસ્ટ જાહેર કરી છે. જે મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી ફરી એકવાર ભારતના ટોચના 100 ધનિકોની યાદીમાં ટોચ પર છે. 105 અબજ ડોલરની સંપત્તિ સાથે મુકેશ અંબાણી એ ભારતના સૌથી વધુ ધનિક વ્યક્તિનું સ્થાન જાળવી રાખ્યું છે. ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો મુકેશ અંબાણી પાસે આશરે રૂ. 932112.3 કરોડની સંપત્તિ છે.

નોંધનિય છે કે, અંબાણીએ તાજેતરમાં જ AI માં સાહસ કર્યું અને રિલાયન્સ ઇન્ટેલિજન્સની સ્થાપના કરી, ઉપરાંત તેઓ 2026માં તેમના ટેલિકોમ યુનિટ Jio નું શેર લિસ્ટિંગમાં લિસ્ટિંગ કરવાની પણ યોજના ધરાવે છે.

જોકે, આ વર્ષની યાદીની એક મુખ્ય વાત એ છે કે, ભારતના 100 ધનિક લોકોની કુલ સંપત્તિમાં 9 ટકાનો ઘટાડો થયો છે, જે 100 અબજ ડોલર ઘટીને 1 ટ્રિલિયન ડોલર થઈ ગઈ છે.

Advertisment

ગૌતમ અદાણી ક્યા નંબર પર છે?

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમનો પરિવાર આ યાદીમાં બીજા ક્રમે છે, જેમની કુલ સંપત્તિ 92 બિલિયન ડોલર છે. સપ્ટેમ્બરમાં સેબીએ હિન્ડનબર્ગના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. જેનાથી અદાણી જૂથને નોંધપાત્ર રાહત મળી.

ભારતની સૌથી ધનિક મહિલા

ભારતના ટોપ 100 ધનિકોની યાદીમાં ત્રીજા નંબર પર એક મહિલા છે, જેનું નામ સાવિત્રી જિંદાલ છે. ઓપી જિંદાલ ગ્રુપના સાવિત્રી જિંદાલ પાસે 40.2 અબજ ડોલરની સંપત્તિ છે. આ સાથે ભારતના સૌથી વધુ ધનિક મહિલા પણ છે. ટેલિકોમ સેક્ટરના મહાનુભાવ સુનિલ મિત્તલની સંપત્તિમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો છે, તેમની સંપત્તિ 34.2 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે, જેનાથી તેઓ ભારતના ધનિકોની યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયા છે. તો HCL ટેકનોલોજીના શિવ નાદર 33.2 અબજ ડોલરની સંપત્તિ સાથે આ યાદીમાં પાંચમા ક્રમે છે.

આ યાદીમાં નવા નામો પણ જોડાયા છે. જેમા દોશી ભાઈ-બહેનો 7.5 બિલિયન ડોલરની નેટવર્થ સાથે 37મા ક્રમે છે. તેમની કંપની વાર એનર્જી, જે ક્ષમતાની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી સોલર પેનલ ઉત્પાદક કંપની છે. ગયા વર્ષે વારી એનર્જીનો IPO હતો ત્યારે કંપનીનો શેર 70 ટકા પ્રીમિયમે લિસ્ટેડ થયો હતો.

ફોર્બ્સના તાજેતરના અહેવાલ મુજબ, ડિક્સન ટેક્નોલોજીસના સ્થાપક અને ચેરમેન સુનિલ વાછાણીએ પ્રથમ વખત ભારતના 100 સૌથી ધનિક લોકોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. તેઓ આ યાદીમાં 80મા ક્રમે છે, અને તેમની કુલ સંપત્તિ 3.85 બિલિયન ડોલર હોવાનો અંદાજ છે. આ યાદીમાં પરત ફરનારાઓમાં લીના તિવારી, પીએનસી મેનન અને કેપી રામાસ્વામીનો સમાવેશ થાય છે.

ભારતના ટોપ 10 ધનિકોના નામ અને સંપત્તિ

નામસંપત્તિ
મુકેશ અંબાણી105 અબજ ડોલર
ગૌતમ અદાણી અને પરિવાર92 અબજ ડોલર
સાવિત્રી જિંદાલ40.2 અબજ ડોલર
સુનિલ મિત્તલ અને પરિવાર34.2 અબજ ડોલર
શિવ નાદર33.2 અબજ ડોલર
રાધાકિશન દામાણી અને પરિવાર28.2 અબજ ડોલર
દિલીપ સંઘવી અને પરિવાર26.3 અબજ ડોલર
બજાજ પરિવાર21.8 અબજ ડોલર
સાયરસ પુનાવાલા21.4 અબજ ડોલર
કુમાર બિરલા20.7 અબજ ડોલર

આ યાદી શેરહોલ્ડિંગ અને નાણાકીય માહિતી, ભારતમાં સ્ટોક એક્સચેન્જ, વિશ્લેષકો અને નિયમનકારી એજન્સીઓ પાસેથી મેળવેલા આંકડાના આધારે તૈયાર કરવામાં આવી છે. તેમાં ઘરેલું સંપત્તિ અને જાહેર અને ખાનગી કંપનીઓના મૂલ્યાંકનનો સમાવેશ થાય છે.

india બિઝનેસ મુકેશ અંબાણી gautam adani