Mutual Fund Tips: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પહેલા આ જોખમને ઓળખો, ઉંચું વળતર મળશે, નહીં થાય નુકસાન

Mutual Fund Investment Tips: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે રિટર્ન સાથે રિસ્ક ફેક્ટરને પણ ધ્યાનમાં લેવા જોઇએ. આમ કરવાથી મ્યુચ્યુઅલ ફંડ યોજના માંથી ઉંચું વળતર મેળવવાની સાથે મોટું ભંડોળ બનાવવામાં મદદ મળે છે.

Mutual Fund Investment Tips: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે રિટર્ન સાથે રિસ્ક ફેક્ટરને પણ ધ્યાનમાં લેવા જોઇએ. આમ કરવાથી મ્યુચ્યુઅલ ફંડ યોજના માંથી ઉંચું વળતર મેળવવાની સાથે મોટું ભંડોળ બનાવવામાં મદદ મળે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Mutual Fund Investment Tips | Mutual Fund risk | MF Investment Tips

Mutual Fund Investment Tips: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે રિટર્ન સાથે રિસ્ક ફેક્ટરને પણ ધ્યાનમાં રાખવા જોઇએ. (Photo: Freepik)

Mutual Fund Investment Tips: મ્યુચ્યુઅલ ફંડ રોકાણ માટે લોકપ્રિય વિકલ્પ છે. ભારતમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધી રહ્યું છે. જેઓ શેરબજાર કરતા ઓછા જોખમે રોકાણ કરવાનું વિચારે છે તેની માટે મ્યુચ્યુઅલ ફંડ યોગ્ય વિકલ્પ છે. ઉપરાંત લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યો હાંસલ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ્સ એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. મ્યુચ્યુઅલ ફંડ શેર અને બોન્ડ જેવી વિવિધ એસેટ્સમાં રોકાણ કરે છે, જેનાથી તમારા રોકાણનું જોખમ ઓછું થાય છે. સામાન્ય રીતે મ્યુચ્યુઅલ ફંડ સલામત હોય છે, પરંતુ તેમાં કોઈ જોખમ નથી એવું કહેવું યોગ્ય નથી. જો તમે કોઈપણ મ્યુ. ફંડમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો, તો તે સંબંધિત જોખમી પરિબળ વિશે જાણકારી હોવી જરૂરી છે.

Advertisment

શાર્પ રેશિયો: જોખમ લેવાની એક સરળ રીત

શાર્પ રેશિયો એ મ્યુચ્યુઅલ ફંડના જોખમને જાણવાની એક સરળ રીત છે જેના દ્વારા તમે રોકાણ ફંડ સાથે સંકળાયેલા જોખમને સમજી શકો છો. આ રેશિયોની મદદથી તમે વિવિધ ફંડની સરખામણી કરી શકો છો. શાર્પ રેશિયોમાં, રિસ્ક ફ્રી રિટર્ન (જે કોઈપણ જોખમ લીધા વિના મેળવવામાં આવે છે) પ્રથમ ફંડના વળતર માંથી બાદબાકી કરવામાં આવે છે, અને પછી વળતરના પ્રમાણભૂત વિચલન (સ્ટાન્ડર્ડ ડેવિએશન/ Standard Deviation) (જે વળતરમાં વધઘટને પ્રતિબિંબિત કરે છે) દ્વારા વિભાજિત કરવામાં આવે છે. જે તમને જણાવે છે કે મ્યુચ્યુઅલ ફંડે કેટલું સારું પ્રદર્શન કર્યું છે અને તે કેટલું જોખમ વહન કરે છે.

Standard Deviation: પ્રમાણભૂત વિચલન: વોલેટાલિટી માપવાનું માધ્યમ

સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે પ્રમાણભૂત વિચલનનો ઉપયોગ મ્યુચ્યુઅલ ફંડની વોલેટિલિટીને માપવા માટે થાય છે. ધારો કે, તમારી પાસે બે ફંડ છે:

ફંડ X: સરેરાશ વાર્ષિક વળતર 10%, સ્ટાન્ડર્ડ ડેવિએશન 2 ટકા
ફંડ Y: સરેરાશ વાર્ષિક વળતર 10%, સ્ટાન્ડર્ડ ડેવિએશન 5 ટકા

Advertisment

તમે બંને મ્યુચ્યુઅલ ફંડમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે.

ફંડ X : તમારું રોકાણ રૂ. 1.10 લાખ સુધી પણ વધી શકે છે, પરંતુ જો સ્ટાન્ડર્ડ ડેવિએશન 2 ટકાના કારણે તમારું રિટર્ન 1.08 લાખ રૂપિયા થી 1.12 લાખ રૂપિયાની વચ્ચે હોઇ શકે છે.

ફંડ Y: તમારું રિટર્ન પણ 1.10 લાખ રૂપિયા સુધી વધી શકે છે, પરંતુ સ્ટાન્ડર્ડ ડેવિએશન 5 ટકા થવા પર તમારું રિટર્ન 1.05 લાખ રૂપિયા થી રૂ. 1.15 લાખની વચ્ચે હોઈ શકે છે.

જેમ તમે જોઈ શકો છો, મ્યુચ્યુઅલ ફંડ Y માં વધુ વોલેટિલિટી છે, જેનો અર્થ છે કે તમારું વળતર વધુ અનિશ્ચિત હોઈ શકે છે. તેથી, રોકાણ કરતા પહેલા સ્ટાન્ડર્ડ ડેવિએશન ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે.

બીટા : અસ્થિરતાના સંકેત

બીટા એ મ્યુચ્યુઅલ ફંડ સાથે સંબંધિત અસ્થિરતાનું માપ છે.

જો બીટા 1 કરતા વધારે હોય, તો તેનો અર્થ એ છે કે મ્યુચ્યુઅલ ફંડ બજાર કરતાં વધુ સંવેદનશીલ છે.

જો બીટા 1 કરતાં ઓછું હોય, તો તેનો અર્થ એ છે કે મ્યુચ્યુઅલ ફંડ બજાર કરતાં ઓછું સંવેદનશીલ છે.

અને જો બીટા 1 પર છે, તો તેનો અર્થ એ છે કે ફંડ બજાર સાથે આગળ વધે છે.

R Squared/ આર-સ્ક્વેર: મ્યુચ્યુઅલ ફંડના પર્ફોમન્સની ચોકસાઈ

R-squared નો ઉપયોગ મ્યુચ્યુઅલ ફંડની કામગીરીને માપવા માટે થાય છે. આ આંકડો જણાવે છે કે ફંડનું પ્રદર્શન બજાર સાથે કેટલું જોડાયેલું છે. ઉદાહરણ તરીકે, જો મ્યુ. ફંડ નો આર-સ્ક્વેર્ડ 0.8 છે, તો તેનો અર્થ એ છે કે તેનું પ્રદર્શન 80% ચોકસાઈ સાથે બજાર સાથે સુસંગત છે.

આ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સાથે સંકળાયેલા જોખમના પ્રકારોને સમજીએ.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સાથે સંકળાયેલા જોખમોના પ્રકાર

બજાર જોખમ (Market Risk)

એચડીએફસી બેંકના જણાવ્યા મુજબ, કુદરતી આફતો, મંદી, રાજકીય ફેરફારો, વ્યાજ દરોમાં ફેરફાર, ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ અને નીતિઓમાં ફેરફાર જેવા ઘણા બાહ્ય પરિબળો બજારને અસર કરે છે. આ તમામ પરિબળો તમને તમારા રોકાણ પર મળતા વળતરને અસર કરી શકે છે.

કોનસેન્ટ્રેશન જોખમ / Concentration Risk

આવું ત્યારે થાય છે જ્યારે તમે તમારા બધા રોકાણને એક જગ્યાએ મૂકો છો. ઉદાહરણ તરીકે, જો તમે તમારા બધા પૈસા એક જ સેક્ટર કે સેગમેન્ટમાં રોકાણ કરો અને તે સેક્ટરમાં મંદી આવે, તો તમને ભારે નુકસાન થઈ શકે છે. આથી વિવિધ સેક્ટર સંબંધિત મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી માર્કેટ રિસ્ક ઘટાડી શકાય છે.

વ્યાજ દરોનું જોખમ / Interest Rate Risk

ઇક્વિટી ફંડ્સ કરતાં ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ વ્યાજદરમાં વધઘટથી વધુ પ્રભાવિત થાય છે. જ્યારે વ્યાજ દરો બદલાય છે, ત્યારે તે તમારા પોર્ટફોલિયોમાં સામેલ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સાથે વળતરને પણ અસર કરે છે.

ફુગાવાનું જોખમ / Inflation Risk

ઉંચો ફુગાવો તમારા રોકાણ પરના વાસ્તવિક વળતરને ઘટાડે છે. ઉદાહરણ તરીકે, જો તમને 12% વળતર મળે છે અને ફુગાવાનો દર 6% છે, તો તમારું વાસ્તવિક વળતર ફક્ત 6% જ બને છે.

પ્રવાહીતાનું જોખમ / Liquidity Risk

કેટલીકવાર મ્યુચ્યુઅલ ફંડ તેની કેટલીક સિક્યોરિટીઝ વેચી શકતું નથી. આ બાબત મ્યુચ્યુઅલ ફંડ સ્કીમને નુકસાન પહોંચાડે છે, જે તમારા વળતરને સીધી અસર કરે છે.

ક્રેડિટ રિસ્ક / Credit Risk

આવું ત્યારે થાય છે જ્યારે તમારા મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ બોન્ડ્સ જારી કરનાર તેના વચનોનું પાલન ન કરે. આ સ્થિતિમાં, ફંડની કામગીરી પ્રભાવિત થાય છે અને તમારું વળતર પણ ઘટી શકે છે.

મ્યુચ્યુઅલ ફંડ રોકાણનું જોખમ કેવી રીતે ઘટાડવું?

Mutual Fund Diversification : મ્યુચ્યુઅલ ફંડ વૈવિધ્યકરણ

તમારા બધા પૈસાનું રોકાણ કોઇ એક સેક્ટર, યોજના કે સંપત્તિમાં કરવાના બદલે અલગ અલગ જગ્યાએ કરો. આનાથી તમે કોઈપણ એક સેક્ટરમાં મોટી વધઘટ કે મંદીથી થતા નુકસાનથી બચી શકો છો.

Market Expert Advisor : બજાર નિષ્ણાંતની સલાહ લેવી

સેબી દ્વારા માન્યતા પ્રાપ્ત નાણાકીય સલાહકારની સલાહ લો જે તમારી ઇન્વેસ્ટમેન્ટ પ્રોફાઇલ અને નાણાકીય લક્ષ્યો અનુસાર સારો પોર્ટફોલિયો તૈયારી કરી શકે. કોઈની વાત કે સોશિયલ મીડિયાની અટકળોને સાંભળી રોકાણ સંબંધિત નિર્ણય લેવા નહીં.

Investment Switch : રોકાણો સ્વિચ કરો

જ્યારે તમારા રોકાણના લક્ષ્યો પ્રાપ્ત થાય, ત્યારે સુરક્ષિત વિકલ્પો પર સ્વિચ કરો. ઉદાહરણ તરીકે, જો તમને સારું વળતર મળ્યું હોય, તો ઇક્વિટી એક્સપોઝર ઘટાડીને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરો.

મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે, પરંતુ તમે સ્માર્ટ વ્યૂહરચના અને નિષ્ણાતની સલાહ વડે જોખમ ઘટાડી શકો છો. જોખમો હોવા છતાં, મ્યુચ્યુઅલ ફંડ એ સલામત રોકાણ સાધનો પૈકીનું એક છે જે તમને સારું વળતર આપે છે. તેથી, જોખમોથી ડરીને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું ચૂકશો નહીં; આ તમને તમારા જીવન અને નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.

બિઝનેસ Investment