Mutual funds: ભારતના સૌથી જૂના 5 મ્યુચ્યુઅલ ફંડ્સ જેણે 30 વર્ષમાં આપ્યું અઢળક વળતર, રોકાણકારો માલામાલ

Mutual fund investment return : ભારતની સૌથી જૂની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ વિશે વાત કરીએ તો તેણે શરૂઆતથી જ રોકાણકારોને જબરદસ્ત વળતર આપ્યું છે. તેનું સરેરાશ વળતર રિટર્ન 19 ટકા જેટલું રહ્યું છે.

Mutual fund investment return : ભારતની સૌથી જૂની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ વિશે વાત કરીએ તો તેણે શરૂઆતથી જ રોકાણકારોને જબરદસ્ત વળતર આપ્યું છે. તેનું સરેરાશ વળતર રિટર્ન 19 ટકા જેટલું રહ્યું છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Mutual fund investment

મ્યુચ્યુઅલ ફંડ ભારતમાં રોકાણ માટેનું ખૂબ જ લોકપ્રિય વિકલ્પ બની ગયું છે.

India Top 5 Mutual fund scheme investment return : મ્યુચ્યુઅલ ફંડ ભારતમાં રોકાણ માટેનું ખૂબ જ લોકપ્રિય વિકલ્પ બની ગયું છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) દર વર્ષે વધી રહી છે અને હાલ તે વધીને લગભગ 43.20 લાખ કરોડે પહોંચી ગઇ છે. ભારતમાં પ્રથમ મ્યુચ્યુઅલ ફંડ સ્કીન 1986માં એટલે કે લગભગ 37 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી. વર્ષ 1993ના અંત સુધીમાં ઓછામાં ઓછી 8 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ હતી. જેમાંથી 7 મ્યુ. ફંડ્સ સ્કીમોએ30 વર્ષ પૂર્ણ કર્યા છે અને 1 ફંડ સ્કીમ હવે 30 વર્ષ પૂર્ણ કરશે. અહીં અમે તેમની ભારતનની 30 વર્ષ જૂની 5 ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમ વિશે માહિતી આપી છે, તેમાં રોકાણ કરનારને અઢળક રિટર્ન મળ્યું છે.

Advertisment

આ તમામ 5 ફંડ્સ સ્કીમ્સની ખાસ વાત એ છે કે તે તમામ ઇક્વિટી કેટેગરીની છે અને તેમણે શરૂઆતથી અત્યાર સુધી જબરદસ્ત વળતર આપ્યું છે. તેના રોકાણ કરનારાઓને લાંબા ગાળાની ચક્રવૃદ્ધિનો લાભ મળ્યો છે. જે રોકાણકારોએ આ મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમમાં લાંબાગાળા સમય રોકાણ રાખ્યા છે, તેમની સંપત્તિમાં જબરદસ્ત વધારો થયો છે. આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં 30 વર્ષથી 37 વર્ષ દરમિયાન વાર્ષિક 15% થી 19% રિટર્ન મળ્યું છે.

SBI મેગ્નમ ઇક્વિટી ESG ફંડ

SBI મેગ્નમ ઇક્વિટી ESG ફંડ 1 જાન્યુઆરી, 1991ના રોજ ઇક્વિટી થીમેટિક ESG કેટેગરીમાં શરૂ કરવામાં આવ્યું હતું. આ સ્કીમને લૉન્ચ કર્યાને લગભગ 32 વર્ષ થઈ ગયા છે અને તે લૉન્ચ થઈ ત્યારથી તેણે વાર્ષિક 14.5% રિટર્ન આપ્યું છે. TCS, Infosys, ICICI બેંક, HDFC, Axis Bank જેવા ટોચના સ્ટોક્સ તેના પોર્ટફોલિયોમાં સામેલ છે.

લૉન્ચ થવાની તારીખ: જાન્યુઆરી 1, 1991
વાર્ષિક રિટર્ન : 14.74 ટકા વાર્ષિક
મિનિમમ રોકાણ: Rs 1000
મિનિમમSIP: Rs 1000 માસિક
ખર્ચ ગુણોત્તર: 2.02% (31 મે, 2023 સુધીમાં)
કુલ એસેટ્સ : 4747 કરોડ (31 મે, 2023 સુધી)

Advertisment

ટાટા લાર્જ એન્ડ મિડકેપ ફંડ

ટાટા લાર્જ એન્ડ મિડકેપ ફંડ 31 માર્ચ, 1993ના રોજ લાર્જ એન્ડ મિડકેપ કેટેગરીમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફંડે લગભગ 30 વર્ષ પૂરા કર્યા છે અને શરૂઆતથી તેણે વાર્ષિક આશરે 13%ના દરે વળતર આપે છે. ICICI બેંક, વરુણ બેવરેજીસ, RIL, HDFC બેંક, SBI જેવા ટોચના શેરો આ ફંડના પોર્ટફોલિયોમાં સામેલ છે.

લૉન્ચિંગની તારીખ: 31 માર્ચ, 1993
વાર્ષિક વળતર: 12.80 ટકા
મિનિમમ રોકાણ: રૂ. 5,000
મિનિમ SIP: રૂ 1000 માસિક
ખર્ચ ગુણોત્તર: 1.90% (31 મે, 2023 સુધીમાં)
કુલ સંપત્તિ: 4348 કરોડ (31 મે 2023 સુધીમાં)

SBI લાર્જ અને મિડકેપ

SBI લાર્જ એન્ડ મિડકેપ ફંડ 28 ફેબ્રુઆરી, 1993ના રોજ લાર્જ એન્ડ મિડકેપ કેટેગરીમાં લોન્ચ કરવામાં આવ્યુ હતુ. આ ફંડે પણ 30 વર્ષ પૂરા કર્યા છે અને તેની શરૂઆતથી અત્યાર સુધીમાં વાર્ષિક આશરે 14.50%ના દરે વળતર આપ્યું છે. તેના પોર્ટફોલિયોમાં ICICI બેંક, HDFC બેંક, ઇન્ફોસિસ, ITC, SBI જેવા ટોચના શેરોનો સમાવેશ થાય છે.

લૉન્ચિંગની તારીખ: 28 ફેબ્રુઆરી, 1993
વાર્ષિક વળતર: 14.66 ટકા
લઘુત્તમ રોકાણ: રૂ. 5,000
મિનિમમ SIP: રૂ. 500 માસિક
ખર્ચ ગુણોત્તર: 1.87% (31 મે, 2023 સુધી)
કુલ સંપત્તિ: 11,323 કરોડ (31 મે, 2023 સુધી)

ફ્રેન્કલિન ઇન્ડિયા બ્લુચીપ ફંડ

ફ્રેન્કલિન ઇન્ડિયા બ્લુચીપ ફંડ 1 ડિસેમ્બર, 1993ના રોજ લાર્જકેપ કેટેગરીમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફંડ ડિસેમ્બરમાં 30 વર્ષ પૂર્ણ કરશે, અને તેની શરૂઆતથી અત્યાર સુધીમાં તેણે વાર્ષિક આશરે 19% વળતર આપ્યું છે. તેના પોર્ટફોલિયોમાં આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, રિલાયન્સ, ઈન્ફોસીસ, એચડીએફસી જેવા હેવીવેઈટ્સનો સમાવેશ થાય છે.

લોન્ચિંગની તારીખ: 1 ડિસેમ્બર, 1993
વાર્ષિક વળતર: 19 ટકા
લઘુત્તમ રોકાણ: 5,000 રૂપિયા
મિનિમમ SIP: 500 રૂપિયા માસિક
ખર્ચ ગુણોત્તર: 1.82% (31 મે, 2023 સુધીમાં)
કુલ સંપત્તિ: 6521 કરોડ રૂપિયા (31 મે, 2023 સુધી)

SBI લોંગ ટર્મ ઈક્વિટી ફંડ

SBI લોંગ ટર્મ ઇક્વિટી ફંડ નામનું ટેક્સ સેવર ફંડ 31 માર્ચ, 1993ના રોજ ELSS કેટેગરીમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફંડ, જેણે 30 વર્ષ પૂરા કર્યા છે, તેણે તેની શરૂઆતથી 16% થી વધુ વાર્ષિક વળતર આપ્યું છે. તેના પોર્ટફોલિયોમાં આઈસીઆઈસીઆઈ બેંક, એલએન્ડટી, કમિન્સ ઈન્ડિયા, રિલાયન્સ, ભારતી એરટેલ જેવી હેવીવેઈટ્સનો સમાવેશ થાય છે.

લૉન્ચિંગની તારીખ: 31 માર્ચ, 1993
વાર્ષિક વળતર: 16.19 ટકા
મિનિમમ રોકાણ: 500 રૂપિયા
મિનિમમ SIP: 500 રૂપિયા માસિક
ખર્ચ ગુણોત્તર: 1.81% (31 મે, 2023ના રોજ)
કુલ સંપત્તિ: 13,538 કરોડ રૂપિયા (31 મે, 2023 સુધી)

(source- value research, Amfi)

સૌથી જૂની સ્કીમ: UTI માસ્ટરશેર ફંડની શું સ્થિતિ છે

UTI માસ્ટર શેર ફંડ એ દેશની પ્રથમ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે, જે ઇક્વિટી લાર્જકેપ કેટેગરીમાં 18 ઓક્ટોબર, 1986ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજના લગભગ 37 વર્ષ જૂની છે. આ સ્કીમે શરૂઆતથી જ રોકાણકારોને વાર્ષિક 17 ટકાથી વધારે રિટર્ન આપ્યું છે. તેના પોર્ટફોલિયોમાં આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી, ઈન્ફોસીસ, ભારતી એરટેલ, એક્સિસ બેંક જેવા હેવીવેઈટ્સનો સમાવેશ થાય છે.

લૉન્ચિંગની તારીખ: 18 ઑક્ટોબર, 1986
વાર્ષિક વળતર: 17.09% વાર્ષિક
મિનિમમ રોકાણ: 100 રૂપિયા
મિનિમમ SIP: 500 રૂપિયા માસિક
ખર્ચ ગુણોત્તર: 1.73% (31 મે, 2023 સુધીમાં)
કુલ સંપત્તિ: 10,900 કરોડ રૂપિયા (31 મે, 2023 સુધી)

(source- value research)

(Disclaimer: આ માહિતી ફંડની કામગીરી પર આધારિત છે અને તે રોકાણ માટેની સલાહ તરીકે ગણવી નથી. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ એ બજારના જોખમને આધીન છે, તેથી રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

બિઝનેસ Investment શેર બજાર